'ધુરંધર'ના પ્રોડક્શન ડિઝાઈનર પર દુષ્કર્મનો આરોપ!:પીડિતાએ કહ્યું- મીટિંગનું બહાનું કરી 5-સ્ટાર હોટલમાં બોલાવી, બળજબરીથી દારૂ પીવડાવીને મારઝૂડ કરી

Entertainment5/26/2026, 5:15:55 AM
'ધુરંધર'ના પ્રોડક્શન ડિઝાઈનર પર દુષ્કર્મનો આરોપ!:પીડિતાએ કહ્યું- મીટિંગનું બહાનું કરી 5-સ્ટાર હોટલમાં બોલાવી, બળજબરીથી દારૂ પીવડાવીને મારઝૂડ કરી
બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ના પ્રોડક્શન ડિઝાઈનર સૈની એસ. જોહરે સામે ચંદીગઢમાં દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પીડિત યુવતીનો આરોપ છે કે આરોપી ફાઇવ સ્ટાર હોટલમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું, મારપીટ કરી અને ખોટી રીતે બંધક બનાવી રાખવા જેવી હરકતો કરી. ચંદીગઢ પોલીસે સેક્ટર-17 પોલીસ સ્ટેશનમાં યુવતીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં યુવતીએ એવો પણ આરોપ કર્યો કે- ડ્રિંકમાં શંકાસ્પદ નશીલો પદાર્થ ભેળવવામાં આવ્યો હતો, જેના પછી તેની હાલત બગડી ગઈ હતી. પોલીસે તપાસ પછી 21 એપ્રિલ 2026 ના રોજ FIR નોંધી હતી, પરંતુ તેનો ખુલાસો સોમવારે મોડી સાંજે થયો છે. માહિતી અનુસાર, FIR પછી સેક્ટર-17ની પોલીસે આરોપી પ્રોડક્શન ડિઝાઇનરની ધરપકડ પણ કરી હતી, પરંતુ તેને જિલ્લા અદાલતમાંથી જામીન મળી ગયા છે. આરોપી મુંબઈનો રહેવાસી પોલીસ રેકોર્ડ મુજબ, યુવતીએ 20 એપ્રિલે સેક્ટર-17 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તપાસ દરમિયાન ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 74, 79, 123 અને 126(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદમાં આરોપીનું સરનામું મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત ઓબેરોય સ્પ્રિંગ બિલ્ડિંગ છે. પ્રોડક્શન ડિઝાઇનર સૈની એસ. જોહરે ‘ધુરંધર’ ફિલ્મના ભવ્ય સેટમાં થાઈલેન્ડમાં પાકિસ્તાનનું લિયારી ટાઉન બનાવવાથી ચર્ચામાં આવ્યા. યુવતીએ ફરિયાદમાં શું કહ્યું છે? 'ધુરંધર' ફિલ્મ ફ્રેન્ચાઇઝી વિશે જાણો આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ‘ધુરંધર 2’ ફિલ્મોની ફ્રેન્ચાઇઝી છે. તેની સિક્વલ ‘ધુરંધર: ધ રિવેન્જ’ નામથી રિલીઝ થઇ. આ ભારતીય જાસૂસ પર આધારિત એક્શન-થ્રિલર ફિલ્મ છે. તેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને સારા અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. આ ફ્રેન્ચાઇઝીએ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચતા કુલ મળીને દુનિયાભરમાં 3,200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફ્રેન્ચાઇઝીની બંને ફિલ્મોએ દેશ અને વિદેશમાં કમાણીના ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. ॰॰॰॰॰॰॰ આ સમાચાર પણ વાંચો… 'ધુરંધર' ફેમ નદીમ ખાનની દુષ્કર્મ કેસમાં ધરપકડ:રહેમાન ડકૈતના રસોઈયાએ નોકરાણી પર નજર બગાડી, લગ્નની લાલચે 10 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ 'ધુરંધર' ફેમ એક્ટર નદીમ ખાનની નોકરાણી સાથેના દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 41 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી.મહિલાનો આરોપ છે કે, એક્ટરે લગ્નની લાલચ આપીને તેની સાથે વર્ષો સુધી શારીરિક સંબંધો બાંધ્યા. જ્યારે એક્ટરે લગ્ન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. વાંચો પૂરા સમાચાર…
Read Original Article →