અલવિદા આશાતાઈ:16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા

Entertainment4/12/2026, 8:10:40 AM
અલવિદા આશાતાઈ:16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા
ભારતીય સંગીત જગતનો એક સુવર્ણ અધ્યાય આજે હંમેશ માટે પોઢી ગયો છે. આશા ભોસલે.. આ માત્ર એક નામ નથી, પણ એવો જાદુઈ અવાજ છે જેણે સાત દાયકા સુધી સરહદો અને પેઢીઓના બંધન તોડી દરેકના દિલ પર રાજ કર્યું છે. 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર આશાતાઈની સફર કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. સાત પેઢીને પોતાના તાલે નચાવનાર આશાતાઈએ પિતાની છત્રછાયા ગુમાવવાથી લઈને પ્રેગ્નન્સીમાં ઘરની બહાર કાઢી મુકવા સુધીના અનેક કડવા ઘૂંટડા પીધા હતા. આજે જ્યારે આ સૂરીલો અવાજ શાંત થઈ ગયો છે, ત્યારે આવો જાણીએ આશા ભોસલેના જીવનની એ અજાણી કહાની. આશા ભોસલે એટલે માત્ર એક નામ નહીં, પણ ભારતીય સંગીતનો એવો પર્યાય જેણે સાત દાયકા સુધી દરેક પેઢીને પોતાના તાલે નચાવી છે. 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર આશાતાઈનું જીવન પણ કોઈ ફિલ્મી પટકથાથી ઓછું નહોતું, જે અવાજમાં દુનિયાને મધુરતા દેખાઈ, તેની પાછળ એક સ્ત્રીનો લોહી-પાણી એક કરી દેતા સંઘર્ષ અને પારિવારી કૌટુંબિક આઘાતો છુપાયેલા હતા. 9 વર્ષની ઉંમરે છીનવાઈ પિતાની છત્રછાયા આશાજીના જીવનમાં સંઘર્ષ બાળપણથી જ શરૂ થઈ ગયો હતો. પ્રખ્યાત થિયેટર કલાકાર અને શાસ્ત્રીય ગાયક દીનાનાથ મંગેશકરના ઘરે જન્મેલા આશા માત્ર 9 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું. મોટી બહેન લતા મંગેશકર અને આશાએ નાની ઉંમરે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગાવાનું અને અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. 16 વર્ષની વયે પ્રેમ માટે બળવો અને મોટી બહેન સાથે વિખવાદ આશા ભોસલેના જીવનનો સૌથી વિવાદાસ્પદ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા. તેમણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને લતા દીદીના સેક્રેટરી ગણપતરાવ ભોંસલે સાથે ભાગીને લગ્ન કરી લીધા. ગણપતરાવ તેમના કરતા 20 વર્ષ મોટા હતા. આ પગલાથી લતા મંગેશકર એટલા નારાજ થયા કે તેમણે આશા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા. વર્ષો સુધી બંને બહેનો વચ્ચે વાતચીત બંધ રહી હતી. સાસરિયામાં નરક જેવી યાતનાઓ અને ઘરેલું હિંસા જે પ્રેમ માટે તેમણે ઘર છોડ્યું હતું, તે જ પ્રેમ ટૂંક સમયમાં દુઃસ્વપ્ન બની ગયો. ગણપતરાવનો પરિવાર આશાજીને સિંગિંગ સ્ટાર તરીકે સ્વીકારવા તૈયાર નહોતો. ગણપતરાવ આશાજીની કમાણી પર નજર રાખતા અને તેમને લતા દીદીને મળતા રોકવા માટે શારીરિક હિંસા પણ કરતો હતો. જ્યારે આશાજી ત્રીજી વખત પ્રેગ્નન્ટ હતા અને તેમના પેટમાં દીકરો આનંદ હતો, ત્યારે સાસરિયાઓએ તેમને બે નાના બાળકો સાથે અડધી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. ગણપતરાવ આશા ભોંસલેને માર મારતો આશા ભોંસલેની બાયોગ્રાફી 'Asha Bhosle: A Life In Music'માં તેમના જીવનનાં તમામ પાસાં વિશે લખ્યું છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે ગણપતરાવે ઘણી વખત આશા પર હાથ ઉઠાવ્યો હતો. પુસ્તક અનુસાર, ગણપતરાવે જ્યારે આશા ગર્ભવતી હતાં ત્યારે પણ તેમના પર હાથ ઉઠાવ્યો હતો. તેમને ઘણી વખત હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે આશાનાં સાસરિયાં ખૂબ જ સંકુચિત મનનાં હતાં. તેમનો પતિ ખૂબ જ શોર્ટ ટેમ્પર્ડ માણસ હતો. કદાચ આશા ભોંસલેને દુઃખ આપવામાં તેને મજા આવતી હતી. તે એક ઉદાસ વ્યક્તિ હતી, પરંતુ બહારના કોઈને આ વિશે ખબર ન હતી. પુસ્તકમાં આશા ભોંસલેએ કહ્યું છે, 'મેં મારી બધી ફરજો નિભાવી, જેવી રીતે હિંદુ ધર્મમાં પત્ની કરે છે.' આશા આત્મહત્યા કરવા માગતાં હતાં પુસ્તકમાં રામ્યા લખે છે, 'જ્યારે આશા ભોંસલે ત્રીજી વખત પ્રેગ્નન્ટ હતાં ત્યારે તેમનાં સાસરિયાંએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને આ એ સમય હતો, જ્યારે આશાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.' પુસ્તકમાં આશાએ કહ્યું છે, 'એક સમયે મને લાગ્યું કે મારે મારો જીવ લઈ લેવો જોઈએ. હું બીમાર હતી, ચાર મહિનાનો ગર્ભ હતો, હૉસ્પિટલમાં હાલત એવી હતી કે જાણે નરક જેવું લાગતું હતું. હું માનસિક રીતે એટલી ભાંગી પડી હતી કે મેં ઊંઘની ગોળીઓની આખી બોટલ ખાઈ લીધી હતી, પરંતુ મારા બાળક માટે મારો પ્રેમ એટલો બધો હતો કે તેણે મને મરવા ન દીધી. હું મરી નહીં અને પાછી આવી.' આ સંબંધમાંથી બહાર આવ્યાનાં ઘણા વર્ષો પછી આશાએ પ્રખ્યાત સંગીતકાર અને સિંગર આર. ડી. બર્મન સાથે લગ્ન કર્યા. રિજેક્શનથી રેકોર્ડ બ્રેકિંગ સફળતા સુધી સંગીતની સફર પણ ફૂલોની સેજ નહોતી. વર્ષ 1947માં, તેમને અને કિશોર કુમારને 'ખરાબ અવાજ' હોવાનું કહીને સ્ટુડિયોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ભૂખ્યા પેટે રેલવે સ્ટેશન પર બેસીને ચા-બટાટાવડા ખાતી વખતે આશાજીએ હિંમત હારી નહોતી. ત્યારબાદ તેમણે ઓ.પી. નય્યર અને આર.ડી. બર્મન જેવા દિગ્ગજો સાથે મળીને સંગીતની પરિભાષા બદલી નાખી. 14 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાઈને તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આર.ડી. બર્મન: જીવનમાં મોડો પણ મીઠો સાથ આશા ભોંસલેએ 1980માં સંગીતકાર આર.ડી. બર્મન સાથે બીજીવાર લગ્ન કર્યા. બંનેની પહેલી મુલાકાત 1966માં ફિલ્મ 'તીસરી મંઝિલ'ના ગીત દરમિયાન થઈ હતી. આ પછી આશા ભોંસલેએ આર.ડી. બર્મનની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં, સાથે કામ કરતી વખતે બંને સારાં મિત્રો બની ગયાં અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એનો ખ્યાલ જ ન આવ્યો. એક દિવસ આર.ડી. બર્મને તક મળતાં જ આશાની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આશા તરત જ એ માટે સંમત થઈ ગયાં, પરંતુ બર્મનની માતાએ લગ્નની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે બર્મનને કહ્યું કે 'જો આ લગ્ન થશે તો તે તેના મૃતદેહ પર જ થશે.' બર્મનની માતા લગ્નનો ઇનકાર કરી રહ્યાં હતાં, કારણ કે આશા બર્મન કરતાં 6 વર્ષ મોટાં હતાં અને તેઓ 3 બાળકોનાં માતા હતાં. આવી સ્થિતિમાં બર્મને તેમની માતાની વાત સાંભળી અને તેમની સાથે સંમત થયા, જોકે જ્યારે બર્મનના પિતા એસ.ડી. બર્મનનું અવસાન થયું, તેમની માતાની માનસિક સ્થિતિ બગડી. આવી સ્થિતિમાં પોતાની માતાની સ્થિતિ સુધારવા માટે બર્મને 1980માં આશા ભોંસલે સાથે લગ્ન કર્યા. આશા ભોંસલેએ 50 અને 90ના દાયકાની વચ્ચે ઓપી નય્યર, આરડી બર્મન, ખય્યામ અને બપ્પી લહરી જેવા ઘણા સંગીતકારો સાથે કામ કર્યું હતું. તેમણે ઘણાં સદાબહાર ગીતો ગાયાં, પરંતુ એક સમય એવો હતો, જ્યારે તેમના અવાજને રિજેક્ટ કરીને રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી પાછાં મોકલી દીધાં હતાં. ખરાબ અવાજ હોવાનું કહી રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યાં આરજે અનમોલ સાથે વાત કરતી વખતે આશા ભોંસલેએ તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કા વિશે વાત કરી અને કહ્યું કે 'એકવાર મને મારો ખરાબ અવાજ છે એમ કહીને કિશોર કુમાર સાથે રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી.' આશા ભોંસલેએ કહ્યું, 'વાત 1947ની છે. હું રાજ કપૂર અને નરગિસ સ્ટારર ફિલ્મ 'જાન પહેચાન' માટે ગીત રેકોર્ડ કરવા કિશોર કુમાર સાથે ફેમસ સ્ટુડિયોમાં ગઈ હતી. આ ફિલ્મના સંગીત નિર્દેશક ખેમચંદ પ્રકાશ હતા.' 'આજકાલ સ્ટુડિયો એરકન્ડિશન્ડ હોય છે અને એમાં ઘણાં બધાં મશીનો હોય છે. એ દિવસોમાં બે ટ્રેકવાળા મશીનો આવતાં હતાં. એક ટ્રેક સંગીતકાર માટે હોય અને બીજો ગાયક માટે. એક જ માઈક રહેતું અને સિંગર્સે એકબીજાની સામે ઊભા રહીને ગાવાનું હતું. મેં અને કિશોર દાએ ગાવાનું શરૂ કર્યું.' 'આ પછી અમે નીકળી ગયાં અને મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પહોંચ્યાં. અમારી શિફ્ટ રાત્રે 8 વાગ્યે હતી, પરંતુ અમે નીકળ્યાં ત્યાં સુધીમાં સવારના 2 વાગી ગયાં હતાં. અમે સીટ પર બેસી રહ્યાં. કિશોર દા ગુસ્સામાં હતા. તેમને દુઃખ પણ થયું. તેમને સારું નહોતું લાગી રહ્યું. મેં તેમને આશ્વાસન આપતાં કહ્યું કે દાદા, તમારો અવાજ એવો છે, જેને કોઈ રોકી શકશે નહીં. કિશોર દાને ભૂખ લાગી હતી, પછી અમે બટાટાવડાં અને ચાનો નાનો કપ મગાવ્યો. થોડી ચા અમારા પર પણ પડી. પછી અમે બંને ચાલ્યાં ગયાં.'
Read Original Article →