કાનના રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય 'બ્રહ્માંડના પ્રકાશ'ની જેમ ચમકી!:1500 કલાકે બનેલો અબિસ બ્લુ ક્રિસ્ટલ ડ્રેસ પહેર્યો, દીકરી આરાધ્યાનું પણ અનઓફિશિયલ ડેબ્યૂ

Entertainment5/23/2026, 5:19:19 AM
કાનના રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાય 'બ્રહ્માંડના પ્રકાશ'ની જેમ ચમકી!:1500 કલાકે બનેલો અબિસ બ્લુ ક્રિસ્ટલ ડ્રેસ પહેર્યો, દીકરી આરાધ્યાનું પણ અનઓફિશિયલ ડેબ્યૂ
પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની હાજરીને લઈને સતત ચર્ચાઓ થયા બાદ એક્ટ્રેસ ક્લોઝિંગ સેરેમનીના એક દિવસ પહેલાં દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. ઐશ્વર્યાએ આ દરમિયાન અબિસ બ્લૂ રંગના ડિઝાઈનર ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ સાથે જ દીકરી આરાધ્યાએ પણ કાનમાં ગ્લેમરસ લુકમાં અનઓફિશિયલી ડેબ્યૂ કરી લીધું છે. જુઓ કાનમાંથી ઐશ્વર્યાની તસવીરો- ગયા વર્ષે કાનમાંથી ઐશ્વર્યાનો લુક ચર્ચામાં રહ્યો હતો ઐશ્વર્યા રાયે વર્ષ 2002માં કાનમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે સતત કાનમાં હાજર રહે છે. ગયા વર્ષે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલી સફેદ-ગોલ્ડન સાડી પહેરી હતી. લાલ ડાયમંડ જ્વેલરી અને સિંદૂર સાથે ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો ટ્રેડિશનલ લુક ઘણો ચર્ચામાં રહ્યો હતો. કાનના બીજા લુકમાં ઐશ્વર્યા રાયે ગૌરવ ગુપ્તાના કલેક્શનની બ્લેક સિક્વિન ગાઉન સાથે ટ્રેલ કેરી કરી હતી. ખુલ્લા વાળ અને મિનિમલ જ્વેલરીમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઐશ્વર્યા રાયના આ લુક્સ પણ જુઓ- કાનની જ્યુરી બનનાર પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે ઐશ્વર્યા રાય દર વર્ષે દુનિયાભરના પસંદગીના લોકોને જ્યુરીમાં સામેલ કરવામાં આવે છે. મૃણાલ સેન પ્રથમ ભારતીય હતાં, જેમને 1982માં જ્યુરીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત જ્યુરી બનનાર પ્રથમ ભારતીય મહિલા ડિરેક્ટર મીરા નાયર હતાં. ઐશ્વર્યા રાય પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે, જેમને કાનમાં જ્યુરી બનાવવામાં આવ્યા. જોકે હવે દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન અને શર્મિલા ટાગોર પણ આ યાદીમાં સામેલ છે. આલિયા ભટ્ટનો કાન લુક પણ ચર્ચામાં રહ્યો ત્રીજા લુકમાં આલિયા ડિઝાઇનર તરુણ તાહિલિયાનીની આઇવરી સાડીમાં જોવા મળી હતી. તે ફ્રેન્ચ રિવેરામાં ભારત પેવેલિયન પહોંચી હતી, જ્યાં તેણે ફિલ્મ મેકર આશુતોષ ગોવારીકર સાથે 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નું પોસ્ટર અને ક્રિએટિવ વિઝન લોન્ચ કર્યું હતું.
Read Original Article →