'હું ત્યાં લગભગ મરી જ ગયો હતો':વિક્રમ ભટ્ટે જેલવાસના દિવસો યાદ કર્યા; 30 કરોડની છેતરપિંડી કેસમાં ડિરેક્ટર અને તેની પત્નીની ધરપકડ થઈ હતી

Entertainment6/7/2026, 11:03:40 AM
'હું ત્યાં લગભગ મરી જ ગયો હતો':વિક્રમ ભટ્ટે જેલવાસના દિવસો યાદ કર્યા; 30 કરોડની છેતરપિંડી કેસમાં ડિરેક્ટર અને તેની પત્નીની ધરપકડ થઈ હતી
ફિલ્મમેકર વિક્રમ ભટ્ટે તાજેતરમાં કથિત છેતરપિંડીના આરોપમાં ઉદયપુર જેલમાં વિતાવેલા 70 દિવસનો અનુભવ શેર કર્યો. વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી પર 30 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો, જેના પછી તેની ધરપકડ કરવામાં આવી. સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યુમાં ભટ્ટે કહ્યું કે, જેલમાં તેનો સમય ખૂબ મુશ્કેલ હતો, પરંતુ ત્યાં તેને તેના સાથી કેદીઓ પાસેથી અપેક્ષા કરતાં વધુ સપોર્ટ મળ્યો. તેણે જણાવ્યું કે, તે 60થી 80 કેદીઓ સાથે એક બેરેકમાં રહેતો હતો. તેના મતે, સાથી કેદીઓ તેનું ખાસ ધ્યાન રાખતા હતા, તેના માટે ભોજન લાવતા હતા અને કપડાંની સંભાળ રાખતા હતા. ભટ્ટે કહ્યું કે, કેદીઓ તેને ‘ભીષ્મ પિતામહ’ કહીને બોલાવતા હતા અને રાત્રે તેની પાસેથી ડરામણી વાર્તાઓ સંભળાવવાની માંગ કરતા હતા. જેલમાં વિક્રમ ભટ્ટને કમળો થઈ ગયો હતો ભટ્ટે જણાવ્યું કે, જેલ દરમિયાન તેની તબિયત વધુ બગડી ગઈ અને તેને કમળો થઈ ગયો. તેણે કહ્યું, 'હું ત્યાં લગભગ મરી જ ગયો હતો. હવે મને ખબર નથી કે ત્યાંની રાજનીતિ શું હતી, કારણ કે મારી સાથે તો લોકો સારા હતા, પરંતુ હું એક ઓટોઇમ્યુન બીમારી, એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસથી પીડિત છું. આને કારણે મારા સાંધા અને સ્નાયુઓમાં દુખાવો રહે છે.' ફિલ્મમેકરે આગળ કહ્યું કે, ‘ડિસેમ્બર-જાન્યુઆરીનો મહિનો હતો અને ખૂબ ઠંડી પડી રહી હતી. હું જે પડખે સૂતો, તે જ બાજુના હિપ બોનમાં દુખાવો થવા લાગતો. બીજે પડખે થતો તો ત્યાં દુખાવો શરૂ થઈ જતો. આ દરમિયાન મને કમળો પણ થઈ ગયો.’ વિક્રમે હોસ્પિટલ લઈ જવામાં વિલંબનો દાવો કર્યો ભટ્ટે દાવો કર્યો કે, તીવ્ર તાવ અને નબળાઈ હોવા છતાં તેને હોસ્પિટલ લઈ જવામાં વિલંબ થયો. તેણે કહ્યું કે, બેરેકના સાથી કેદીઓ તેને પોતાના ધાબળા ઓઢાડીને મદદ કરતા હતા, જ્યારે તે સતત હોસ્પિટલ મોકલવાની માંગ કરી રહ્યો હતો. મુક્તિ પછી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોના ફોન આવ્યા. ભટ્ટે જણાવ્યું કે, મિથુન ચક્રવર્તી અને સંજય દત્તે તેના ખબરઅંતર પૂછ્યા. તેણે કહ્યું કે, સંજય દત્તનો ફોન તેના માટે ખાસ હતો કારણ કે તેણે ક્યારેય સાથે કામ કર્યું ન હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું અક્ષય કુમારે પણ સંપર્ક કર્યો, તો તેણે કહ્યું કે અક્ષય તેનો મિત્ર નથી, તેથી આવી અપેક્ષા નહોતી. ભટ્ટે પોતાના બાળપણના મિત્ર અજય દેવગનનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, અજયનો ફોન આવવો સ્વાભાવિક હતો કારણ કે બંનેનો સંબંધ વર્ષો જૂનો છે. ભટ્ટના મતે, દરેક સંબંધનો સ્વભાવ અલગ હોય છે અને બધા પાસેથી સમાન અપેક્ષા રાખવી યોગ્ય નથી.
Read Original Article →