આશા ભોસલેની છેલ્લી ઈચ્છા શું હતી?:સૂરોની મલ્લિકાનો છેલ્લો પડઘો સોશિયલ મીડિયા પર વાઈરલ; કહ્યું- 'ગાતા-ગાતા મારા પ્રાણ નીકળે'

Entertainment4/13/2026, 6:36:35 AM
આશા ભોસલેની છેલ્લી ઈચ્છા શું હતી?:સૂરોની મલ્લિકાનો છેલ્લો પડઘો સોશિયલ મીડિયા પર વાઈરલ; કહ્યું- 'ગાતા-ગાતા મારા પ્રાણ નીકળે'
પોતાની મધુર ગાયકીથી લોકોના દિલમાં વસનારા આશા ભોસલે હવે આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા છે. તેમનું જવું હિન્દી સિનેમા માટે એક એવું નુકસાન છે, જેની ક્યારેય ભરપાઈ થઈ શકે તેમ નથી. ઘણા દાયકાઓ સુધી તેમણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. દરેકના દિલને પોતાના રૂહાની અવાજથી સ્પર્શ કર્યો છે. દુનિયાભરના લોકો તેમની ગાયકીના મુરીદ છે. શું હતી આશા ભોસલેની છેલ્લી ઈચ્છા? આશા ભોસલેના નિધન બાદ હવે તેમનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે તેમણે પોતાની છેલ્લી ઈચ્છા જણાવી હતી. લગભગ એક વર્ષ પહેલા આશા ભોસલે એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલના પોડકાસ્ટમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન દિગ્ગજ સિંગરે જણાવ્યું હતું કે- તેઓ પોતાની જિંદગીની છેલ્લી ક્ષણો ગાતા-ગાતા વિતાવવા માંગે છે, કારણ કે તેમના માટે સંગીત સૌથી મહત્વનું છે. આશા ભોસલેએ કહ્યું હતું- મારી ઈચ્છા એ જ છે કે હું ગાતા-ગાતા જ દુનિયામાંથી વિદાય લઉં. હવે મારે કશું શીખવાનું નથી. ગાવું એ જ મારી લાઈફ છે. બાળપણથી ગાયું છે. 3 વર્ષની ઉંમરે પિતાએ શીખવેલું ક્લાસિકલ ગાયું છે. આખી જિંદગી આમાં જ વીતી ગઈ છે. ફિલ્મ લાઈનમાં 80-82 વર્ષ થઈ ગયા છે. હવે એવી ઈચ્છા છે કે ગાતા-ગાતા મારા પ્રાણ નીકળે. મને સૌથી વધુ ખુશી એ વાતની થશે કે હું ગાતા-ગાતા જાઉં. ફેન્સ થયા ઈમોશનલ આશા ભોસલેનો આ જૂનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે. તેમનો વીડિયો જોઈને તમામ ફેન્સ ઈમોશનલ દેખાઈ રહ્યા છે. ફેન્સ તેમને ભીની આંખે યાદ કરી રહ્યા છે. આશા ભોસલે ભલે હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ પોતાના ગીતો દ્વારા તેઓ ફેન્સના દિલમાં હંમેશા જીવંત રહેશે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન આશા ભોસલેનું નિધન 12 એપ્રિલના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયું છે. આજે 13 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આશા ભોસલે સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. 16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા 2. આશા ભોસલેના અવાજને ખરાબ કહી સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યા હતા:12,000 ગીતો ગાઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લતા દીદીના પડછાયામાંથી બહાર આવી અલગ ઓળખ બનાવી 3. આશા ભોસલેની સફળતા પાછળનું 'જ્યોતિષ રહસ્ય':'ભરણી' નક્ષત્રમાં જન્મ્યાં હતાં સૂરોના મહારાણી, યમની શિસ્ત અને શુક્રના તેજ સાથે કલાનો મેળાપ
Read Original Article →