દિશા પટાણીનો રૂમર્ડ બોયફ્રેન્ડ પાકિસ્તાની સિંગરને ગળે મળ્યો:તલવિંદરે કેનેડામાં યોજાયેલા કોન્સર્ટમાં હસન રહીમ સાથે સ્ટેજ શેર કર્યું; યુઝર્સે ઠપકો આપ્યો

Entertainment5/14/2026, 12:26:24 PM
દિશા પટાણીનો રૂમર્ડ બોયફ્રેન્ડ પાકિસ્તાની સિંગરને ગળે મળ્યો:તલવિંદરે કેનેડામાં યોજાયેલા કોન્સર્ટમાં હસન રહીમ સાથે સ્ટેજ શેર કર્યું; યુઝર્સે ઠપકો આપ્યો
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટાણીનો રૂમર્ડ બોયફ્રેન્ડ અને સિંગર તલવિંદર હાલમાં પાકિસ્તાની સિંગર સાથે સ્ટેજ શેર કરવાને લઈને વિવાદમાં સપડાયો છે. 'હસન રહીમને મળવાની ઇચ્છા પૂરી થઈ' વાસ્તવમાં પંજાબી સિંગર તલવિંદર કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલા પાકિસ્તાની સિંગર હસન રહીમના લાઇવ કોન્સર્ટમાં પહોંચ્યો હતો અને તેની સાથે સ્ટેજ શેર કર્યું હતું. બાદમાં તલવિંદરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કોન્સર્ટના ફોટો અને વીડિયો શેર કર્યા. તેણે પોસ્ટ પર કેપ્શન લખ્યું, ‘ટોરન્ટોમાં ઇચ્છા પૂરી થઈ, હસન રહીમ સાથે.’ વીડિયોમાં બંને સ્ટેજ પર એકસાથે ગાતા, ગળે મળતા અને ડાન્સ કરતા જોવા મળ્યા. પાકિસ્તાની સિંગરે તલવિંદર સાથેના ફોટો શેર કર્યા પાકિસ્તાની સિંગર હસન રહીમે પણ ઇન્સ્ટાગ્રામ પર તલવિંદર સાથેના ફોટો અને વીડિયો શેર કર્યા. તેણે કેપ્શનમાં લખ્યું, 'તલવિંદર, હું ઇચ્છું છું કે તારી દરેક ઇચ્છા પૂરી થાય. DKPમાં લેજેન્ડરી લિંકઅપ.' યુઝર્સે તલવિંદરને ટ્રોલ કર્યો આ પોસ્ટ પછી કેટલાક યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પોતાની નારાજગી વ્યક્ત કરી. કેટલાકે લખ્યું કે, 'તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આવી હાજરી ખોટી હતી.' એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'મેં વિચાર્યું નહોતું ભાઈ કે આ લોકો આપણા દેશની સેનાની મજાક ઉડાવનારાઓ સાથે સ્ટેજ શો કરશે.' નોંધનીય છે કે, ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં વધુ તણાવ વધ્યો છે. આ પછી 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ' (FWICE) જેવી સંસ્થાએ સૂચના અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને પાકિસ્તાની કલાકારો, સિંગર્સ અને ટેકનિશિયનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તલવિંદરને ‘પલ પલ’ ગીતથી ઓળખ મળી હતી તલવિંદરનું અસલી નામ તલવિંદર સિંહ સિદ્ધુ છે. તેને તેના ગીત ‘પલ પલ’થી ઓળખ મળી. થોડા મહિના પહેલા તેનું નામ એક્ટ્રેસ દિશા પટણી સાથે જોડાયું હતું. બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે. તલવિંદરે દિશા સાથેના કથિત સંબંધો વિશે 'હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમારી મુલાકાત લગ્ન (નૂપુર સેનનના લગ્ન) પહેલાં જ થઈ હતી અને અચાનક મળેલી આટલી બધી ચર્ચાએ અમને આશ્ચર્યચકિત કરી દીધા. અમે ન તો કોઈ દબાણમાં આવવા માંગીએ છીએ અને ન તો અફવાઓ પર ધ્યાન આપવા માંગીએ છીએ. અમે હજી પોતાને સમજવાની અને એકબીજાને જાણવાની પ્રક્રિયામાં છીએ. હું બસ એટલું જ કહેવા માંગીશ કે, જો લોકો અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરશે તો હું તેમને અફવા જ રહેવા દઈશ. જ્યારે તલવિંદરને પૂછવામાં આવ્યું હતું કે શું તે પ્રેમ અને સંબંધો વિશે વિચારે છે, તો તેણે જવાબ આપ્યો, ‘હું દરરોજ પ્રેમમાં પડી જાઉં છું. હું હજી પણ પ્રેમમાં પડી રહ્યો છું.’
Read Original Article →