41 વર્ષની ઉંમરે મા બની 'TVની વહુ' દિવ્યાંકા ત્રિપાઠી:લગ્નના 10 વર્ષ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો, પોસ્ટ કરી કહ્યું- 'મેરે કરણ-અર્જુન આ ગએ'

Entertainment5/26/2026, 6:52:50 AM
41 વર્ષની ઉંમરે મા બની 'TVની વહુ' દિવ્યાંકા ત્રિપાઠી:લગ્નના 10 વર્ષ બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો, પોસ્ટ કરી કહ્યું- 'મેરે કરણ-અર્જુન આ ગએ'
ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને લાડકી વહુ ‘ઈશિતા’ એટલે કે દિવ્યાંકા ત્રિપાઠીના ઘરે કિલકારી ગુંજી છે. એક્ટ્રેસના પતિ વિવેક દહિયાએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે કે દિવ્યાંકા માતા બની ગઈ છે. લગ્નના લગભગ 10 વર્ષ બાદ સ્ટાર કપલના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો છે. 41 વર્ષની ઉંમરે દિવ્યાંકાએ ટ્વિન્સ દીકરાઓને જન્મ આપ્યો છે, જેને લઈને આખું પરિવાર ખુશીથી ઝૂમી ઉઠ્યું છે. ‘મારા કરણ-અર્જુન આવી ગયા!’ વિવેક દહિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક અત્યંત ક્યૂટ પોસ્ટ શેર કરીને આ ખુશખબર ચાહકોને આપી છે. તેણે બ્લુ કલરના કપડામાં બે બાળકોના કાર્ટૂન વાળી પોસ્ટ શેર કરી, જેના પર લખ્યું હતું- ‘અમે ભગવાન પાસે ખુશીઓ માંગી, ભગવાને કહ્યું- ડબલ લો! અમે જોડિયા બાળકોના માતા-પિતા બની ગયા છીએ.’ પોસ્ટના કેપ્શનમાં વિવેકે લખ્યું- આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો છે... 'ધ બોય્ઝ' આવી ગયા છે! જિંદગી હવે પહેલા કરતા પણ વધુ સુંદર લાગી રહી છે, જે અમે ક્યારેય વિચારી પણ નહોતી. મારા કરણ-અર્જુન આવી ગયા છે. 'દિવ' (દિવ્યાંકા) અને હું પેરેન્ટહુડની આ શાનદાર નવી સફર શરૂ કરી રહ્યા છીએ. અમને આપ સૌના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. 6 મહિના સુધી પ્રેગ્નન્સી છુપાવી રાખી હતી દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાની પ્રેગ્નન્સીના 6 મહિના પૂરા થયા બાદ ફેન્સ સાથે આ ન્યૂઝ શેર કર્યા હતા. તે સમયે જ તેણે જણાવ્યું હતું કે મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં તેની ડિલિવરી થઈ શકે છે. તાજેતરમાં જ દિવ્યાંકાનું શાનદાર બેબી શાવર પણ યોજાયું હતું, જેમાં તેના મિત્રો અને પરિવારે હાજરી આપી હતી. તે દરમિયાન એક્ટ્રેસે પોતાનું મેટરનિટી ફોટોશૂટ પણ શેર કર્યું હતું, જેમાં તેનો ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. જુઓ મેટરનિટી ફોટોશૂટની તસવીરો- 'યે હૈ મોહબ્બતેં'ના સેટ પર શરૂ થઈ હતી લવ સ્ટોરી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્ન 8 જુલાઈ 2016ના રોજ ભોપાલમાં પરંપરાગત રીતિ-રિવાજો સાથે થયા હતા. બંનેની મુલાકાત સુપરહિટ ટીવી સીરિયલ 'યે હૈ મોહબ્બતેં'ના સેટ પર થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે માત્ર ઔપચારિક વાતચીત જ થતી હતી, પરંતુ શોના જ એક કો-એક્ટરે બંનેની જોડી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધીમે-ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના 10 વર્ષ બાદ બે જોડિયા દીકરાઓના આગમનથી હવે દિવ્યાંકા અને વિવેકની લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સથી લઈને ફેન્સ સુધીના તમામ લોકો આ કપલને અભિનંદન આપી રહ્યા છે.
Read Original Article →