દિલજીત દોસાંઝે પહેલીવાર માતાનો ચહેરો બતાવ્યો:કેનેડામાં લાખો ચાહકોએ મોબાઈલ ટોર્ચના અજવાળે સ્વાગત કર્યું, મા-દીકરાનો પ્રેમ જોઈ પ્રેક્ષકો ભાવુક
દિલજીત દોસાંઝે પોતાના સૂરિલા અવાજથી લાખો લોકાના દિલ જીતી લીધા છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના લાઇફની અપડેટ આપતો રહે છે, પણ પોતાના માતા-પિતા કે પરિવાર વિશે વધુ માહિતી શેર કરતો નથી. જોકે, તાજેતરમાં કેનેડામાં યોજાયેલા શોમાં દિલજીત પહેલીવાર સાર્વજનિક રૂપે માતા સુખવિંદર કૌરને સ્ટેજ પર લાવ્યો અને દુનિયાને જણાવ્યું કે, 'આ મારી માતા છે.' 'માતાના કારણે આજે આ મુકામ પર છું' દિલજીત દોસાંઝ માતાને હાથ પકડીને સ્ટેજ પર લાવ્યો અને કહ્યું કે, 'હું આજે જે મુકામ પર છું તે મારી માતાને કારણે છું.' ફેમિલી લાઇફને હંમેશા ગુપ્ત રાખનારા દિલજીત દોસાંઝ જેવી જ માતાને સ્ટેજ પર લાવ્યા, ઓડિયન્સમાં હરખનો પાર ન રહ્યો. પ્રેક્ષકોએ આ ઘટનાને વધાવી લીધી. દિલજીતના માતાએ તેને સ્ટેજ પર જ ગળે લગાવ્યો. દિલજીતે માતા સાથે હાથ મિલાવ્યો. માતાને ગળે લગાવ્યા અને આશીર્વાદ માંગ્યા. દિલજીતની માતાએ દીકરાની પીઠ થપથપાવી અને પછી ચાલ્યા ગયા. ઇવેન્ટની તસવીરો જુઓ… કેનેડાના વેનકુવરમાં હતો દિલજીતનો શો
પોતાના કેનેડા ટૂર દરમિયાન દિલજીતનો કેનેડામાં 23 એપ્રિલે પહેલો શો હતો. આ શો 23 એપ્રિલની રાત્રે હતો. આ દરમિયાન લાખોની સંખ્યામાં ચાહકો શોમાં પહોંચ્યા હતા. જેવો દિલજીતે સ્ટેજ પર પોતાની માતાનો ચહેરો બતાવ્યો કે, તરત જ સ્ટેજની લાઇટ બંધ કરી દેવામાં આવી. આનાથી લોકોએ મોબાઇલની ટોર્ચ ઓન કરીને દિલજીતની માતાનું સ્વાગત કર્યું. ‘ગૉટ’ અને ‘લવર’ જેવા પોતાના સુપરહિટ ગીતો પર પરફોર્મન્સ આપ્યું
વેનકુવરના બીસી પ્લેસ સ્ટેડિયમમાં દિલજીતે પોતાના શોથી નવો ઇતિહાસ રચ્યો. હાઉસફુલ સ્ટેડિયમમાં લગભગ 50 હજારથી વધુ દર્શકોની વચ્ચે દિલજીતે ‘ગૉટ’ અને ‘લવર’ જેવા પોતાના સુપરહિટ ગીતો પર પરફોર્મન્સ આપ્યું. આનાથી આખું વેનકુવર ઝૂમી ઉઠ્યું. અત્યાધુનિક સ્ટેજ લાઇટિંગ અને દિલજીતની સિગ્નેચર સ્ટાઇલે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. વેનકુવરની આ ઐતિહાસિક સફળતા પછી હવે આ ટૂર કેલગરી અને ટોરોન્ટો જેવા શહેરો તરફ આગળ વધશે, જેને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Read Original Article →