અનુરાગ ડોભાલે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લીધા:વ્હીલચેર પર વૃંદાવનના આશ્રમમાં પહોંચ્યો; થોડા દિવસ પહેલા યુટ્યુબરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
પ્રખ્યાત યુટ્યુબર અનુરાગ ડોભાલ (UK07 રાઇડર) હાલમાં રિકવરી કરી રહ્યો છે. તેવામાં તે વૃંદાવન ખાતે પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. તેણે આનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનુરાગ વ્હીલચેર પર બેઠેલો જોવા મળી રહ્યો છે અને બાદમાં તે વોકરના સહારે ચાલીને પ્રેમાનંદ મહારાજ આશ્રમ પાસે પહોંચે છે. આશ્રમમાં આશીર્વાદ લેતી વખતે તેઓ ખૂબ જ ભાવુક અને પરેશાન દેખાઈ રહ્યો છે. આ વીડિયો શેર કરતા અનુરાગે કેપ્શનમાં લખ્યું- જ્યારે બધું જ સમાપ્ત થતું લાગે છે, ત્યારે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ તમને સંભાળી લે છે અનુરાગ ડોભાલના વૃંદાવનના PHOTOS… પિતા બનવાથી મળી નવી આશા અનુરાગ ડોભાલના જીવનમાં એક નવી ખુશી આવી છે. તાજેતરમાં જ અનુરાગ અને તેની પત્ની રિતિકા એક દીકરાના માતા-પિતા બન્યા છે. અનુરાગે પોતાના દીકરાના જન્મ પર ભાવુક થતા કહ્યું હતું કે, તેનો બીજો જન્મ હવે પોતાના દીકરા માટે છે. તેની પત્ની રિતિકા ચૌહાણે 27 માર્ચ 2026 ના રોજ રામ નવમીના રોજ તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો. આ ખાસ અવસરની જાણકારી રિતિકાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી, જ્યાં તેણે બાળકના પગની તસવીર શેર કરી હતી. રિતિકાએ પોસ્ટમાં લખ્યું કે 'રામ નવમીના પવિત્ર દિવસે ભગવાને અમને અમારી સૌથી અમૂલ્ય ભેટથી નવાજ્યા છે.' આ પોસ્ટ સામે આવતા જ ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ કપલને સતત શુભેચ્છાઓ પાઠવી હતી. અનુરાગ ડોભાલ હરિયાણામાં તેના મિત્ર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છોટા દલાલ સાથે રહે છે, જ્યાં છોટા દલાલ તેની સર્જરી પછી સંભાળ રાખી રહ્યા છે. 7 માર્ચે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અનુરાગ ડોભાલે 7 માર્ચે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર કાર ચલાવતી વખતે ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યું હતું. લાઇવમાં તેણે કહ્યું હતું- મમ્મી, આવતા જન્મમાં આવું તો બસ પ્રેમ આપજો… ચાલો ફાઇનલ ડ્રાઇવ પર જઈએ. ત્યારબાદ તેણે લગભગ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ભગાવી અને કાર ડિવાઇડર સાથે અથડાઈ. તે સમયે લગભગ 80 હજાર લોકો લાઇવ જોઈ રહ્યા હતા. અકસ્માત બાદ તેને પહેલા મેરઠની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને બાદમાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Read Original Article →