‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળશે કોમેડિયન હર્ષ ગુજરાલ:'નોકરી મૂકી ત્યારે ઘરવાળાએ કહ્યું- રસ્તા પર આવી જશું, મીડિલ કલાસ છોકરા માટે પેશન ફોલો કરવું સહેલું નથી'

Entertainment5/12/2026, 4:45:40 AM
‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળશે કોમેડિયન હર્ષ ગુજરાલ:'નોકરી મૂકી ત્યારે ઘરવાળાએ કહ્યું- રસ્તા પર આવી જશું, મીડિલ કલાસ છોકરા માટે પેશન ફોલો કરવું સહેલું નથી'
સ્ટેન્ડ-અપ કોમેડિયન હર્ષ ગુજરાલ ટૂંક સમયમાં ટીવી શો ‘ખતરોં કે ખિલાડી 15’ માં જોવા મળશે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં હર્ષે જણાવ્યું કે તેને સાચો ડર ઊંચાઈ કે પાણીથી નહીં, પરંતુ નોકરી છોડીને ફુલ-ટાઈમ કોમેડીમાં આવવાથી લાગ્યો હતો. તેણે કહ્યું કે એક મધ્યમ વર્ગના છોકરા માટે પેશન ફોલો કરવું સહેલું નથી હોતું. પ્રશ્ન: ‘ખતરોં કે ખિલાડી’ ને લઈને કેટલી ઉત્સુકતા છે? જવાબ: ઉત્સુકતા તો ઘણી છે, પરંતુ હજી અમને ખુદને ખબર નથી કે ત્યાં કયા પ્રકારના ખતરા આવવાના છે. પાણી, આગ અને ઊંચાઈવાળા સ્ટંટ તો હશે જ, પરંતુ આ વખતે થીમ જ ‘ડર કા નયા દૌર’ છે. એનો મતલબ છે કે કંઈક નવું ચોક્કસ થવાનું છે. હવે તે નવા ખતરાઓનો સામનો કેવી રીતે કરવો, તે તો ત્યાં જઈને જ ખબર પડશે. પ્રશ્ન: રૂબીના દિલાઈક જેવી સ્ટ્રોંગ પર્સનાલિટીવાળા સ્પર્ધકોની વચ્ચે પોતાને કેવી રીતે સંભાળશો? જવાબ: આવા સ્પર્ધકો, જ્યારે કંઈ બોલી રહ્યા હોય, તો બાજુમાંથી નીકળી જાવ (હસતાં હસતાં). સ્કૂલમાં જ્યારે ટીચર અમને ખીજવતા હતા, તો અમે સાંભળતા રહેતા હતા. મને લાગે છે કે તેમનો પણ પોતાનો સેન્સ ઓફ હ્યુમર છે. વિચારવાની પોતાની રીત છે. તેમનો સ્વભાવ આવો જ છે. અમે આમ જ હસતાં હસતાં શોમાં જઈશું અને ખુશી-ખુશી બધું પાર પાડી લઈશું, તો મને લાગે છે કે મજા આવશે. પ્રશ્ન: વાસ્તવિક જીવનમાં તમારો સૌથી મોટો ડર શું હતો? જવાબ: સાચું કહું તો મને સૌથી વધુ ડર કરિયરને લઈને લાગ્યો હતો. જ્યારે 2018ની આસપાસ મેં નોકરી છોડીને ફુલ-ટાઈમ કોમેડી શરૂ કરી, ત્યારે ખૂબ ડર હતો. એક મધ્યમ વર્ગના છોકરા માટે પેશન ફોલો કરવું સરળ નથી હોતું. દરરોજ સવારે ઉઠીને એમ જ લાગતું હતું કે ‘ભાઈ, બધું બરાબર ચાલી રહ્યું છે ને?’ ઘરના લોકો પણ કહેતા હતા કે નોકરી જતી રહેશે, પગાર નહીં આવે, કોમેડીમાં કંઈ નહીં થાય, બધા રસ્તા પર આવી જશું, આ થઈ જશે, તે થઈ જશે, પણ જ્યારથી હું ફેમસ થયો છું, કોઈ રસ્તા પર આવતું નથી. (હસતા હસતા). પ્રશ્ન: પરિવારનું શું રિએક્શન હતું જ્યારે તેને ખબર પડી કે તમે ‘ખતરોં કે ખિલાડી’ કરવા જઈ રહ્યા છો? જવાબ: માએ મારો હાથ પકડીને કહ્યું, રહેવા દે. મેં કહ્યું, કેમ રહેવા દઉં? જોઈએ ત્યાં શું થાય છે. જ્યારે હું મારા શો માટે જાઉં છું, ત્યારે મારી મા કહે છે, ટાઈમ પર આવી જજે. આમાં મમ્મી કહી રહી છે, બેટા આવી જજે (હસતા હસતા). મા પહેલાથી ‘ખતરોં કે ખિલાડી’ જોતી રહી છે. તેથી તેને ખબર છે કે કયો સ્ટંટ કેટલો ખતરનાક હોય છે. ક્યાં પાણી છે, ક્યાં આગ છે અને શું-શું થઈ શકે છે. પ્રશ્ન: શું કોમેડીએ તમને મેન્ટલી સ્ટ્રોંગ બનાવ્યા છે? જવાબ: ચોક્કસ. કોમેડીએ અમને ખૂબ જ મજબૂત બનાવ્યા છે. માનસિક રીતે પણ અને શારીરિક રીતે પણ. આખરે, જીવન પણ એક પ્રકારનો સ્ટંટ જ છે. જો તમે માનસિક રીતે મજબૂત છો, તો મુશ્કેલ વસ્તુઓ પણ સરળ લાગવા માંડે છે. પ્રશ્ન: શોને લઈને તમારી કોમેડી ફ્રેટર્નિટીની શું પ્રતિક્રિયા હતી? જવાબ: મારી ફ્રેટર્નિટીમાં ફક્ત અનુભવ સિંહ બસ્સી જ મારી સાથે વાત કરે છે. બાકીના બધાને કદાચ સારું પણ નહીં લાગતું હોય (હસતા). બસ્સી ભાઈએ પૂછ્યું હતું કે ‘કરી શકીશ?’ મેં કહ્યું- ‘હા ભાઈ, કરી લઈશું.’ તેના કહેવા પર જ મેં થોડી વધારે બોડી પણ બનાવી છે.
Read Original Article →