'ધુરંધર 2'એ 'બાહુબલી 2'ને પછાડી!:વિશ્વમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની, આમિર ખાનની 'દંગલ' હજુ પણ મોખરે
'ધુરંધર 2' વિશ્વભરમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ. ફિલ્મે વિશ્વભરમાં 1,788.32 કરોડ રૂપિયાની કમાણી કરી. ‘ધુરંધર 2’એ ‘બાહુબલી 2’ને પાછળ છોડી દીધી, જેણે 1,788.06 કરોડ રૂપિયા કમાયા હતા. હવે તે ફક્ત આમીર ખાનની 'દંગલ' (₹2070 કરોડ)થી પાછળ છે. રિલીઝના 45મા દિવસે ભારતમાં ₹2.77 કરોડ કમાયા ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મે રિલીઝના 45મા દિવસે ભારતમાં ₹2.77 કરોડનું નેટ કલેક્શન કર્યું. ફિલ્મનું કુલ ભારત નેટ કલેક્શન હવે 1,138.54 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, જ્યારે ભારતમાં તેનું ગ્રોસ કલેક્શન 1,362.57 કરોડ રૂપિયા થઈ ગયું. ગ્રોસ કલેક્શન ટિકિટમાંથી કુલ કમાણી અને નેટ કલેક્શન ટેક્સ પછીની કમાણી હોય છે. ઓવરસીઝમાં ફિલ્મનું કુલ કલેક્શન હવે 425.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે, ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 1,788.32 કરોડ રૂપિયા થઈ ચૂક્યું છે. 'ધુરંધર'ને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો 'ધુરંધર'ના પહેલા પાર્ટે ભારત અને આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને દુનિયાભરમાં લગભગ 1,307 કરોડ રૂપિયા કમાયા. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન 1,005.85 કરોડ રૂપિયા રહ્યુ, જ્યારે નેટ કલેક્શન લગભગ 840 કરોડ રૂપિયા થયું. વિદેશી બજારોમાં પણ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઓવરસીઝમાં તેણે લગભગ 299.5 કરોડ રૂપિયા કમાયા. અમેરિકા અને કેનેડામાં 193.06 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને 'બાહુબલી 2'નો રેકોર્ડ પણ તોડ્યો.
Read Original Article →