નવી ફિલ્મ આવતાં જ ફરી અનન્યા પાંડે ટ્રોલર્સને હાથ ચડી!:'ચાંદ મેરા દિલ'ના ભરતનાટ્યમ સીન પર ભડક્યા લોકો; શા માટે વારંવાર મજાકનું કારણ બને છે?
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ફરી એકવાર સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી અને વિવેક સોની દ્વારા નિર્દેશિત તેની લેટેસ્ટ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ચાંદ મેરા દિલ' થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં અનન્યાની સાથે એક્ટર લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં છે. જોકે, ફિલ્મની સ્ટોરી કરતાં અત્યારે સોશિયલ મીડિયા પર અનન્યાના ડાન્સ સીનની ક્લિપ જોરદાર વાઇરલ થઈ રહી છે, જેના કારણે તે ભારે ટીકાઓનો સામનો કરી રહી છે. જુઓ વાઇરલ થયેલી ક્લિપ:- સોશિયલ મીડિયા પર કેમ મચી બબાલ? વાઇરલ થયેલી ક્લિપમાં અનન્યા પાંડે પરંપરાગત ભરતનાટ્યમના આઉટફિટમાં સ્ટેજ પર પરફોર્મ કરતી જોવા મળે છે. પૃષ્ઠભૂમિમાં ભગવાન નટરાજની મૂર્તિ પણ રાખવામાં આવી છે. આ વીડિયો ઓનલાઈન સામે આવ્યા બાદ શાસ્ત્રીય નૃત્યના ચાહકો અને નેટિઝન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઇન્સ્ટાગ્રામ અને X (ટ્વિટર) પર યૂઝર્સ દ્વારા "કોઈ અભિવ્યક્તિ નહીં," "કોઈ ગ્રેસ નહીં," અને "કોઈ લાગણીઓ નહીં" જેવી કમેન્ટ્સ કરવામાં આવી રહી છે. કેટલાક યૂઝર્સે તો તેની સરખામણી શ્રીદેવી અને સાઈ પલ્લવી જેવા કલાકારો સાથે કરીને અનન્યાના ડાન્સને "રોબોટિક" ગણાવ્યો છે. એટલું જ નહીં, પ્રખ્યાત ભરતનાટ્યમ ડાન્સર અનિતા રત્નમ અને પદ્મ વિભૂષણ ડૉ. સોનલ માનસિંગ જેવા દિગ્ગજોએ પણ આ પ્રદર્શન અંગે નારાજગી વ્યક્ત કરી છે અને ક્લાસિકલ આર્ટ ફોર્મની ગરિમા જાળવવાની સલાહ આપી છે. શું છે વાઇરલ વીડિયોનું અસલી સત્ય? સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ વચ્ચે, આ સીન પાછળનું સાચું કારણ અને ફિલ્મનો સંદર્ભ હવે સામે આવ્યો છે. ફિલ્મ 'ચાંદ મેરા દિલ'માં અનન્યા પાંડેનું પાત્ર 'ચાંદની' એક ભરતનાટ્યમ ડાન્સરની પુત્રી છે. ફિલ્મમાં તે એક એન્જિનિયરિંગ કોલેજના ફંક્શનમાં ટ્રેડિશનલ ભરતનાટ્યમ કરવાને બદલે વેસ્ટર્ન હિપ-હોપ, લૉકિંગ અને ક્લાસિકલ ડાન્સનું એક ફ્યુઝન (અલગ-અલગ નૃત્ય શૈલીઓનું મિશ્રણ) રજૂ કરે છે. સોશિયલ મીડિયા પર આ પરફોર્મન્સના અંતની માત્ર થોડી સેકન્ડની ક્લિપ જ વાઇરલ થઈ છે, જેને લોકોએ સત્ય જાણ્યા વગર કે આખો ડાન્સ જોયા વગર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ડેબ્યૂથી જ વિવાદો અને ટ્રોલિંગ સાથે અનન્યાનો નાતો અનન્યા પાંડે માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું કોઈ નવી વાત નથી. તેણે વર્ષ 2019માં ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા સાથે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું ત્યારથી જ તે સતત ચર્ચામાં રહી છે: નેપોટિઝમ અને બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ: ચંકી પાંડેની પુત્રી હોવાના કારણે શરૂઆતથી જ તેની પર નેપોટિઝમ (ભાઈ-ભત્રીજાવાદ)નો ટેગ લાગ્યો. જ્યારે તેને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' માટે ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો એવોર્ડ મળ્યો, ત્યારે પણ સોશિયલ મીડિયા પર 'એવોર્ડ ફિક્સ' હોવાના આરોપો સાથે ભારે વિવાદ થયો હતો. "સ્ટ્રગલ પાંડે" મીમ્સ: 'કોફી વિથ કરણ' શૉમાં સારા અલી ખાન સાથે આવેલી અનન્યાએ જ્યારે આઉટસાઇડર્સના સંઘર્ષ સાથે પોતાના પિતાના સંઘર્ષની સરખામણી કરી અને કહ્યું કે તેના પિતા ક્યારેય ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં નથી આવ્યા, ત્યારે તેની ભારે મજાક ઉડી હતી. ત્યારથી ઇન્ટરનેટ પર તેને "સ્ટ્રગલ પાંડે" તરીકે ટ્રોલ કરવામાં આવે છે. એક્ટિંગ અને રાકેશ બેદી વિવાદ: 'ગહેરાઈયાં' અને 'ખો ગયે હમ કહાં' જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગના વખાણ થયા હોવા છતાં, ડાયલોગ ડિલિવરી માટે તે હંમેશાં નિશાના પર રહે છે. તાજેતરમાં 'ધુરંધર'ના પ્રમોશન દરમિયાન સિનિયર એક્ટર રાકેશ બેદી સાથે વાત કરતી વખતે ઊભા ન થવા બદલ પણ સોશિયલ મીડિયા પર યૂઝર્સે તેની બોડી લેંગ્વેજ અને કથિત અનાદર માટે ટીકા કરી હતી. ‘ધુરંધર’ સાથે જોડાયેલી એક પ્રમોશનલ ઇન્ટરેક્શન દરમિયાન, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટ્રેસ પર અનાદરનો આરોપ લગાવ્યો હતો કારણ કે તેણે કથિત રીતે સિનિયર એક્ટર સાથે તે વાત કરતી વખતે ઊભી થઈ નહોતી. બોડી-શેમિંગ અને ધમકીઓ વિશેના ખુલાસા ઓનલાઈન ટ્રોલ થવા છતાં, અનન્યાએ પોતે તેના શાળાના દિવસોમાં ધમકીઓનો સામનો કરવા વિશે ખુલીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં, એક્ટ્રેસે ખુલાસો કર્યો કે સ્કૂલના દિવસોમાં ખૂબ પાતળી હોવાને કારણે તેને બોડી-શેમ કરવામાં આવી હતી. તેણે શેર કર્યું કે તેના શરીર અને દેખાવ વિશેની કોમેન્ટ મોટા થતી વખતે તેના આત્મવિશ્વાસને અસર કરી હતી. આને કારણે, ઘણા ચાહકો હવે માને છે કે સતત ઓનલાઈન ટ્રોલ અને મીમ્સ તેના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
Read Original Article →