'કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ બંધ કરવું મૂર્ખામી છે':કોમેડિયન વીર દાસે આંદોલનને વાજબી ગણાવ્યું, કહ્યું- 'યુવાનોની ભાવના વાસ્તવિક છે'

Entertainment5/23/2026, 1:31:09 PM
'કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ બંધ કરવું મૂર્ખામી છે':કોમેડિયન વીર દાસે આંદોલનને વાજબી ગણાવ્યું, કહ્યું- 'યુવાનોની ભાવના વાસ્તવિક છે'
કોમેડિયન અને એક્ટર વીર દાસે 'કોકરોચ જનતા પાર્ટી'નું એકાઉન્ટ બંધ કરવા બદલ સખત નિંદા કરી છે. તેનું કહેવું છે કે, આ પાર્ટીનું આંદોલન સાચું છે કે નહીં, તેનો નિર્ણય સમય જ કહેશે. જોકે, યુવાનોને સમર્થન આપવાની ભાવના સંપૂર્ણપણે સ્પષ્ટ અને વાજબી છે. વીર દાસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે, કોકરોચ જનતા પાર્ટી ખરેખર એક સાચું આંદોલન છે કે નહીં, તે અત્યારે સાચો પ્રશ્ન નથી. તેનો જવાબ સમય આપશે. પરંતુ તેમને જે સમર્થન મળ્યું, યુવાનોમાં જે ભાવના દેખાઈ અને જે પ્રકારની વાતો સામે આવી, તે બધું સંપૂર્ણપણે વાસ્તવિક અને વાજબી છે. અને જો આટલું પણ પૂરતું ન હતું, તો તેમના એકાઉન્ટ બંધ કરવા જેવી મૂર્ખામીભરી હરકતે તેમની વાતને વધુ સાચી સાબિત કરી દીધી. શું છે 'કોકરોચ જનતા પાર્ટી' અને શા માટે થયો વિવાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે 15 મેના રોજ એક અરજીની સુનાવણી કરતા બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરી. આ નિવેદન ઝડપથી વાયરલ થયું, જેના પછી અભિજીત દીપકે 'કોકરોચ જનતા પાર્ટી' નામનું એકાઉન્ટ બનાવ્યું. આ એકાઉન્ટમાં સરકાર વિરુદ્ધ મીમ્સ, યુવા મુદ્દાઓ સંબંધિત પોસ્ટ કરવામાં આવી જે વાયરલ થવા લાગી અને ઝડપથી એકાઉન્ટના ફોલોઅર્સ ઝડપથી વધવા લાગ્યા. 18 મેના રોજ આ એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા પહેલા 5 મિલિયન અને પછી 10 અને પછી 13 મિલિયન સુધી પહોંચી ગઈ, જેના પછી તેને રાષ્ટ્રીય કવરેજ મળ્યું. અને CJP (કોકરોચ જનતા પાર્ટી) ટ્રેન્ડમાં આવી ગઈ. માત્ર 4 દિવસમાં આ એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા 22 મિલિયન થઈ ગઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધી માત્ર 9 મિલિયન ફોલોઅર્સ જ છે. 21 મેના રોજ કોકરોચ જનતા પાર્ટીનું X (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું, જેના પછી એક નવું એકાઉન્ટ બન્યું, જેમાં લખ્યું હતું, 'કોકરોચ મરતા નથી.' ટૂંક સમયમાં આ બીજા એકાઉન્ટના પણ ફોલોઅર્સ વધવા લાગ્યા. હવે આજે પેજ બનાવનાર અભિજીત દીપકે X (ટ્વિટર) પર દાવો કર્યો કે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. તેઓ પોતાનું એકાઉન્ટ લોગ ઇન કરી શકતા નથી, જોકે યુઝર્સને હજુ પણ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે.
Read Original Article →