અક્ષય સાથે ડાન્સ કરતા-કરતા અચાનક ભૂમિ પેડનેકર ઢળી પડી:ખિલાડી કુમારના શ્વાસ અધ્ધર થઈ ગયા, ફરાહ ખાનની ચિસ નીકળી ગઈ; જુઓ VIDEO

Entertainment4/29/2026, 4:36:13 AM
અક્ષય સાથે ડાન્સ કરતા-કરતા અચાનક ભૂમિ પેડનેકર ઢળી પડી:ખિલાડી કુમારના શ્વાસ અધ્ધર થઈ ગયા, ફરાહ ખાનની ચિસ નીકળી ગઈ; જુઓ VIDEO
અક્ષય કુમારના લોકપ્રિય રિયાલિટી શો ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ના ફિનાલે એપિસોડમાં તાજેતરમાં બોલિવૂડનો જબરદસ્ત તડકો જોવા મળ્યો હતો. શોના ગ્રાન્ડ ફિનાલેમાં ફરાહ ખાન, ભૂમિ પેડનેકર અને જેકલીન ફર્નાન્ડીઝે હાજરી આપીને શોમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જોકે, આ દરમિયાન એક એવી ઘટના બની કે સેકન્ડો માટે સેટ પર સન્નાટો છવાઈ ગયો હતો. ભૂમિ-અક્ષયનો રોમેન્ટિક ડાન્સ શો દરમિયાન ભૂમિ પેડનેકર અને અક્ષય કુમારે એક રોમેન્ટિક કપલ ડાન્સ કર્યો હતો. બંનેની સિઝલિંગ કેમિસ્ટ્રી જોઈને ફેન્સ અને ત્યાં હાજર લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પરંતુ ડાન્સના અંતે જે થયું તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. જ્યારે ભૂમિ સ્ટેજ પર બેભાન થઈને પડી... ડાન્સના સ્ટેપ્સ કરતા-કરતા ભૂમિ પેડનેકર અચાનક ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ હતી. ભૂમિને આ રીતે અચાનક નીચે પડતી જોઈને અક્ષય કુમાર ખરેખર ગભરાઈ ગયો હતો. તે તરત જ ભૂમિ પાસે પહોંચ્યો અને ક્રૂ મેમ્બર્સ પર બૂમો પાડવા લાગ્યો, ‘પાણી લાવો, જલ્દી પાણી લાવો!’ અક્ષયના ચહેરા પર ભૂમિની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ જજની ખુરશી પર બેઠેલી ફરાહ ખાનના પણ હોશ ઉડી ગયા હતા. ફરાહ જોરથી ચિસ પાડતી દેખાઈ, ‘અરે! કયા હુઆ?’ પળવારમાં દ્રશ્ય બદલાયું જ્યારે આખો સેટ ચિંતામાં હતો, ત્યારે જ ભૂમિ પેડનેકર ખડખડાટ હસતી ઊભી થઈ ગઈ! ખરેખર ભૂમિને કોઈ ચક્કર આવ્યા નહોતા, પરંતુ તે અક્ષય કુમાર સાથે એક મજાક (Prank) કરી રહી હતી. ભૂમિએ હસતા-હસતા કહ્યું કે, ‘ભલે હું બહુ સારી ડાન્સર નથી, પણ એક્ટિંગ તો મને આવડે જ છે!’ ભૂમિનો આ મજાક જાણીને અક્ષય કુમારે પણ રાહતનો શ્વાસ લીધો અને સેટ પર ફરીથી હાસ્યનું મોજું ફરી વળ્યું. અક્ષય-ભૂમિની હિટ જોડી: ફિલ્મી સફર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જોડીએ મોટા પડદા પર હંમેશા સંદેશાત્મક ફિલ્મો આપી છે. આ જોડીએ નીચે મુજબની યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે:
Read Original Article →