ભાઈબંધના જૂતા બચાવવા જતાં આર્યન ખાન ગોથું ખાઈ ગયો:લગ્નમાં શાહરુખનો લાડલો સ્ટારડમ ભૂલ્યો, મિત્ર માટે એડી-ચોટીનો દમ લગાવ્યો; ધમાચકડીનો VIDEO વાઇરલ

Entertainment4/23/2026, 5:23:21 AM
ભાઈબંધના જૂતા બચાવવા જતાં આર્યન ખાન ગોથું ખાઈ ગયો:લગ્નમાં શાહરુખનો લાડલો સ્ટારડમ ભૂલ્યો, મિત્ર માટે એડી-ચોટીનો દમ લગાવ્યો; ધમાચકડીનો VIDEO વાઇરલ
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનો દીકરો અને ડિરેક્ટર આર્યન ખાનનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. આર્યન પોતાના મિત્રના લગ્નમાં પહોંચ્યો હતો. આ દરમિયાન મિત્રના જૂતા બચાવવા સમયે આર્યન ગોથુ ખાઈ ગયો હતો. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના અન્ય મિત્રો તેને સંભાળતા જોવા મળી રહ્યા છે. મિત્રના જૂતા બચાવવા આર્યને એડી-ચોટીનો દમ લગાવી દીધો વાસ્તવમાં આર્યન ખાન તેના નજીકના મિત્ર માહિર મહેતાના લગ્નમાં ગયો હતો. વેડિંગ સેરેમની દરમિયાન કન્યા તરફના લોકોએ માહિરના જૂતા ચોરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન આર્યન ખાન અને તેના મિત્રો પણ ડિફેન્સ મોડમાં આવી ગયા અને જૂતા બચાવવા માટે ખેંચતાણ કરવા લાગ્યા. મજાક-મસ્તી વચ્ચે આર્યન જૂતા બચાવવામાં એટલો મશગુલ થઈ ગયો કે ગોથું ખાઈ ગયો. આ દરમિયાન ત્યાં ઉભેલા વ્યક્તિએ તેને પડતાં પડતાં બચાવી લીધો. પડતા-પડતા બચ્યા, પણ જૂતા ન છોડ્યા જોકે, આર્યને હાર ન માની અને તે જૂતા લઈને ફરી દોડવા લાગ્યો. જ્યારે અન્ય લોકો વરરાજાના જૂતા છીનવવા તેની પાછળ દોડતા દેખાયા. વીડિયોમાં આર્યન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે જીન્સ, ટી-શર્ટ અને બ્રાઉન જેકેટ પહેર્યું હતું. વેડિંગ ઓર્ગેનાઈઝર ‘ઝેસ્ટ ઈવેન્ટ્સ’એ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'આ માત્ર જૂતા ચોરી નહોતી, પરંતુ સંપૂર્ણપણે મનોરંજક મુકાબલો હતો.' આર્યન ખાનનું વર્કફ્રન્ટ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આર્યન ખાને વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઑફ બોલિવૂડ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં રિલીઝ થયેલી આ વેબ સિરીઝમાં બોબી દેઓલ, લક્ષ્ય લાલવાણી, રાઘવ જુયાલ, અન્યા સિંહ, સાહેર બંબા અને મોના સિંહ હતા. જ્યારે શાહરુખ ખાન, આમિર ખાન, બાદશાહ, રણવીર સિંહ, સલમાન ખાન અને કરણ જોહરે કેમિયો કર્યો હતો. આર્યને હજુ સુધી આ વેબ સિરીઝ પછી પોતાનો આગામી પ્રોજેક્ટ જાહેર કર્યો નથી.
Read Original Article →