'સૈયારા' જેવી લવસ્ટોરીમાં 'કબીરસિંહ' જેવો ટ્વિસ્ટ!:લક્ષ્ય-અનન્યાની 'ચાંદ મેરા દિલ'નું ટ્રેલર રિલીઝ; લેજન્ડરી લવ સ્ટોરીનો ટ્રેજિક અંત રડાવી દેશે
બોલિવૂડમાં ફરી પ્રેમ કહાનીનો દોર પાછો ફરી રહ્યો હોય તેમ લાગે છે. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ચાંદ મેરા દિલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મમાં 'કિલ' ફેમ લક્ષ્ય લાલવાની અને અનન્યા પાંડેની ફ્રેશ જોડી જોવા મળી રહી છે. બે દિલ, એક ભૂલ અને અધૂરી પ્રેમ કહાની! આશરે 3 મિનિટનું આ ટ્રેલર દર્શાવે છે કે આ કોઈ 'પરફેક્ટ' લવસ્ટોરી નથી, પણ એક એવી કહાણી છે જેમાં પ્રેમની સાથે સાથે ભૂલો અને તેનો ટ્રેજિક અંત બતાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં અનન્યા પાંડેનો એક ડાયલોગ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે: ‘ઈજ્જત પ્યાર સે બડી હોતી હૈ.’ વિવેક સોનીના ડિરેકશનમાં બનેલી આ ફિલ્મમાં લક્ષ્ય-અનન્યા વચ્ચેની કેમેસ્ટ્રી જોવા જેવી છે. ટ્રેલરની શરૂઆત એક ભાવુક દ્રશ્યથી થાય છે જ્યાં લક્ષ્ય માફી માંગી રહ્યો છે, જ્યારે ફ્લેશબેકમાં તેની રોમેન્ટિક દુનિયા બતાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર 'સૈયારા' સાથે સરખામણી ટ્રેલર રિલીઝ થતા જ ચાહકો તેની સરખામણી સુપરહિટ રોમેન્ટિક ડ્રામા 'સૈયારા' સાથે કરી રહ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે આ ફિલ્મમાં 'સૈયારા' જેવો જ અહેસાસ છે, પરંતુ લવસ્ટોરીમાં 'કબીરસિંહ' જેવો ટ્વિસ્ટ આવતો હોય તેવું પણ લાગી રહ્યું છે. ફિલ્મમાં પ્રેમની રજૂઆત થોડી વધુ મેચ્યોર છે. ટ્રેલરમાં લક્ષ્યનો એક ડાયલોગ કે, "લેજન્ડરી લવ સ્ટોરીઝનો અંત જ તો ટ્રેજિક હોય છે," દર્શકોના દિલ જીતી રહ્યો છે. અનન્યા-લક્ષ્યની એક્ટિંગના વખાણ સોશિયલ મીડિયા પર અનન્યા પાંડેના એક્ટિંગમાં આવેલા સુધારાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તો બીજી તરફ લક્ષ્યના અવાજ અને તેની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરવાની રીત પર પણ ફેન્સ ફિદા છે. ફિલ્મના ગીતો તો પહેલાથી જ ચાર્ટબસ્ટર સાબિત થયા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ અને રિલીઝ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મમાં સ્ટારકાસ્ટની વાત કરીએ તો, અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ જોડી ઉપરાંત ફિલ્મમાં આસ્થા સિંહ, પ્રથમ રાઠોડ અને એલ્વિસ જોસ પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. ફિલ્મનું પ્રોડક્શન કરણ જોહરની સાથે આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા, સોમેન મિશ્રા અને મારીજ્કે ડીસોઝા દ્વારા કરવામાં આવ્યું છે. દર્શકો આ ભાવુક અને રોમાંચક પ્રેમ કહાનીને 22 મે, 2026ના રોજ થિએટર્સમાં નિહાળી શકશે. જુઓ સંપૂર્ણ ટ્રેલર:-
Read Original Article →