ટેલી પ્રોમ્પ્ટરમાં ડાયલોગ વાંચી ટ્રોલ થયો હતો અક્ષય કુમાર:બચાવમાં ઉતરી અમીષા પટેલ, કહ્યું- મારી સાથે 2 ફિલ્મો કરી, મેં ક્યારેય આવું કરતા નથી જોયો

Entertainment4/27/2026, 7:39:34 AM
ટેલી પ્રોમ્પ્ટરમાં ડાયલોગ વાંચી ટ્રોલ થયો હતો અક્ષય કુમાર:બચાવમાં ઉતરી અમીષા પટેલ, કહ્યું- મારી સાથે 2 ફિલ્મો કરી, મેં ક્યારેય આવું કરતા નથી જોયો
બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય, તાજેતરમાં ટેલી પ્રોમ્પ્ટરમાં ડાયલોગ વાંચીને ખૂબ ટ્રોલ થયો હતો. એક્ટર ફિલ્મ ‘ભૂત બંગલા’ને પ્રમોટ કરવા માટે એકતા કપૂરના ટીવી શો ‘નાગિન 7’નો ભાગ બન્યો હતો. એપિસોડની ક્લિપ્સ ખૂબ વાઈરલ થઈ હતી, જેમાં અક્ષય વારંવાર વાંચીને ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો. હવે આના પર અમીષા પટેલ એક્ટરના સમર્થનમાં ઉતરી છે. તાજેતરમાં બોલિવૂડ બબલને આપેલા ઇન્ટરવ્યૂમાં અમીષા પટેલને પૂછવામાં આવ્યું હતું કે- શું અક્ષય સેટ પર ટેલી પ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે અને વાંચીને ડાયલોગ બોલે છે. આના પર એક્ટ્રેસે કહ્યું, ‘મારા અક્ષય કુમાર સાથે બે અનુભવો રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા’ અને ‘મેરે જીવન સાથી’. સુનીલ દર્શનજીની ફિલ્મ હતી 'મેરે જીવન સાથી', ખૂબ જ સુંદર ફિલ્મ હતી. ત્યારે તો મેં ક્યારેય ટેલી પ્રોમ્પ્ટર જોયું નથી. હોઈ શકે કે કેટલીક ફિલ્મોમાં કર્યું હોય, પરંતુ મેં તો તેને ક્યારેય આમ ઉપયોગ કરતા જોયા નથી.’ શા માટે એક્ટર પર સવાલો ઉઠ્યા અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ 17 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેને એકતા કપૂરે કો-પ્રોડ્યુસ કરી છે. આવી સ્થિતિમાં ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર, એકતા કપૂરના ટીવી શો ‘નાગિન 7’માં નાગ ગુરુના રોલમાં કેમિયો કરતા જોવા મળ્યો હતો. એપિસોડ ઓન-એર થયા પછી અક્ષય કુમારના ઘણા વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તે સ્પષ્ટપણે વાંચીને ડાયલોગ બોલતા જોવા મળી રહ્યો હતો. વીડિયો વાઈરલ થયા બાદ એક્ટરની જોરદાર ટીકા થવા લાગી. એક યુઝરે લખ્યું, '30 વર્ષના કરિયર પછી પણ જો 60 વર્ષનો એક્ટર ડાયલોગ યાદ ન રાખી શકે, તો કેટલાક લોકોને તે વિચિત્ર કે શરમજનક લાગી શકે છે. જોકે, ઘણા કલાકારો કામની ઝડપ અને વ્યવહારિક કારણોસર ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે.' જ્યારે એક યુઝરે લખ્યું છે કે, 'આ રીતે તમે એક વર્ષમાં 4 ફિલ્મો કરો છો.'
Read Original Article →