જામનગરમાં રણવીર-જાહ્નવી ગરબે ઘુમ્યા!:'રાધે-રાધે'ના નામમાં લીન થયા નીતા અંબાણી, ભવ્ય ડ્રોન શૉનો નજારો જોતી જ રહી ગઈ રાધિકા; જુઓ VIDEO
દેશના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલી એટલે કે અંબાણી પરિવાર ફરી એકવાર ચર્ચામાં છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલે પોતાનો 31મો જન્મદિવસ ખૂબ જ ખાસ અને યાદગાર અંદાજમાં ઉજવ્યો છે. જામનગરમાં આયોજિત આ કાર્યક્રમમાં અંબાણી પરિવારની ભક્તિ અને સાદગીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભજન અને લાઈટ શોનું ખાસ આયોજન અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જામનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માત્ર આકર્ષક કેક જ નહીં, પરંતુ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવા માટે ખાસ ભજન સંધ્યા અને લાઈટ શો યોજાયો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા લેટેસ્ટ વીડિયોમાં આખો પરિવાર અને બોલિવૂડ સેલેબ્સ ભક્તિમાં તરબોળ જોવા મળી રહ્યા છે. રાધા-કૃષ્ણની ભક્તિમાં મગ્ન નીતા અંબાણી વાઈરલ વીડિયોમાં નીતા અંબાણીની સાદગીએ સૌના દિલ જીતી લીધા છે. કરોડોની સંપત્તિ હોવા છતાં, નીતા અંબાણી જમીન પર બેસીને તાળીઓ વગાડતા રાધા-ગોવિંદના ભજન ગાતા જોવા મળ્યા હતા. તેમણે લાલ રંગની સુંદર સિલ્ક સાડી પહેરી હતી, જેના પર ગોલ્ડન જરી કામ હતું. પિંક અને ગ્રીન કલરના ઈયરિંગ્સ અને નેકલેસ સાથે તેમણે હાથે ડાયમંડના કડા પહેર્યા હતા, જે તેમના શાહી અંદાજને શોભાવતા હતા. અનંત-રાધિકાની જોડીએ જમાવ્યું આકર્ષણ વીડિયોમાં અનંત અંબાણી અને તેની પત્ની રાધિકા મર્ચન્ટ ઉત્સાહિત દેખાયા. રાધિકાના ચહેરા પર સ્મિત-ભક્તિનો રંગ સાફ છલકાઈ રહ્યો હતો. તેની બાજુમાં જ મુકેશ અંબાણી પણ ભજનનો આનંદ માણતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં આકાશમાં ભવ્ય ડ્રોન શૉનો નજારો જોઈને રાધિકા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સેલિબ્રેશનમાં સેલેબ્સના ગરબા આ ભવ્ય સેલિબ્રેશનમાં રણવીર સિંહ અને જ્હાન્વી કપૂર ભજન દરમિયાન ગરબા કરતા જોવા મળ્યા હતા. શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન નાના દીકરા અબરામ સાથે ભજન સંધ્યાનો આનંદ માણતી નજરે પડી હતી. સલમાન ખાન, સંજય દત્ત અને વરુણ ધવન જેવા સ્ટાર્સ પણ અનંતના આ ખાસ દિવસ માટે જામનગર પહોંચ્યા હતા. જામનગરમાં ગૌ સેવા કરી અનંતે ગુરુવારે જામનગરમાં ગૌ સેવા કરી. એક લાખથી વધુ ગાયોને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો. જામનગરની આસપાસના ગામોમાં ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન સમારોહમાં આવેલી મહિલાઓને સાડીઓ ભેટમાં આપવામાં આવી હતી. જામનગરના ગામોમાં બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત, અનંત અંબાણીએ દેશના અનેક મોટા મંદિરોને કરોડોનું દાન આપ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત ગ્લોબલ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ઓર્ગેનાઇઝેશન, જામનગરમાં વનતારા યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વન્યજીવ સંરક્ષણ અને પશુચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક યુનિવર્સિટી હશે. વનતારા યુનિવર્સિટીનો પાયો પશુ કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણ પર આધારિત છે. આ સંસ્થાનો ધ્યેય પશુ ચિકિત્સા, સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ક્ષેત્રમાં ભવિષ્યના નેતાઓ તૈયાર કરવાનો છે. અનંત અંબાણીએ કહ્યું- સંરક્ષણનું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરશે કે આપણે લોકો અને સંસ્થાઓને કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવોની સેવા કરવા માટે કેવી રીતે તૈયાર કરીએ છીએ. વનતારા યુનિવર્સિટીની પરિકલ્પના તે વ્યક્તિગત અનુભવથી પ્રેરિત છે, જ્યારે મેં સંકટમાં પડેલા પશુઓને નજીકથી જોયા અને તેમની વધુ સારી સંભાળ માટે વધુ ક્ષમતાની જરૂરિયાત અનુભવી. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયની ભાવના અને ‘આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ’ અર્થાત્ બધી દિશાઓમાંથી શ્રેષ્ઠ વિચારો અમારી પાસે આવે, તે આદર્શોથી પ્રેરિત થઈને આ વિશ્વવિદ્યાલય દરેક જીવનના રક્ષણ માટે સમર્પિત નવી પેઢી તૈયાર કરવા માંગે છે. આ વિચારને પ્રતીકાત્મક રીતે દર્શાવવા માટે શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં બે બિજોલિયા રેતીના પથ્થરોનો સમાવેશ કરવામાં આવ્યો. આ પથ્થરો પ્રાચીન વિંધ્યન ભૂ-વિન્યાસમાંથી લેવામાં આવ્યા છે, જે વર્તમાન બિહારમાં સ્થિત પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયની ભૌગોલિક સંરચના સાથે સંકળાયેલા માનવામાં આવે છે. આ ભારતના જ્ઞાન અને શિક્ષણની સતત પરંપરાનું પ્રતીક છે. 3000 એકર ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે વનતારા
વનતારામાં ઘાયલ પ્રાણીઓની સારવાર, સંભાળ અને તેમનું પુનર્વસન કરવામાં આવે છે. વનતારા રિલાયન્સના જામનગર સ્થિત રિફાઇનરી પરિસરના 3000 એકર ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે. વનતારા પ્રોજેક્ટ પ્રાણીઓને સમર્પિત પોતાની જાતનો દેશનો પહેલો સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ સમગ્ર વિસ્તારને ગાઢ જંગલની જેમ વિકસાવવામાં આવ્યો છે. અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીના PHOTOs…
Read Original Article →