પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત...!:'ધુરંધર'ના પ્રોડ્યુસરનો મોટો ખુલાસો, કહ્યું- 'સફર હજુ પૂરી નથી થઈ, વર્ષના અંતમાં સરપ્રાઇઝ મળશે'
'ધુરંધર' અને 'ધુરંધર: ધ રિવેન્જ'એ ન માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર, પરંતુ વર્લ્ડવાઇડ અનેક રેકોર્ડ્સ સર્જ્યા છે. બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝ આપ્યા બાદ ‘ધુરંધર’ ડિરેક્ટર આદિત્ય ધર તેની આગામી મોટી ફિલ્મની તૈયારીમાં છે. તેવામાં ફિલ્મના કૉ-પ્રોડ્યુસર જ્યોતિ દેશપાંડેએ પુષ્ટિ કરી છે કે, 'ધુરંધર'ની સફર પૂરી નથી થઈ, આ વર્ષના અંતમાં ચાહકોને એક મોટું સરપ્રાઈઝ મળવાનું છે. પ્રોડ્યુસરના ખુલાસા બાદથી અટકળો લગાવવામાં આવી રહી છે કે, શું 'ધુરંધર 3'માં રણવીર સિંહ અને આદિત્ય ધરની જોડી ફરી જોવા મળશે? કે પછી આ યુનિવર્સને કોઈ નવી વાર્તા સાથે આગળ વધારવામાં આવશે? રણવીર સિંહ અભિનીત આ ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર 3000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વર્ષના અંતમાં થશે મોટી જાહેરાત જિયો સ્ટુડિયોઝના જ્યોતિ દેશપાંડેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે 'ધુરંધર'ની સફર હજુ પૂરી થઈ નથી. તેમણે કહ્યું, 'અમે હજુ 'ધુરંધર' સાથે અટક્યા નથી. આશા છે કે આ વર્ષના અંતમાં દર્શકો માટે અમારી પાસે એક સરપ્રાઈઝ હશે. અમે કંઈક નવું પ્લાન કરી રહ્યા છીએ.' ‘ધુરંધર-2’ વિશ્વમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની 'ધુરંધર 2' વિશ્વભરમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે વિશ્વભરમાં 1,788.32 કરોડ રૂપિયાની કમાણી કરી. ‘ધુરંધર 2’એ ‘બાહુબલી 2’ને પાછળ છોડી દીધી, જેણે 1,788.06 કરોડ રૂપિયા કમાયા હતા. હવે તે ફક્ત આમીર ખાનની 'દંગલ' (₹2070 કરોડ)થી પાછળ છે. ફિલ્મની રિલીઝના 45માં દિવસે કુલ ભારત નેટ કલેક્શન 1,138.54 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું, જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 1,362.57 કરોડ રૂપિયા થઈ ગયું હતું. ગ્રોસ કલેક્શન ટિકિટમાંથી કુલ કમાણી અને નેટ કલેક્શન ટેક્સ પછીની કમાણી હોય છે. ઓવરસીઝમાં ફિલ્મનું કુલ કલેક્શન હવે 425.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે, ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 1,788.32 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. આદિત્ય પરિવાર સાથે સમય વિતાવવામાં વ્યસ્ત ફિલ્મની સતત બે મોટી સફળતાઓ પછી આદિત્ય ધર હાલમાં કામ પરથી બ્રેક પર છે. જ્યોતિ દેશપાંડેએ તેમના વિશે જણાવ્યું કે, 'આદિત્ય હાલમાં પોતાના દીકરા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. શૂટિંગના વ્યસ્ત શેડ્યૂલને કારણે તેઓ પરિવારને વધુ સમય આપી શક્યા ન હતા.' જ્યોતિએ જણાવ્યું, 'આદિત્ય હાલમાં શાંતિમાં છે, તેઓ ગાયો અને પ્રકૃતિ વચ્ચે સમય વિતાવી રહ્યા છે, પરંતુ મને ખબર છે કે તેમનું મગજ સતત નવા વિચારો પર કામ કરી રહ્યું છે.' આ 3 મોટા પ્રોજેક્ટ્સ પર નજર ચર્ચા છે કે આદિત્ય ધર પાસે હાલમાં ત્રણ મોટા પાયાના પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે. આમાં રણવીર સિંહ સાથે 'ચંદ્રગુપ્ત મૌર્ય' પર આધારિત એક ઐતિહાસિક ફિલ્મ, લાંબા સમયથી અટકેલી 'ધ ઇમોર્ટલ અશ્વત્થામા' અને એક હાઈ-વોલ્ટેજ સ્પોર્ટ્સ ડ્રામાનો સમાવેશ થાય છે. જોકે, 'ધુરંધર'ની જબરદસ્ત સફળતાને જોતા મેકર્સ આ ફ્રેન્ચાઇઝીને જ પ્રાધાન્ય આપી શકે છે.
Read Original Article →