દિલજીત દોસાંઝ પંજાબનો 'થલાપતિ વિજય' બનશે?:સિંગરના રાજકારણમાં પ્રવેશવાની ચર્ચાઓ તેજ; ચૂંટણી લડવા અંગે દિલજીતનો ખુલાસો
સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ પંજાબના રાજકારણમાં પ્રવેશ કરશે, તેવી ચર્ચાઓએ છેલ્લા ઘણા સમયથી જોર પકડ્યું છે. હવે દિલજીતે સોશિયલ મીડિયા મારફતે આ ચર્ચાઓ પર સ્પષ્ટતા કરી છે. ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હવે તેણે આ સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. દિલજીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું, 'ક્યારેય નહીં, મારું કામ મનોરંજન પૂરું પાડવાનું છે. હું મારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ ખુશ છું. તમારો ખૂબ ખૂબ આભાર.' યુઝર્સે દિલજીતને બીજો 'થલાપતિ વિજય' ગણાવ્યો તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલજીતને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. તેનું કારણ એ હતું કે તે સતત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પંજાબ અને પંજાબી સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો જોવા મળી રહ્યો છે. ઘણા યુઝર્સ તેને પંજાબનો નવો અવાજ અને સંભવિત રાજકીય ચહેરો ગણાવવા લાગ્યા હતા. દિલજીત દોસાંઝને બીજો 'થલાપતિ વિજય' કહેવા લાગ્યા. જોકે, દિલજીતે પોતાની પોસ્ટ દ્વારા સ્પષ્ટ કરી દીધું કે, તે રાજકારણથી દૂર જ રહેવા માંગે છે. તેણે એ પણ સંકેત આપ્યો કે, તેનું સંપૂર્ણ ધ્યાન પોતાના કામ અને ચાહકોનું મનોરંજન કરવા પર છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિલજીત દોસાંઝ છેલ્લે સની દેઓલ, વરુણ ધવન સ્ટારર ફિલ્મ 'બોર્ડર 2'માં જોવા મળ્યો હતો. હાલમાં તે વર્લ્ડ ટૂર ઓરા-2026માં વ્યસ્ત છે. , દિલજીત દોસાંઝ સંબંધિત આ સમાચાર પણ વાંચો- દિલજીત દોસાંઝને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની ધમકી:કહ્યું, 'હજુ ઝંડા દેખાડ્યા છે, ડંડા બાકી છે, તારો ઘમંડ જ તને ભારે પડશે'; સિંગરે ખાલિસ્તાનીઓનો ઉધડો લીધો હતો દિલજીત દોસાંઝનો વર્લ્ડ ટૂર ઓરા-2026 વિવાદોમાં આવી ગયો છે. કેનેડામાં સતત ખાલિસ્તાન સમર્થકો દિલજીત દોસાંઝના લાઇવ કોન્સર્ટમાં વિરોધ કરી રહ્યા છે. દિલજીત પણ શો દરમિયાન જ ખાલિસ્તાન સમર્થકોને જવાબ આપી રહ્યો છે. હવે શીખ ફોર જસ્ટિસના પ્રમુખ અને આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ દિલજીતને ધમકી આપી છે અને કહ્યું છે કે, 'કેનેડામાં તારો વિરોધ થઈ રહ્યો છે અને જ્યારે અમેરિકા આવીશ, ત્યારે અહીં પણ વિરોધ કરવામાં આવશે.' સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →