અનિતા અડવાણીની અપીલ હાઈકોર્ટ દ્વારા રદ:રાજેશ ખન્ના સાથેના સંબંધને લગ્ન માનવાનો ઇનકાર; ડિમ્પલ કપાડિયા અને અક્ષય કુમારને 14 વર્ષે રાહત મળી

Entertainment4/2/2026, 8:34:03 AM
અનિતા અડવાણીની અપીલ હાઈકોર્ટ દ્વારા રદ:રાજેશ ખન્ના સાથેના સંબંધને લગ્ન માનવાનો ઇનકાર; ડિમ્પલ કપાડિયા અને અક્ષય કુમારને 14 વર્ષે રાહત મળી
બોમ્બે હાઈકોર્ટે બુધવારે એક્ટ્રેસ અનિતા અડવાણીની તે અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે દિવંગત એક્ટર રાજેશ ખન્ના સાથેના તેમના સંબંધોને લગ્ન તરીકે માન્યતા આપવાની માંગ કરી હતી. જસ્ટિસ શર્મિલા દેશમુખે દિન્ડોશી કોર્ટના જૂના નિર્ણયને યથાવત રાખીને આ આદેશ સંભળાવ્યો હતો. આ નિર્ણય સાથે રાજેશ ખન્નાના પરિવાર એટલે કે ડિમ્પલ કાપડિયા, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને કાયદાકીય રાહત મળી છે. અનિતા અડવાણીએ જાહેરમાં દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એક્ટરના પાર્ટનર રહ્યા હતા. તેમણે સંપત્તિમાં હિસ્સેદારી અને રહેવા માટે ઘરની માંગ કરી હતી. દિંડોશી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો અનીતા અડવાણીએ મુંબઈની દિંડોશીની એક સિવિલ કોર્ટના 2017ના નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે સમયે દિંડોશી કોર્ટે ટેકનિકલ આધાર પર અનીતાના સિવિલ સૂટને ફગાવી દીધો હતો. બુધવારે હાઈકોર્ટે અનીતાના વકીલ અને ડિમ્પલ કપાડિયા તથા અક્ષય કુમારના વકીલોની લાંબી દલીલો સાંભળ્યા બાદ કહ્યું કે, પ્રથમ અપીલને ફગાવી દેવામાં આવે છે. 2012થી ચાલી રહી છે કાનૂની લડાઈ રાજેશ ખન્નાના નિધન બાદ વર્ષ 2012થી જ અનીતા અડવાણી અને ખન્ના પરિવાર વચ્ચે ઘણા અદાલતી કેસ ચાલી રહ્યા છે. અનીતાએ દાવો કર્યો હતો કે તે સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે તેમના બાંદ્રા સ્થિત બંગલા 'આશીર્વાદ'માં લિવ-ઇન રિલેશનશિપમાં હતી. તેમણે ડિમ્પલ કપાડિયા, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ પણ દાખલ કરાવ્યો હતો. અનીતાનો આરોપ હતો કે રાજેશ ખન્નાના મૃત્યુ પછી તેમને બંગલામાંથી બળજબરીપૂર્વક બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું - આ સંબંધ લગ્ન જેવો નથી આ પહેલા વર્ષ 2015માં પણ બોમ્બે હાઈકોર્ટે ડિમ્પલ કપાડિયા અને તેમના પરિવાર વિરુદ્ધ ચાલી રહેલી ઘરેલું હિંસાની કાર્યવાહી રદ કરી દીધી હતી. ત્યારે કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે અનીતા અડવાણી અને રાજેશ ખન્નાનો સંબંધ ઘરેલું હિંસા કાયદો, 2005 હેઠળ 'લગ્નની પ્રકૃતિ' વાળો ન હતો. આ જ ટિપ્પણીને આધાર બનાવીને હવે તેમની લગ્નની માન્યતાવાળી અપીલ પણ ફગાવી દેવામાં આવી છે. બંગલા 'આશીર્વાદ' થી શરૂ થયેલો વિવાદ રાજેશ ખન્નાનું નિધન જુલાઈ 2012 માં થયું હતું. તેમના મૃત્યુના તરત જ બાદ અનિતા અડવાણીએ જાહેરમાં દાવો કર્યો હતો કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી એક્ટરના સાથી રહ્યા છે. તેમણે સંપત્તિમાં હિસ્સેદારી અને રહેવા માટે ઘરની માંગ કરી હતી. જોકે, ખન્ના પરિવારે હંમેશા આ દાવાઓને નકાર્યા. વિવાદોના કેન્દ્રમાં રહેલો બંગલો 'આશીર્વાદ' બાદમાં વેચી દેવામાં આવ્યો હતો, પરંતુ કાનૂની લડાઈ છેલ્લા 14 વર્ષથી ચાલુ હતી.
Read Original Article →