અનુષ્કાને બર્થ-ડે વિશ કરવા વિરાટ અમદાવાદથી મેચ પતાવીને ભાગ્યો:વહેલી સવારમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો; એક્ટ્રેસ આજે 38 વર્ષની થઈ
વિરાટ કોહલી શુક્રવારે પત્ની અનુષ્કા શર્માનો 38મો જન્મદિવસ ઉજવવા માટે મુંબઈ આવ્યો. કોહલી અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2026નો મેચ રમ્યા બાદ મુંબઈ પહોંચ્યો. તે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો. એરપોર્ટ પર પાપારાઝીએ કોહલીને અનુષ્કાને જન્મદિવસની શુભેચ્છા આપવા કહ્યું. વિરાટ અને અનુષ્કાના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં થયા હતા. તેમને બે બાળકો છે. પુત્રી વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021 અને પુત્ર અકાયનો જન્મ 15 ફેબ્રુઆરી 2024ના રોજ થયો હતો. વિરાટ-અનુષ્કા પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યા હતા વિરાટ-અનુષ્કા તાજેતરમાં વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમે પહોંચ્યા હતા. કપલે અક્ષય તૃતીયાના રોજ 19 એપ્રિલે વૃંદાવન પહોંચીને સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા. બંનેએ પ્રેમાનંદ મહારાજનો સત્સંગ પણ સાંભળ્યો. બંને સવારે લગભગ 10 વાગ્યે સંત પ્રેમાનંદ મહારાજના ગુરુ સંત હિત ગૌરાંગી શરણ મહારાજના વરાહ ઘાટ સ્થિત આશ્રમે પહોંચ્યા હતા. અહીં દર્શન કરીને પછી હોટેલ પાછા ફર્યા અને લગભગ 11 વાગ્યે રવાના થઈ ગયા હતા. વિરાટ-અનુષ્કાએ જમીન પર બેસીને સત્સંગ સાંભળ્યો આશ્રમમાં વિરાટ અને અનુષ્કા અત્યંત સાધારણ આઉટફીટ અને સાદગીભર્યા અંદાજમાં જોવા મળ્યો. કોઈપણ VIP ઠાઠમાઠ વિના બંનેએ સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ જમીન પર બેસીને ઘણી વાર સુધી સત્સંગ સાંભળ્યો. બંને શાંત રહ્યા અને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં.
છઠ્ઠી વાર પ્રેમાનંદને મળવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા
વિરાટ-અનુષ્કાએ હવે 6 વાર સંત પ્રેમાનંદ સાથે મુલાકાત કરી છે. પહેલી વાર 4 જાન્યુઆરી, 2023ના રોજ બંને સંત પ્રેમાનંદને મળ્યા હતા. છેલ્લા 16 મહિનામાં બંનેની આ 5મી મુલાકાત છે. 16 ફેબ્રુઆરીએ પુત્ર અકાયના જન્મદિવસ પછી પણ બંને અહીં આવ્યા હતા. વર્ષ 2025માં પણ આ કપલ ત્રણ વાર આશ્રમ પહોંચ્યું હતું, જાન્યુઆરીમાં બાળકો સાથે, મે મહિનામાં અને પછી ડિસેમ્બરમાં.
Read Original Article →