'જુમાનજી 3'નું શૂટિંગ પૂર્ણ, ડ્વેને શેર કર્યા BTS PHOTOs:કહ્યું- કારકિર્દીનો સૌથી મનોરંજક અને સર્જનાત્મક અનુભવોમાંનો એક રહ્યો

Entertainment4/2/2026, 8:40:16 AM
'જુમાનજી 3'નું શૂટિંગ પૂર્ણ, ડ્વેને શેર કર્યા BTS PHOTOs:કહ્યું- કારકિર્દીનો સૌથી મનોરંજક અને સર્જનાત્મક અનુભવોમાંનો એક રહ્યો
હોલિવૂડ સ્ટાર ડ્વેન જોન્સન, જેને ‘ધ રોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની આગામી ફિલ્મ પૂરી થઈ ગઈ છે. આ ખુશખબર તેમણે પોતાના ચાહકોને પણ આપી છે. એડવેન્ચર ફિલ્મ ‘જુમાનજી 3’ ના સેટ પરથી તેમણે કેટલાક બિહાઇન્ડ ધ સીન્સ ફોટા પણ શેર કર્યા છે, જે ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. ડ્વેને ફોટા પોસ્ટ કરતા લખ્યું કે આ તેમના કરિયરના સૌથી મનોરંજક અને સર્જનાત્મક અનુભવોમાંથી એક રહ્યો છે. તેમણે આખી ટીમ અને કલાકારોની ખૂબ પ્રશંસા કરી અને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી આ ફ્રેન્ચાઇઝી સાથે કામ કરવું તેમના માટે ખૂબ જ ખાસ રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન જેક કાસડન કરી રહ્યા છે, જ્યારે તેને સોની પિક્ચર્સ પ્રોડ્યુસ કરી રહ્યું છે. ‘જુમાનજી’ ફ્રેન્ચાઇઝીની અગાઉની ફિલ્મોને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના પછી ત્રીજા ભાગને લઈને ઉત્સાહ પહેલેથી જ ઊંચો છે. રિલીઝની વાત કરીએ તો, પહેલા આ ફિલ્મ 11 ડિસેમ્બર 2026 ના રોજ આવવાની હતી પરંતુ હવે તેને ક્રિસમસના અવસરે 24 ડિસેમ્બર 2026 માટે શિફ્ટ કરી દેવામાં આવી છે. મેકર્સ આ ફિલ્મને મોટા ફેસ્ટિવ સીઝનમાં રિલીઝ કરીને વધુ દર્શકો સુધી પહોંચાડવા માંગે છે. ફિલ્મમાં ડેની ડેવિટો, નિક જોનાસ, મેરિન હિંકલ, બેબે ન્યુવિર્થ, લેમોર્ન મોરિસ અને રાઇસ ડાર્બી જેવા કલાકારો ફરી એકવાર જોવા મળશે. આ પહેલા ‘જુમાનજી: વેલકમ ટુ ધ જંગલ’ (2017) અને ‘જુમાનજી: ધ નેક્સ્ટ લેવલ’ (2019) એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. જુઓ PHOTOs:
Read Original Article →