રેપ-બ્લેકમેલના કેસમાં ફસાયો બોબી દેઓલ!:એકલતા દૂર કરવા ડેટિંગ એપ પર પ્રેમની શોધે જેલના સળિયા પાછળ પહોંચાડ્યો; ટ્વિસ્ટથી ભરપૂર 'બંદર'નું ટ્રેલર રિલીઝ
બોબી દેઓલ સ્ટારર ફિલ્મ 'બંદર'નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તેનું નિર્દેશન ‘રિયલ સિનેમા’ના કિંગ ગણાતા અનુરાગ કશ્યપ કરી રહ્યા છે. 'બંદર'નું ટ્રેલર તમને એક એવી દુનિયામાં લઈ જાય છે જે ટ્વિસ્ટ્સ, બોલ્ડ ડાયલોગ્સ, કમાલની પર્ફોર્મન્સ અને હ્યુમરથી ભરેલી છે. ‘બંદર’નું અઢી મિનિટની આ પહેલી ઝલકમાં ડિરેક્ટર અનુરાગ કશ્યપે કોઈ કસર બાકી રાખી નથી. આ ટ્રેલર માત્ર વાર્તા પ્રત્યે ઉત્સુકતા જ નથી જગાવતું, પરંતુ બોબી દેઓલ અને અનુરાગ કશ્યપના આ ગ્રાન્ડ કોલેબોરેશનના સિનેમેટિક એક્સપિરિયન્સ માટે દર્શકોને હલાવીને મૂકી દે છે. શું છે ‘બંદર’ની વાર્તા? સ્ટોરી સમીર નામના કલાકાર પર કેન્દ્રિત છે, જે ફક્ત તેની ભૂતકાળની ફેમના કારણે જીવી રહ્યો છે. સ્ટેજ પર ઘમંડી-અકડૂ હોવા છતાં ઓફ-ધ સ્ટેજ સમીર એકદમ એકલો છે. સમીર પોતાની એકલતા દૂર કરવા ડેટિંગ એપ્સ પર પ્રેમની શોધમાં નીકળે છે. તે એવી અજાણી સ્ત્રીઓને રાઈટ-સ્વાઈપ કરે છે, જેના નામ પણ કદાચ તે નથી જોતો. પરંતુ ત્યારે જ એક જૂનું નામ અચાનક પાછું ફરે છે અને તેની સાથે શરૂ થાય છે એક ભયાનક રહસ્યમય કેસ. સ્ટોરીમાં આવે છે જોરદાર ટ્વિસ્ટ ટ્રેલરની થોડી જ મિનિટોની અંદર સ્ટોરી પલટો મારે છે. જે માણસ (સમીર)ના અંદાજ અને હરકતો પર આપણે હસી રહ્યા હોઈએ છીએ, તે અચાનક કાયદાના સકંજામાં આવીને જેલના સળિયા પાછળ પહોંચી જાય છે. ક્ષણભરમાં તેની મુસ્કાન ગાયબ થઈ જાય છે, દુનિયાની તાળીઓ રોકાઈ જાય છે અને પિંજરો બંધ થઈ જાય છે. એનિમલ' પછી બોબીનો ફરી નવો અવતાર 'એનિમલ' અને 'ધ બેન્ડ્સ ઓફ બોલિવૂડ' જેવી સુપરહિટ ફિલ્મો બાદ બોબી દેઓલ 'બંદર'માં સાવ અલગ રોલમાં જોવા મળશે. સ્ક્રીન પર બોબી દેઓલ ખૂબ જ સ્માર્ટ, ચાર્મિંગ અને પોતાના પાત્રની ક્રેઝીનેસ સાથે બરાબર ફિટ બેસતો દેખાય છે. અનુરાગ કશ્યપની અદભુત સ્ટોરીટેલિંગમાં બોબીને આ રોલમાં જોવો એ સિનેપ્રેમીઓ માટે એક શાનદાર અનુભવ બની રહેશે. સ્ટાર કાસ્ટ અને રીલીઝ ડેટ અનુરાગ કશ્યપના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ સુદીપ શર્મા અને અભિષેક બેનર્જીએ લખી છે. 'બંદર' એ જ પ્રકારનું સિનેમા છે જેના માટે અનુરાગ કશ્યપ જાણીતા છે—એટલે કે ડાર્ક, કોઈ પણ ખચકાટ વિના સત્ય દર્શાવતું અને સાચા-ખોટા વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખતું સિનેમા. ફિલ્મમાં બોબી દેઓલ ઉપરાંત સાન્યા મલ્હોત્રા, રાજ બી. શેટ્ટી, સપના પબ્બી, સબા આઝાદ, ઋદ્ધિ સેન, જિતેન્દ્ર જોશી, ઈન્દ્રજીત અને નાગેશ ભોંસલે જેવા શાનદાર કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 5 જૂન 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જુઓ સંપૂર્ણ ટ્રેલર:-
Read Original Article →