સમય રૈના અને રણવીર અલાહબાદિયા ફરી સાથે દેખાશે:'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' વિવાદ બાદ પહેલીવાર કપિલના શોમાં સાથે મહેમાન બનશે, રમૂજી VIDEO શેર કર્યો
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ બાદ કોમેડિયન સમય રૈના અને યુટ્યુબર રણબીર અલાહબાદિયા પહેલીવાર સાથે જોવા મળવાના છે. બંને વર્લ્ડ લાફ્ટર ડેના અવસરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના એક સ્પેશિયલ એપિસોડમાં મહેમાન બનશે. આ સ્પેશિયલ એપિસોડ 2 મેના રોજ સ્ટ્રીમ થશે. 'મારા ફેવરિટ શોમાં આવી રહ્યો છું' શોનું એક ટીઝર પણ સામે આવ્યું છે, જેમાં સમય રૈના કહે છે, ‘મિત્રો, હું આખરે મારા ફેવરિટ શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આવી રહ્યો છું, પરંતુ મને કહેવામાં આવ્યું નથી કે મારી સાથે બીજું કોણ મહેમાન હશે.’ તેણે આગળ કહ્યું કે, 'મેકર્સે કહ્યું છે કે હમણાં જણાવશે- 3, 2, 1.' આ પછી રણવીર અલાહબાદિયા ડાન્સ કરતો કરતો એન્ટ્રી કરે છે. આના પર સમય રૈના કહે છે, 'નો વે, બ્રો!' સમય રૈનાના શોમાં વિવાદ થયો હતો નોંધનીય છે કે, ગયા વર્ષે રણવીર અલાહબાદિયા જ્યારે સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં આવ્યો હતો, ત્યારે ઘણો વિવાદ થયો હતો. એપિસોડ દરમિયાન રણવીરે અશ્લીલ અને વાંધાજનક જોક કર્યો હતો. તેનો વીડિયો વાયરલ થતાં જ દેશભરમાં ભારે વિરોધ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે, સમય રૈનાને તેની યુટ્યુબ ચેનલ પરથી 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ'ના તમામ એપિસોડ હટાવવા પડ્યા હતા. આ વિવાદને કારણે સમય રૈના, રણવીર અલાહબાદિયા, આશિષ ચંચલાણી, અપૂર્વ મખીજા અને જસપ્રીત સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્ર, આસામ (ગુવાહાટી) અને રાજસ્થાન (જયપુર) જેવા રાજ્યોમાં FIR નોંધવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા રણવીરના મગજને 'ગંદુ' ગણાવ્યું અને કહ્યું કે, આવી વાતો સમાજમાં શરમજનક સ્થિતિ ઊભી કરે છે. કોર્ટે તેને જાહેરમાં માફી માંગવાનો પણ આદેશ આપ્યો હતો.
Read Original Article →