232 કરોડની કમાણી છતાં 'ભૂતબંગલા'ના મેકર્સની 48 લાખ ચૂકવવામાં પાછીપાની:ફિલ્મના વેન્ડર્સનો એક્તા કપૂર પર નોન-પેમેન્ટનો આરોપ

Entertainment5/7/2026, 10:59:02 AM
232 કરોડની કમાણી છતાં 'ભૂતબંગલા'ના મેકર્સની 48 લાખ ચૂકવવામાં પાછીપાની:ફિલ્મના વેન્ડર્સનો એક્તા કપૂર પર નોન-પેમેન્ટનો આરોપ
અક્ષય કુમારની 'ભૂત બંગલા' ફિલ્મ હાલમાં ચર્ચામાં છે. ફિલ્મે 200 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે. મેકર્સ હાલમાં ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે, તેવામાં ફિલ્મના કેટલાક વિક્રેતાઓ (વેન્ડર્સ)એ એક્તા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સ પર 48 લાખની ચુકવણી ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે. 'ફિલ્મ રિલીઝ થયા પછી પૈસા મળવા મુશ્કેલ' 'મિડ ડે'ના રિપોર્ટ અનુસાર, ભૂત બંગલામાં કામ કરતા વિક્રેતાઓએ કહ્યું છે કે, 'ચુકવણી ઘણા મહિનાઓથી અટવાયેલી છે. એકવાર ફિલ્મ રિલીઝ થઈ જાય પછી પૈસા મળવા મુશ્કેલ હોય છે. 90 દિવસમાં ચુકવણી ક્લિયર થવી, હવે જૂની વાત થઈ ગઈ છે.' રિપોર્ટ અનુસાર, બાલાજી ટેલિફિલ્મ્સે બે વેન્ડર્સની પેમેન્ટ કરી નથી. પ્રોડક્શન હાઉસે એક વેન્ડરને 30 લાખ અને બીજા વેન્ડરને 18 લાખ રૂપિયા આપવાના છે. કેટલાક મહિનાઓથી પોતાના 18 લાખની રાહ જોઈ રહેલા એક વેન્ડરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, 'આવી મોટા બજેટની ફિલ્મોમાં આવું થવું સ્થિતિ વધુ ખરાબ થવાનો સંકેત છે.' લેખકે પણ નોન-પેમેન્ટના આરોપો લગાવ્યા વેન્ડર્સ ઉપરાંત ફિલ્મના રાઇટર પ્રાંજલ કૃપલાણીએ પણ પ્રોડ્યુસર આલોક કુમાર ચૌબે અને સંજય ગુપ્તાને 50 હજાર રૂપિયાની પેમેન્ટ રોકવા બદલ લીગલ નોટિસ મોકલી હતી. પોર્ટલ સાથે વાત કરતા એક ક્રૂ મેમ્બરે એમ પણ કહ્યું છે કે, ‘જાન્યુઆરીમાં ભોપાલમાં થયેલા શૂટિંગ સમયે પ્રોડ્યુસર પાસે ફંડ ઓછું પડી ગયું હતું. ત્યારે તેમને જે હોટલોમાં રોકવામાં આવ્યા હતા, ત્યાંની પણ પેમેન્ટ લાંબા સમય સુધી થઈ શકી ન હતી, જેના કારણે ક્રૂને પેમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી ત્યાં જ રોકી રાખવામાં આવ્યા હતા.’ પ્રોડક્શન હાઉસે દાવાઓને ફગાવ્યા રિપોર્ટમાં બાલાજી ટેલિફિલ્મ્સના હવાલાથી વેન્ડર્સના આ દાવાઓને નકારી કાઢવામાં આવ્યા છે. પ્રોડક્શન ટીમનું કહેવું છે કે, 'માત્ર ભૂત બંગલા જ નહીં પરંતુ પ્રોડક્શનના તમામ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા લોકોની કોન્ટ્રાક્ટમાં લખેલી પેમેન્ટ ક્લિયર થઈ ચૂકી છે.' બોક્સ ઓફિસ પર ‘ભૂત બંગલા’એ 232 કરોડ કમાયા અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'ભૂત બંગલા' 17 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઈડ 232 કરોડનું કલેક્શન કરી લીધું છે. તાજેતરમાં જ ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂરે અક્ષય કુમાર અને પ્રિયદર્શન સાથે તસવીરો શેર કરીને તેમને આ પ્રોજેક્ટની સફળતાનો શ્રેય આપતા આભાર માન્યો છે.
Read Original Article →