બોની-શ્રીદેવીએ આપ્યું હતું મોના કપૂરને અસલી ‘જુદાઈ’નું દર્દ:સ્ટુડિયોની બહાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અર્જુનના માતા, સિંગરે જૂના રાઝ ખોલ્યાં
સિંગર જસપિન્દર નરુલાએ શ્રીદેવી સ્ટારર ફિલ્મ 'જુદાઈ'ના ગીત 'મુઝે એક પલ ચૈન ના આયે'થી બોલિવૂડમાં ઓળખ બનાવી હતી. તાજેતરમાં જ સિંગરે જણાવ્યું કે, ગીતના રેકોર્ડિંગ દરમિયાન જ મોના કપૂર (અર્જુન કપૂરના માતા)ને શ્રીદેવી અને પતિ બોની કપૂરના સંબંધો વિશે જાણ થઈ હતી, જેના પછી તે સ્ટુડિયોની બહાર રડી રહી હતી. આ ફિલ્મમાં શ્રીદેવી, અનિલ કપૂર અને ઉર્મિલા માતોંડકર જોવા મળ્યાં હતાં. ફિલ્મને બોની કપૂરે પ્રોડ્યુસ કરી હતી. તાજેતરમાં જ 'બોલિવૂડ ઠિકાના'ને આપેલા ઇન્ટરવ્યુમાં જસપિન્દર નરુલાએ જણાવ્યું કે, બાદમાં જ્યારે તેમની બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂર સાથે મિત્રતા થઈ, ત્યારે તેમને તે સમયની ઘણી વાતો જાણવા મળી. જસપિન્દરે જણાવ્યું, ‘મોના કપૂરે મને કહ્યું હતું કે, તું અંદર ગીત ગાઈ રહી હતી અને હું સુપર સાઉન્ડ સ્ટુડિયોની સીડીઓ પર બેસીને રડી રહી હતી. તે જ સમયે મને બધી જ ખબર પડી હતી.’ શ્રીદેવીના પ્રેમમાં પાગલ બોની કપૂરે મોના કપૂરને છૂટાછેડા આપી દીધા હતા બોની કપૂર અને મોના કપૂરના બે બાળકો અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. મોના કપૂરનું 2012માં કેન્સરના કારણે નિધન થયું હતું. જ્યારે બોની અને શ્રીદેવીની બે દીકરીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે. શ્રીદેવીનું 2018માં દુબઈમાં નિધન થયું હતું. ‘જુદાઈ’ ગીતના રેકોર્ડિંગનો કિસ્સો
જસપિન્દર નરુલાએ જણાવ્યું કે, તેમને ગીતની સ્થિતિ સમજાવતા કહેવામાં આવ્યું હતું કે, આ ગીત શ્રીદેવી પર ફિલ્માવવામાં આવશે. ફિલ્મમાં તેમનો રોલ પૈસા માટે પોતાના પતિના બીજા લગ્ન કરાવે છે. તેમણે એ પણ જણાવ્યું કે રેકોર્ડિંગ દરમિયાન તેમના કાનમાં તકલીફ હતી. એક કાન સંપૂર્ણપણે બંધ હતો, તેમ છતાં તેમણે મુશ્કેલીથી આ ગીત રેકોર્ડ કર્યું. સિંગરે ગાયક હરિહરનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે તેમની પ્રશંસા કરી હતી. જસપિન્દરના મતે, હરિહરને તેમને કહ્યું હતું કે, તેમને ઇન્ડસ્ટ્રીમાં વહેલા આવી જવું જોઈતું હતું.
Read Original Article →