₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન કોર્ટ પહોંચી:ઠગ સુકેશ સાથે સંડોવણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા; સુનાવણી પૂરી થતાં મોં છુપાવીને રવાના

Entertainment6/3/2026, 9:54:51 AM
₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન કોર્ટ પહોંચી:ઠગ સુકેશ સાથે સંડોવણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા; સુનાવણી પૂરી થતાં મોં છુપાવીને રવાના
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ ₹200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ. કોર્ટમાં સુનાવણી દરમિયાન એક્ટ્રેસે પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા અને તેને ફગાવી દીધા. કોર્ટની કાર્યવાહી પૂરી થતાં જ જેકલીન સીધી પરિસરમાંથી બહાર નીકળીને રવાના થઈ ગઈ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનની ભૂમિકા અને પૈસાની લેવડદેવડની તપાસ કરી રહ્યું છે. કોર્ટમાં આરોપોને ફગાવ્યા જેકલીન ફર્નાન્ડિસ બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. કોર્ટમાં તેની વિરુદ્ધ નક્કી કરવામાં આવી રહેલા આરોપો અંગે દલીલ થઈ. જેકલીને જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, તેના પર લગાવવામાં આવેલા મની લોન્ડરિંગના તમામ આરોપો પાયાવિહોણા છે. તેણે કોઈપણ પ્રકારના ખોટા વ્યવહારમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સુનાવણી પૂરી થયા બાદ કોર્ટ પરિસરમાંથી બહાર નીકળતી વખતે જેકલીનના વીડિયો અને તસવીરો પણ સામે આવી છે, જ્યાં તે મીડિયા સાથે વાત કર્યા વિના પોતાની ગાડીમાં બેસીને નીકળી ગઈ. શું છે 200 કરોડનો આ મામલો આ આખો મામલો હાઈ-પ્રોફાઈલ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર આરોપ છે કે તેણે દિલ્હીની રોહિણી જેલની અંદરથી જ ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હતી. તપાસ એજન્સી EDનો દાવો છે કે સુકેશે આ વસૂલાતની રકમનો મોટો હિસ્સો જેકલીન ફર્નાન્ડિસ અને તેના પરિવાર પર ખર્ચ કર્યો હતો. સુકેશે જેકલીનને લલચાવવા માટે કરોડો રૂપિયાની ભેટ આપી હતી. EDની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જેકલીન આરોપી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ મામલાની તપાસ કર્યા બાદ દાખલ કરવામાં આવેલી તેની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડિસને પણ આરોપી બનાવી હતી. EDનું કહેવું છે કે જેકલીનને સુકેશના ગુનાહિત બેકગ્રાઉન્ડ અને ખંડણીના પૈસા વિશે પહેલેથી જ જાણકારી હતી, તેમ છતાં તેણે તેની પાસેથી મોંઘી ગિફ્ટ્સ લેવાનું ચાલુ રાખ્યું. આ ગિફ્ટ્સમાં લક્ઝરી ગાડીઓ, મોંઘા બ્રાન્ડેડ બેગ, કપડાં, જ્વેલરી અને ઘણા કિંમતી પાલતુ પ્રાણીઓનો સમાવેશ થતો હતો. લીગલ ટીમની દલીલ- ‘જેકલીન પોતે પીડિત છે’ બીજી તરફ, જેકલીન ફર્નાન્ડિસની લીગલ ટીમ સતત કોર્ટમાં આ દલીલ કરી રહી છે કે, એક્ટ્રેસ આ મામલે સંપૂર્ણપણે નિર્દોષ છે. તેના વકીલોનું કહેવું છે કે, 'જેકલીન પોતે સુકેશ ચંદ્રશેખરના ષડયંત્રનો શિકાર બની છે અને તેણે સુકેશને એક બિઝનેસમેન સમજીને તેની સાથે મિત્રતા કરી હતી.' તપાસ દરમિયાન સુકેશ અને જેકલીનની ઘણી અંગત તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હાલમાં આ મામલે કોર્ટ એ નક્કી કરી રહી છે કે, આરોપોના આધારે કેસને આગળ કેવી રીતે વધારવો.
Read Original Article →