ડ્રગ્સ-અફીણનો કાળો કારોબાર અને જુનિયર NTRનો રાક્ષસી અવતાર:એક્ટરના બર્થ-ડે પર રિલીઝ થયું ‘ડ્રેગન’ ધમાકેદાર ટીઝર, 4 મિનિટ 28 સેકન્ડમાં લોહીની નદીઓ વહી
આખરે ફેન્સની લાંબી રાહનો અંત આવ્યો છે! 'મેન ઓફ ધ માસીસ' જુનિયર એનટીઆર (Jr NTR)ના જન્મદિવસના ખાસ અવસર પર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડ્રેગન’નું સત્તાવાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેનું નિર્દેશન ‘KGF’ અને ‘સલાર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા પ્રશાંત નીલ કરી રહ્યા છે. ટીઝર રિલીઝ થવાની સાથે જ અત્યાર સુધી સસ્પેન્સમાં રખાયેલા ફિલ્મશાહીના ટાઇટલ ‘ડ્રેગન’ પરથી પણ પડદો ઊંચકાયો છે. ફિલ્મની વાર્તા અંગ્રેજોના જમાના પછી અફીણની ખેતી, ડ્રગ્સની દુનિયા અને કુખ્યાત ‘ગોલ્ડન ટ્રાયન્ગલ’ની આસપાસ વણાયેલી છે. ‘ડ્રેગન’ આગામી સમયની સૌથી મોટી ફિલ્મોમાંથી એક સાબિત થવા જઈ રહી છે. 4 મિનિટ અને 28 સેકન્ડની આ પહેલી ઝલકમાં ડિરેક્ટર પ્રશાંત નીલે કોઈ કસર બાકી રાખી નથી. આ લાંબુ ટીઝર માત્ર વાર્તા પ્રત્યે ઉત્સુકતા જ નથી જગાવતું, પરંતુ જુનિયર NTR અને પ્રશાંત નીલના આ ગ્રાન્ડ કોલેબોરેશનના સિનેમેટિક એક્સપિરિયન્સ માટે જોરદાર માહોલ સેટ કરી દે છે. શું છે ‘ડ્રેગન’ની વાર્તા? ટીઝરની શરૂઆત ઇતિહાસના પૃષ્ઠોથી થાય છે. જેમાં જણાવવામાં આવે છે કે, આ એકદમ સાચી હકીકત છે કે અંગ્રેજો ભારતમાં મસાલા અને કપાસ માટે આવ્યા હતા, પરંતુ તેમના 250 વર્ષ સુધી અહીં રોકાઈ રહેવાનું અસલી કારણ એક છોડ હતો— ઓપિયમ એટલે કે અફીણ! દુનિયાનું સૌથી ખતરનાક વ્યસન એટલે હેરોઈન. દુનિયામાં આ અફીણ સૌથી વધુ બે જગ્યાએ ઉગતું હતું— અફઘાનિસ્તાન અને ગોલ્ડન ટ્રાયન્ગલ. અંગ્રેજોએ આ જગ્યાઓ પર કબ્જો કરીને અફીણના ધંધાના 95% હિસ્સા પર પોતાનું રાજ સ્થાપી દીધું. વર્ષ 1947માં જ્યારે અંગ્રેજો ભારત છોડીને ગયા, ત્યારે તેઓ પોતાની પાછળ આ સૌથી વધુ નફો આપતો બિઝનેસ પણ છોડી ગયા. ત્યારબાદ આ કાળો કારોબાર બે હિસ્સામાં વહેંચાઈ ગયો— ‘અફઘાન ટ્રેડિંગ કંપની’ અને ‘ગોલ્ડન ટ્રેડિંગ કંપની’. બસ, ત્યારથી શરૂ થઈ અફીણ પર વર્ચસ્વ જમાવવાની લોહિયાળ લડાઈ અને તેમાંથી જન્મે છે ભયાનક વિલન્સ. વાર્તા સીધી પહોંચે છે વર્ષ 1967માં ઇતિહાસની ઝલક પછી ટીઝરની વાર્તા સીધી 1967ના દાયકામાં પહોંચે છે. અહીં આપણને અફઘાન કંપનીના આકા 'દાદા સરકાર' અને તેમના સામ્રાજ્યના સેનાપતિઓ સુજોય સરકાર, બોબી સરકાર અને રાવ જોવા મળે છે. આ પછી દુનિયાના અલગ-અલગ દેશોના ડ્રગ ટ્રેડર્સ દેખાય છે અને ત્યારબાદ એન્ટ્રી થાય છે એક ભયાનક ‘રાક્ષસ’ની! જુનિયર NTR બન્યો ‘LUGER’ વાર્તામાં જે રાક્ષસની એન્ટ્રી થાય છે, તે બીજું કોઈ નહીં પણ જુનિયર એનટીઆર છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ લૂગર છે, જે અફઘાન ટ્રેડિંગ કંપનીનો એક ખૂંખાર ‘એસેસિન’ છે. તેના રાક્ષસી અંદાજની સાથે એક જોરદાર ડાયલોગ સંભળાય છે— “ખુદાની એક મહેરબાની છે મારા પર, ટ્રિગર દબાવીને ક્યારેય અફસોસ નથી કરતો. ઊંઘતી વખતે સપનામાં એ લોકોના ચહેરા નથી આવતા જેમને મેં મારી નાખ્યા છે... માત્ર એમના જ આવે છે જેઓ હજુ સુધી બચી ગયા છે! ભૂલથી પણ મારા સપનામાં ન આવી જતા...” અનિલ કપૂરની જક્કાસ ઝલક ટીઝરનો છેલ્લો ભાગ સૌથી વધુ રસપ્રદ અને સરપ્રાઈઝિંગ છે, જ્યાં બોલિવૂડ એક્ટર અનિલ કપૂરની એન્ટ્રી થાય છે. તેઓ આ ફિલ્મમાં NCBના હેડ ‘રઘુવીર રાઠોડ’ના રોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ હથકડીમાં બેઠેલા જલીલ રહેમાન નામના શખ્સને કહે છે કે, તેમને શંકા છે કે આ છોડ અફીણ વધારે ઉગાડે છે કે વિલન? આના પર જલીલ જવાબ આપે છે— “લખનારો પણ જાણે છે કે જ્યારે વિલન વધી જાય છે, ત્યારે હીરોને ધરતી પર ઉતારવો જ પડે છે.” ‘ડ્રેગન’ની સ્ટાર કાસ્ટ પ્રશાંત નીલની આ પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મમાં કલાકારોની લાંબી ફોજ જોવા મળવાની છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને અનિલ કપૂર ઉપરાંત બીજુ મેનન, રુક્મિણી વસંત, ખુશ્બૂ સુંદર, ગુરુ સોમસુંદરમ, રાજીવ કનકલા, આશુતોષ રાણા, અંશુમન પુષ્કર, સિદ્ધાંત ગુપ્તા, પ્રભાસ શ્રીનુ, શત્રુ, શિવા, ભીમલ જીત ઓબેરોય, નટુથુઝેલો પ્રિન્સ ગ્રુટબૂમ, એલેક્ઝાન્ડર મિઝેવ અને બેનેડિક્ટ પોલ ગેરેટ જેવા દેશ-વિદેશના કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આગામી સમયમાં પાંચ ભાષાઓમાં રિલીઝ થવા માટે સજ્જ છે. જુઓ સંપૂર્ણ ટીઝર:- , જુનિયર NTR સંબંધિત આ સમાચાર પણ વાંચો…. દાદા CM, પપ્પા સાઉથ સુપરસ્ટાર!:પિતા-ભાઈનું મોત અલગ-અલગ સમયે એક જ રીતે થયું, જુનિયર NTRના રસપ્રદ કિસ્સાઓ જુનિયર NTR આજે માત્ર ટોલિવૂડનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સિનેમાનો મોટા સિતારાઓમાં ગણાય છે. દાદા એન. ટી. રામા રાવનો ફિલ્મી વારસો સંભાળનાર જુનિયર NTRએ 13 વર્ષની ઉંમરે નેશનલ એવોર્ડ જીત્યો હતો. ક્યારેક લુક્સ અને વજનને લઈને ટ્રોલ થયો, તો ક્યારેક તેની એક ઝલક મેળવવા માટે લાખો ચાહકો ઉમટી પડ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →