Live Updates

આજે ભોપાલમાં એ.આર. રહેમાનનો કોન્સર્ટ:'પેદ્દી'ના પ્રમોશન માટે રામ ચરણ, જાહ્નવી કપૂર, રવિ કિશન સહિતના સ્ટાર્સનો જમાવડો; ચાહકોએ ફોટો પડાવ્યા

Entertainment5/23/2026, 1:15:19 PM
આજે ભોપાલમાં એ.આર. રહેમાનનો કોન્સર્ટ:'પેદ્દી'ના પ્રમોશન માટે રામ ચરણ, જાહ્નવી કપૂર, રવિ કિશન સહિતના સ્ટાર્સનો જમાવડો; ચાહકોએ ફોટો પડાવ્યા
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સંગીતપ્રેમીઓ માટે આજે ખાસ અવસર છે. ઓસ્કર વિજેતા સંગીતકાર અને સિંગર એઆર રહેમાન આજે શહેરમાં લાઇવ કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે. 'પેદ્દી'ના પ્રમોશન માટે સ્ટાર્સનો જમાવડો આ કાર્યક્રમ ભેલ દશેરા મેદાનમાં સાંજે 7 વાગ્યાથી શરૂ થશે, જેમાં બધા માટે પ્રવેશ ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ કોન્સર્ટ રામ ચરણ સ્ટારર ફિલ્મ 'પેદ્દી'ના પ્રમોશન માટે યોજવામાં આવ્યો છે. કોન્સર્ટ અને ફિલ્મ પ્રમોશન માટે દિવ્યેન્દુ શર્મા, જાહ્નવી કપૂર, રવિ કિશન અને રામ ચરણ ભોપાલ પહોંચી ચૂક્યા છે. આ સિતારાઓની એક ઝલક મેળવવા માટે ભોપાલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉમટી પડ્યા, જેના કારણે ત્યાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તસવીરોમાં જુઓ… ફિલ્મ ‘પેદ્દી’ વિશે ફિલ્મ 'પેદ્દી' 4 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ એક પાન ઇન્ડિયા ફિલ્મ છે. બુચ્ચી બાબુના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મને એઆર રહેમાને સંગીત આપ્યું છે. આ જાહ્નવી કપૂરની બીજી તેલુગુ ફિલ્મ છે. તેણે 2024માં ફિલ્મ 'દેવરા'થી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા મુંબઈના બીકેસીમાં ફિલ્મનો ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજવામાં આવ્યો હતો, જ્યાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી. રામ ચરણે કહ્યું- 'એ.આર.રહેમાનનો લાઇવ પરફોર્મન્સ માટે ઉત્સાહિત' સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અને જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ 'પેદ્દી'માં જોવા મળવાના છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં રામ ચરણે જણાવ્યું છે કે, તે આ ફિલ્મમાં કુસ્તી કરતા જોવા મળવાનો છે. આ ફિલ્મના પ્રમોશન માટે તે ભારતના હૃદય મધ્યપ્રદેશના ભોપાલથી શરૂઆત કરશે, જ્યાં એ.આર. રહેમાન લાઇવ પરફોર્મન્સ આપશે. જ્યારે દિવ્ય ભાસ્કરે રામ ચરણને પૂછ્યું કે ફિલ્મનું પ્રમોશન ‘ભારતના હૃદય’ એટલે કે ભોપાલથી શરૂ કરવાનું શું કારણ હતું? ત્યારે તેઓ કહે છે, ‘ભોપાલ અને મધ્ય પ્રદેશના લોકો કુસ્તી અને પરંપરાગત રમતોને દિલથી પ્રેમ આપે છે. સંપૂર્ણ સમાચાર વાંચો... , રામ ચરણ અને 'પેદ્દી' સંબંધિત આ સમાચારો પણ વાંચો- 'પેદ્દી' માટે આમિર-સલમાન પાસેથી આત્મવિશ્વાસ મળ્યો':રામ ચરણે કહ્યું- ડિરેક્ટર ના પાડે છતાં હું મારા સ્ટંટ જાતે કરું છું, સેટ પર ઘણી ઈજાઓ થઈ; પાર્ટ-1 રામ ચરણે કહ્યું- ક્યારેય રાજકારણમાં નહીં આવું:'બે હોડી પર સવાર થવું મુશ્કેલ, સૌથી મોટો એન્ટરટેનર બનવું છે'; 'હનુમાન મારા માટે સર્વસ્વ', પાર્ટ–2 રેપિડ ફાયર વિથ રામ ચરણ:સલમાન ખાનને સૌથી સ્ટાઇલિશ કહ્યો; જાણો વિલન બનવાના સવાલનો શું હતો મજેદાર જવાબ
Read Original Article →