હીરા-ઝવેરાત સાથે હાથમાં કેરી, મેટ ગાલામાં ઈશા અંબાણી ચમકી:'ગોલ્ડન ગર્લ'ની સાડી બનતાં 1200 કલાક લાગ્યા; કરણ જોહરનું ડેબ્યૂ, રાજા રવિ વર્માને ટ્રિબ્યૂટ, જુઓ PHOTOs

Entertainment5/5/2026, 4:41:25 AM
હીરા-ઝવેરાત સાથે હાથમાં કેરી, મેટ ગાલામાં ઈશા અંબાણી ચમકી:'ગોલ્ડન ગર્લ'ની સાડી બનતાં 1200 કલાક લાગ્યા; કરણ જોહરનું ડેબ્યૂ, રાજા રવિ વર્માને ટ્રિબ્યૂટ, જુઓ PHOTOs
ન્યૂયોર્કમાં આયોજિત ફેશન જગતની સૌથી મોટી નાઇટ એટલે કે મેટ ગાલા 2026માં આ વખતે ભારતીય કારીગરી અને શાહી અંદાજે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. આ વર્ષની થીમ 'કોસ્ચ્યુમ આર્ટ' અને ડ્રેસ કોડ 'ફેશન ઈઝ આર્ટ'ને અનુરૂપ ભારતીય સેલિબ્રિટીઓએ કળા, શિલ્પ અને ફેશનનું અદભૂત મિશ્રણ રજૂ કર્યું હતું. ઈશા અંબાણી: સોનાના તારની સાડી અને હીરાજડિત અંદાજ ઈશા અંબાણીનો લુક આ વર્ષે મેટ ગાલામાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. ઈશાએ પ્રખ્યાત ડિઝાઇનર ગૌરવ ગુપ્તા દ્વારા તૈયાર કરેલી કસ્ટમ સાડી પહેરી હતી, જેમાં અસલી સોનાના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લુક તૈયાર કરવા માટે 50 કારીગરોએ 1200 કલાકથી વધુ સમય આપ્યો હતો. સાડી પર 'પિછવાઈ' પેઇન્ટિંગથી પ્રેરિત ડિઝાઇન બનાવવામાં આવી હતી. ઈશાના બ્લાઉઝમાં નીતા અંબાણીના પર્સનલ કલેક્શનના 200 ઓલ્ડ કટ-માઈન ડાયમંડ્સ અને હૈદરાબાદના નિઝામ કલેક્શનની ઐતિહાસિક 'સરપેચ' લગાવવામાં આવી હતી. યુનિક એક્સેસરી ઈશાના હાથમાં એક ‘કેરી’ જોવા મળી હતી, જે સોનાની નહીં પણ પ્રખ્યાત કલાકાર સુબોધ ગુપ્તા દ્વારા બનાવાયેલું એક શિલ્પ (sculpture) હતું. ઉપરાંત, કાગળ અને તાંબામાંથી બનેલો 150 કલાકની મહેનત ધરાવતો 'ગજરો' પણ તેના લુકનું આકર્ષણ બન્યો હતો. કરણ જોહરનું ડેબ્યૂ, રાજા રવિ વર્માને ટ્રિબ્યૂટ ફિલ્મમેકર કરણ જોહરે મનીષ મલ્હોત્રાના આઉટફિટ સાથે મેટ ગાલામાં શાનદાર ડેબ્યૂ કર્યું. તેનો લુક પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માની કૃતિઓથી પ્રેરિત હતો. કરણે 6 ફૂટ લાંબો હેન્ડ-પેઇન્ટેડ કેપ પહેર્યો હતો, જેને 80 કારીગરોએ 85 દિવસમાં તૈયાર કર્યો હતો. તેણે પોતાના જ્વેલરી લેબલ 'ત્યાની'ના મલ્ટી-જેમસ્ટોન નેકલેસ સાથે લુક પૂર્ણ કર્યો હતો. જયપુર રાજઘરાનાનો શાહી અંદાજ આ વખતે મેટ ગાલામાં માત્ર બોલિવૂડ જ નહીં, પણ ભારતીય રાજવી પરિવારે પણ હાજરી આપી હતી. જયપુરની રાજકુમારી ગૌરવી કુમારી અને મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે રેડ કાર્પેટ પર ભારતીય પરંપરાને ગ્લોબલ સ્ટેજ પર રજૂ કરી. ગૌરવી કુમારીએ તેમની દાદી મહારાણી ગાયત્રી દેવીની ગુલાબી શિફોન સાડીમાંથી બનાવેલ ગાઉન પહેર્યું હતું. તેમણે જયપુરના ફેમસ 'ધ જેમ પેલેસ'ની મોતી અને માણેક જડિત જ્વેલરી પહેરી હતી, જે પ્યોર રોયલ લુક આપી રહી હતી. મેટ ગાલા 2026 રેડ કાર્પેટ પરથી સેલેબ્સના લુક્સ પર એક નજર- હોલિવૂડ સેલેબ્સના આ લુક્સ પણ જુઓ-
Read Original Article →