ગુજરાતી સિનેમામાં છવાશે ડરનો માહોલ!:'બહેરૂપિયો'ના ટ્રેલરે રુવાડા ઊભા કર્યા, 24 એપ્રિલે ખુલશે શાપિત ગામનું રહસ્ય
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે માત્ર કોમેડી કે ફેમિલી ડ્રામા પૂરતી મર્યાદિત રહી નથી. ટેલેન્ટેડ કલાકારો અને નવા વિષયો સાથે ગુજરાતી ઈન્ડસ્ટ્રી હવે ગ્લોબલ સ્તરની ફિલ્મો તરફ ડગ માંડી રહ્યું છે. ખાસ કરીને ‘લોકવાયકા’ અને ‘હોરર’ના મિશ્રણ સાથે પ્રેક્ષકોને ડરાવવા માટે ‘સવનાથ એન્ટરટેઈનમેન્ટ’ અને ‘RSC ફિલ્મ્સ’ તૈયાર છે. તાજેતરમાં જ તેમની આગામી ફોકલોર હોરર ફિલ્મ ‘બહેરૂપિયો’નું ટ્રેલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. 'સત્ય તમારો અંગત ભ્રમ છે અને દરેક ભ્રમ એક નવી કથા…' આ દમદાર ટેગલાઇન સાથે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં ‘બહેરૂપિયો’ શબ્દનો ઊંડો અર્થ છે, જે અલગ-અલગ વેશ ધારણ કરવા માટે જાણીતો છે. પરંતુ આ ફિલ્મમાં આ શબ્દ હોરરના એક નવા અને ભયાનક રંગમાં જોવા મળશે. વિસરાઈ ગયેલી લોકકથાઓ અને પરંપરાઓની આડમાં છુપાયેલા કોઈ અજાણ્યા પડછાયાની આ વાર્તા પ્રેક્ષકોના રુવાડા ઉભા કરી દે તેવી છે. ટ્રેલરની ઝલક: શાપિત ગામ અને ડરામણી હવેલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ લોકોમાં કુતૂહલ જાગ્યું છે. ટ્રેલરમાં એક શાપિત ગામની ભયાનક કહાની બતાવવામાં આવી છે. એક્ટ્રેસ કિંજલ રાજપ્રિયા એક પત્રકારની ભૂમિકામાં છે, જે વેકેશન મનાવવા એક જૂની હવેલીએ પહોંચે છે. ટ્રેલરમાં એક વિશિષ્ટ 'નિશાન' બતાવવામાં આવ્યું છે, જેના વિશે કહેવાય છે કે આ એક જ નિશાનને કારણે આખું ગામ શાપિત બની ગયું છે. ટ્રેલરના અંત ભાગમાં જયેશ મોરેની એન્ટ્રી અને તેનો કૃષ્ણ-અર્જુનનો ઉદાહરણ આપતો ડાયલોગ ફિલ્મના રહસ્યને વધુ ઘેરું બનાવે છે. દમદાર સ્ટારકાસ્ટ અને ટીમ આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના ફેમસ કલાકારો જોવા મળશે: મુખ્ય કલાકારો: કિંજલ રાજપ્રિયા, જયેશ મોરે, મૌલિક ચૌહાણ, ડેનિશા ઘુમરા, નીતા પર્યાણી, આકાશ આહુજા, આશિમા વરદાન અને દીપ શેઠ. ડિરેક્શન: રાજા સંજય ચોક્સી સ્ટોરી-સ્ક્રીનપ્લેઃ રાજા સંજય ચોક્સી, કપિલ સહેત્યા સંવાદોઃ કપિલ સહેત્યા મ્યુઝિક અને પ્રોડક્શન ફિલ્મનું સંગીત અથર્વ સંજય જોશીએ આપ્યું છે, જ્યારે ગીતો વત્સલ સંજય જોશીએ લખ્યા છે. ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોર (BGM) માટે જાણીતા સંગીતકાર રુશિન દલાલ અને કૈઝાદ ઘેરડાએ કામ કર્યું છે, જે ફિલ્મના ડરના માહોલને વધુ ઘેરો બનાવશે. આ રહસ્યમયી ફિલ્મ 24 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
Read Original Article →