દિલજીત દોસાંઝને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની ધમકી:કહ્યું, 'હજુ ઝંડા દેખાડ્યા છે, ડંડા બાકી છે, તારો ઘમંડ જ તને ભારે પડશે'; સિંગરે ખાલિસ્તાનીઓનો ઉધડો લીધો હતો

Entertainment5/6/2026, 12:37:08 PM
દિલજીત દોસાંઝને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની ધમકી:કહ્યું, 'હજુ ઝંડા દેખાડ્યા છે, ડંડા બાકી છે, તારો ઘમંડ જ તને ભારે પડશે'; સિંગરે ખાલિસ્તાનીઓનો ઉધડો લીધો હતો
બોલિવૂડ સિંગર દિલજીત દોસાંઝનો વર્લ્ડ ટૂર ઓરા-2026 વિવાદોમાં આવી ગયો છે. કેનેડામાં સતત ખાલિસ્તાન સમર્થકો દિલજીત દોસાંઝના લાઇવ કોન્સર્ટમાં વિરોધ કરી રહ્યા છે. દિલજીત પણ શો દરમિયાન જ ખાલિસ્તાન સમર્થકોને જવાબ આપી રહ્યો છે. આતંકવાદી પન્નુએ વીડિયો જાહેર કરી ધમકી આપી હવે શીખ ફોર જસ્ટિસના પ્રમુખ અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ દિલજીતને ધમકી આપી છે અને કહ્યું છે કે, 'કેનેડામાં તારો વિરોધ થઈ રહ્યો છે અને જ્યારે અમેરિકા આવીશ, ત્યારે અહીં પણ વિરોધ કરવામાં આવશે.' આતંકવાદી પન્નુએ વીડિયો મેસેજ જાહેર કરીને દિલજીત દોસાંઝને ધમકી આપી છે. દિલજીત દોસાંઝના 'મેરા ભારત મહાન' કહેવા અને અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરવા પર આતંકવાદી પન્નુને વાંધો છે. પન્નુએ દિલજીતને અહંકારી કહ્યો અને કહ્યું કે, 'તારો આ ઘમંડ જ તારો દુશ્મન છે.' પન્નુએ કહ્યું કે, 'દિલજીત દોસાંઝનો અંતરાત્મા મરી ચૂક્યો છે.' આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ દિલજીત દોસાંઝ માટે કહી આ બે મહત્વની વાતો.. 1. 'હજુ ફક્ત ઝંડા દેખાયા છે ડંડો નહીં, તારું અભિમાન જ તને લઈ ડૂબશે' દિલજીતે શો દરમિયાન ઉપદ્રવ મચાવનારા ખાલિસ્તાન સમર્થકોને બહાર કાઢવાની વાત કહી હતી, જેના પર આતંકવાદી પન્નુ ગુસ્સે થઈ ગયો. તેણે દિલજીત દોસાંઝને ધમકી આપતા કહ્યું કે, 'જે ખાલિસ્તાનના ઝંડા લઈને ખાલિસ્તાન સમર્થકો આવ્યા હતા, તેમને તેં તારા અહંકારમાં 'બહાર કાઢો' કહ્યું. યાદ રાખજે, તે ઝંડાઓમાં હજુ ફક્ત કપડું હતું, ડંડો નહીં. હજુ તારા શો કેનેડા અને અમેરિકામાં થવાના છે. સમય કહેશે કે તારું આ ઘમંડ અને અહંકાર જ તારો સૌથી મોટો દુશ્મન બની ચૂક્યો છે. આના નીચે જ તને દબાવવામાં આવશે.' 2. અમિતાભ બચ્ચનને પગે લાગવા પર પ્રશ્નો ઉઠાવ્યા આતંકવાદી પન્નુએ દિલજીત દોસાંઝને 'ભારતીય દોસાંઝ' કહીને સંબોધ્યો. પન્નુએ જૂની વાતોને યાદ કરતા કહ્યું કે, 'દિલજીતનું ઝમીર (અંતરાત્મા) તે જ દિવસે મરી ગયું હતું, જે દિવસે તેણે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ્યા હતા.' પન્નુનો તર્ક છે કે, '1984ના રમખાણો દરમિયાન અમિતાભ બચ્ચને કથિત રીતે ભડકાઉ નારા લગાવ્યા હતા.' પન્નુએ વીડિયોમાં કહ્યું, 'દોસાંઝનો ભારત મહાન! એ જ ભારત જેણે દરબાર સાહિબ પર હુમલો કર્યો અને શીખોનો નરસંહાર કર્યો.' આતંકવાદી પન્નુએ દિલજીતને ચેતવણી આપતા કહ્યું કે, 'હજુ તો માત્ર ખાલિસ્તાની ઝંડા દેખાયા છે, અમેરિકા અને કેનેડાના આગામી શોમાં તેનું ઘમંડ તેને ભારે પડશે.' જાણો શું છે આખો વિવાદ... દિલજીતને લઈને પહેલા પણ વિવાદ થયો હતો 1. અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કરવા પર વિવાદ: વર્ષ 2025નો સૌથી મોટો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે દિલજીત દોસાંઝ 'કૌન બનેગા કરોડપતિ' (KBC)ના સેટ પર પહોંચ્યો. અહીં તેણે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. આતંકવાદી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ' (SFJ) અને ગુરપતવંત સિંહ પન્નુએ તેની સખત નિંદા કરી. આરોપ લગાવ્યો કે, દિલજીત એવા લોકોનું સન્માન કરી રહ્યા છે, જેમનું નામ 1984ના શીખ રમખાણો દરમિયાન વિવાદોમાં આવ્યું હતું. ત્યારબાદથી જ પન્નુએ દિલજીતને 'ટાર્ગેટ' કરવાનું શરૂ કર્યું. 2. 'ભારતના પોસ્ટર બોય' હોવાનો આરોપ: 2025ના પ્રવાસ દરમિયાન ઘણા કટ્ટરપંથી સંગઠનોએ સોશિયલ મીડિયા પર દિલજીત વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. તેને "ભારત સરકારના એજન્ટ" અને "ભાજપ-આરએસએસના સમર્થક" કહેવામાં આવ્યો. સંગઠનોનો આરોપ હતો કે, દિલજીત પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ વિદેશોમાં ભારત સરકારની છબી સુધારવા અને શીખ સમુદાય વચ્ચે કેન્દ્ર સરકારની પકડ બનાવવા માટે કરી રહ્યો છે. 3. ત્રિરંગા અને રાષ્ટ્રવાદને લઈને વિવાદ: છેલ્લા પ્રવાસના કેટલાક શો દરમિયાન દિલજીતે ગર્વભેર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો અને ગર્વ વ્યક્ત કર્યો. ખાલિસ્તાન સમર્થકોએ તેને "શીખ વિરોધી" કૃત્ય ગણાવવાનો પ્રયાસ કર્યો. તેમણે દલીલ કરી કે દિલજીતે ફક્ત પંજાબી ઓળખને પ્રોત્સાહન આપવું જોઈએ, ભારતીય રાષ્ટ્રવાદને નહીં. 4. સિડની અને મેલબોર્ન શો દરમિયાન સૂત્રોચ્ચાર: 2025ના અંતમાં જ્યારે દિલજીત ઓસ્ટ્રેલિયામાં પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે સ્ટેડિયમની બહાર કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડા લઈને પ્રદર્શન કર્યું હતું. 5. સોશિયલ મીડિયા વોર અને ધમકીઓ: દુનિયાના ઘણા મોટા દેશોમાં ચાલી રહેલા 'ઓરા' ટૂર દરમિયાન પન્નુએ ઘણા વીડિયો જાહેર કર્યા. આ વીડિયોમાં દિલજીતને ચેતવણી આપવામાં આવી હતી કે તે "ભારતના એજન્ડા"ને આગળ વધારવાનું બંધ કરે, નહીં તો તેમના ગ્લોબલ શોમાં ખલેલ પહોંચાડવામાં આવશે.
Read Original Article →