'લોર્ડ બોબી' હૃતિકની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરશે!:'બંદર'માં સ્ટારડમ ગુમાવનાર એક્ટરની રહસ્યમય વાર્તા; સત્યઘટનાથી પ્રેરિત ફિલ્મનું ટીઝર રિલીઝ
બોબી દેઓલની અપકમિંગ ફિલ્મ 'બંદર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 1 મિનિટ 29 સેકન્ડના ટીઝરમાં બોબી દેઓલ સમર નામના એક એવા એક્ટરના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે અને જેનું જીવન એક કેસથી હંમેશા માટે બદલાઈ જાય છે. બોબી દેઓલનો ડિસ્કો અવતાર ટીઝરની શરૂઆત 80ના દાયકાના ડિસ્કો અવતારમાંથી રિ-ઇમેજિન કરાયેલા રેટ્રો સ્ટાઈલ ગીત ‘કમ ઓન બેબી, દિલ કિસકો દેગી’થી થાય છે. આ પછી બોબી દેઓલના પાત્રનો પરિચય થાય છે. બોબીએ સમર નામના એક એવા એક્ટરનું પાત્ર ભજવ્યું છે, જે એક સમયે સ્ટાર હતો અને હવે પોતાની ઓળખ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. હૃતિકની ગર્લફ્રેન્ડ 'બંદર'માં બોબીને ડેટ કરશે બદલાતા સમયમાં હવે સમર લગ્નોમાં પરફોર્મ કરે છે, જેના પછી એક પછી એક ફિલ્મના અન્ય પાત્રોનો પરિચય થાય છે. હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે ફિલ્મમાં બોબી દેઓલની ડેટનો રોલ ભજવ્યો છે. સપના પબ્બી તેની એક્સ ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી રહી છે. ટીઝરમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે એક દિવસ અચાનક સમરની ધરપકડ થાય છે. ટીઝરમાં કેટલાક જેલ સીન અને કોર્ટના સીન પણ સામેલ કરવામાં આવ્યા છે. અનુરાગ કશ્યપ અને બોબી દેઓલની પહેલી ફિલ્મ ફિલ્મની વાર્તા સમરની આસપાસ ફરે છે, જે ગંભીર આરોપો લાગ્યા પછી પોતાને નિર્દોષ સાબિત કરવા માટે સંઘર્ષ કરે છે. અહીંથી જે સામે આવે છે, તે એ વાર્તાની ઝલક છે, જે શરૂઆતમાં દેખાતી વસ્તુઓ કરતાં ક્યાંય વધુ મોટી અને ગૂંચવણભરી છે. આ ફિલ્મને 'દેવ ડી', 'બ્લેક ફ્રાઈડે', 'અગ્લી' અને 'ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અનુરાગ કશ્યપે ડિરેક્ટ કરી છે. આ બોબી અને અનુરાગની પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં બોબી દેઓલ, સપના પબ્બી, સબા આઝાદ ઉપરાંત સાન્યા મલ્હોત્રા, રાજ બી શેટ્ટી અને રિદ્ધિ સેન જેવા કલાકારો છે. વાસ્તવિક ઘટના પર આધારિત છે ફિલ્મ બંદર ફિલ્મ 'બંદર' ભારતમાં બનેલી એક વાસ્તવિક ઘટના પર આધારિત છે. ફિલ્મનું લેખન સુદીપ શર્મા અને અભિષેક બેનર્જીએ સાથે મળીને કર્યું છે, જે 'પાતાલ લોક', 'કોહરા' અને 'ઉડતા પંજાબ' જેવી શ્રેષ્ઠ વાર્તાઓ પાછળની પ્રખ્યાત જોડી છે. અનુરાગ કશ્યપના ડિરેક્શન અને નિખિલ દ્વિવેદીના 'સેફ્રોન મેજિકવર્ક્સ'ના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ ઝી સ્ટુડિયોઝના સમર્થન સાથે 5 જૂન 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોબી દેઓલનું વર્કફ્રન્ટ YRF સ્પાય યુનિવર્સની આગામી ફિલ્મ 'આલ્ફા'માં આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં હશે. આ એક્શનથી ભરપૂર ફિલ્મમાં બોબી દેઓલ વિલન તરીકે જોવા મળશે. 'એનિમલ' બોબીની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ 'એનિમલ'માં બોબીએ વિલનની ભૂમિકા ભજવી હતી. તેની ભૂમિકા 15 થી 20 મિનિટની હતી. પરંતુ તેણે કઈ પણ બોલ્યા વગર જે રીતે તેનું પાત્ર ભજવ્યું, તે જોઈને બધા દંગ રહી ગયા. આ ફિલ્મ પછી, તેના ચાહકો તેને પ્રેમથી 'લોર્ડ બોબી' કહેવા લાગ્યા. સૌથી મોટી વાત એ છે કે, તેની 30 વર્ષની કારકિર્દીમાં 'એનિમલ' એકમાત્ર એવી ફિલ્મ છે, જે તેની પ્રથમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ પહેલા તેની માત્ર 6 ફિલ્મો જ હિટ રહી હતી. આ છે- 'બરસાત', 'ગુપ્ત', 'સોલ્જર', 'બાદલ', 'યમલા પગલા દીવાના' અને 'હાઉસફુલ 4'.
Read Original Article →