'ધુરંધર 2'ની આંધી વચ્ચે 'ડકૈત'નો ધડાકો:પહેલાં જ દિવસે ₹15 કરોડ કમાયા; રણવીર સિંહની ફિલ્મે 23માં દિવસે ₹10.03 કરોડની કમાણી કરી
રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર 2’એ શુક્રવારે વિશ્વભરમાં ₹10.03 કરોડની કમાણી કરી. જ્યારે, સાઉથ એક્ટર અદિવિ શેષ અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'ડકૈતઃ એક પ્રેમ કથા'એ શુક્રવારે એટલે કે રિલીઝના પહેલા દિવસે વિશ્વભરમાં ₹15 કરોડથી વધુની કમાણી કરી. જે પછી આ ફિલ્મ હિન્દી અને તેલુગુ માર્કેટમાં અદિવિ શેષની સૌથી મોટી ઓપનિંગ બની ગઈ. 'ડકૈતઃ એક પ્રેમ કથા'ને શાનદાર ઓપનિંગ મળ્યું ફિલ્મે પહેલા દિવસે ₹15 કરોડથી વધુનું કલેક્શન કર્યા પછી 'ડકૈતઃ એક પ્રેમ કથા'ને બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત મળી છે. નોંધનીય છે કે, ફિલ્મમાં અદિવિ શેષ અને મૃણાલ ઠાકુર ઉપરાંત અનુરાગ કશ્યપ, પ્રકાશ રાજ, અતુલ કુલકર્ણી અને જૈન મેરી ખાન સહિત અન્ય કલાકારો પણ છે. ફિલ્મના મ્યુઝિક અને વર્ડ ઓફ માઉથને તેના શરૂઆતી કલેક્શનનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હવે શનિવાર અને રવિવારે વીકએન્ડમાં કલેક્શન વધુ વધી શકે છે. ‘ધુરંધર 2’નું કુલ કલેક્શન 1671 કરોડને પાર બીજી તરફ, ‘ધુરંધર 2’ એ રિલીઝના 23મા દિવસે (ચોથા શુક્રવારે) ₹6.70 કરોડનું ઇન્ડિયા નેટ કલેક્શન કર્યું. ટ્રેડ વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મનું કુલ ઇન્ડિયા ગ્રોસ ₹1,263.26 કરોડ અને નેટ ₹1,055.12 કરોડ થઈ ગયું છે. ઓવરસીઝમાં 23મા દિવસે ₹2.00 કરોડ ઉમેરતા કુલ ₹408.00 કરોડનું કલેક્શન થયું. આ સાથે ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ ₹1,671.26 કરોડ પહોંચી ગયું છે. ભાષા પ્રમાણે 23મા દિવસે હિન્દીમાંથી ₹6.50 કરોડ, તમિલ ₹0.07 કરોડ, તેલુગુ ₹0.09 કરોડ, કન્નડ ₹0.03 કરોડ અને મલયાલમ ₹0.01 કરોડની કમાણી થઈ.
Read Original Article →