ટીવી એક્ટ્રેસિસના ખભે બેડમિન્ટન ટીમની જવાબદારી:ઇન્ડિયન પ્રો બેડમિન્ટન લીગમાં 8 ટીમો વચ્ચે જંગ જામશે; હરભજન સિંહ ગેમની કમાન સંભાળશે
સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટનો અનોખો સંગમ લઈને ઇન્ડિયન પ્રો બેડમિન્ટન લીગ (IPBL) ચર્ચામાં છે. આ લીગની સૌથી ખાસ વાત એ છે કે, આમાં રમતની સાથે ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસિસ ટીમ ઓનર તરીકે જોવા મળશે, જેનાથી લીગને ગ્લેમરસ ટચ મળ્યો છે. ટીવી એક્ટ્રેસિસ ટીમની ઓનર બની લીગના કમિશનર પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ છે, જ્યારે સ્થાપક અને સીઈઓ કેપ્ટન વિનીત ચતુર્વેદી આ સંપૂર્ણ પહેલનું નેતૃત્વ કરી રહ્યા છે. ટીમ ઓનર્સમાં ઉર્વશી ધોળકિયા, સુમોના ચક્રવર્તી, ઉપાસના સિંહ, દીપશિખા નાગપાલ, ગીતાંજલિ મિશ્રા, આસ્થા ચૌધરી, ફલક નાઝ અને ગુરપ્રીત કૌર ચઢ્ઢા જેવા નામ સામેલ છે. પ્લેયર ઓક્શનમાં 142 ખેલાડીઓમાંથી 63 ખેલાડીઓને 8 ટીમોએ ખરીદ્યા. પરંતુ આ વખતે ચર્ચા માત્ર રમતની નહીં, પરંતુ સ્ટાર પાવરની પણ રહી. ઉર્વશી ધોળકિયાએ કહ્યું, 'ઇન્ડિયન પ્રો બેડમિન્ટન લીગ એક શક્તિશાળી ચળવળ છે, જે પ્રતિભાને ઓળખ આપવાની સાથે તેને મોટા મંચ સુધી પહોંચાડશે.' સુમોના ચક્રવર્તીએ તેને મનોરંજન અને રમતગમતનું શ્રેષ્ઠ સંયોજન ગણાવ્યું. ઉપાસના સિંહે કહ્યું, 'આ લીગ ભારતીય બેડમિન્ટનને વૈશ્વિક ઓળખ અપાવવાની દિશામાં એક મોટું પગલું છે.' આસ્થા ચૌધરીએ તેને સ્પોર્ટ્સ રિવોલ્યુશનનો ભાગ બનવાની તક ગણાવી. જ્યારે ગુરપ્રીત કૌર ચઢ્ઢાએ કહ્યું, 'આ એક શાનદાર અવસર છે, જ્યાં આપણે દેશભરની પ્રતિભાઓને આગળ વધારવામાં અને બેડમિન્ટનને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપી શકીએ છીએ.' સ્થાપક અને સીઈઓ કેપ્ટન વિનીત ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 'ઇન્ડિયન પ્રો બેડમિન્ટન લીગ ભારતીય રમતોના ભવિષ્યમાં લાંબા ગાળાનું રોકાણ છે, જેનો ઉદ્દેશ્ય ઉભરતી પ્રતિભાઓને ઓળખ અને મંચ આપવાનો છે.' આ લીગમાં મુંબઈ, દિલ્હી, જયપુર, લખનઉ, પંજાબ, ગુજરાત, હૈદરાબાદ અને કોલકાતાની ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં યુવા ખેલાડીઓ સાથે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો ગ્લેમર પણ જોડાયેલો હશે, જેનાથી મુકાબલાઓ વધુ રોમાંચક બનશે. કમિશનર હરભજન સિંહે કહ્યું, 'ઇન્ડિયન પ્રો બેડમિન્ટન લીગ સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટને જોડતું એક ખાસ પ્લેટફોર્મ છે, જે ખેલાડીઓને નવી તકો આપશે.' કુલ મળીને ઇન્ડિયન પ્રો બેડમિન્ટન લીગ હવે માત્ર બેડમિન્ટન લીગ નથી, પરંતુ એક ગ્લેમરસ સ્પોર્ટ્સ શો બનતી જોવા મળી રહી છે, જ્યાં રમતની સાથે-સાથે સ્ટાર્સનો જલવો પણ જોવા મળશે.
Read Original Article →