'ભૂત બંગલા'ના પ્રમોશનમાં અક્ષય કુમારે ભાંગરો વાટ્યો:'નાગિન 7'માં કેમિયો દરમિયાન ટેલી પ્રોમ્પ્ટરથી ડાયલોગ વાંચ્યા, VIDEO વાયરલ થતાં ટ્રોલ થયો

Entertainment4/15/2026, 9:09:46 AM
'ભૂત બંગલા'ના પ્રમોશનમાં અક્ષય કુમારે ભાંગરો વાટ્યો:'નાગિન 7'માં કેમિયો દરમિયાન ટેલી પ્રોમ્પ્ટરથી ડાયલોગ વાંચ્યા, VIDEO વાયરલ થતાં ટ્રોલ થયો
અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું પ્રમોશન કરવા માટે એક્ટર તાજેતરમાં એકતા કપૂરના સુપરનેચરલ ટીવી શો 'નાગિન 7'માં કેમિયો કરતો જોવા મળ્યો. જોકે, હવે શોમાંથી એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં અક્ષય કુમાર ટેલી પ્રોમ્પ્ટરની મદદથી ડાયલોગ વાંચતો જોવા મળી રહ્યો છે. ટેલી પ્રોમ્પ્ટર પર ડાયલોગ્સ વાંચ્યા 'નાગિન 7'ના વીકએન્ડમાં ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં અક્ષય કુમારે નાગ ગુરુના રૂપમાં કેમિયો કર્યો. એપિસોડમાં તે નાગિન બનેલી એક્ટ્રેસ પ્રિયંકા ચહરને ડ્રેગન યમન સામે લડવાનું સૂચન આપી રહ્યો છે. હવે એપિસોડનો એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના પર એક્ટરને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અક્ષય કુમાર પોતાના ડાયલોગ્સ યાદ કર્યા વિના જ ટેલી પ્રોમ્પ્ટર પરથી વાંચી રહ્યો છે. તેની આંખો પ્રોમ્પ્ટરના શબ્દોને અનુસરતી સ્પષ્ટ દેખાઈ. યુઝર્સે ઘટનાને શરમજનક ગણાવી વીડિયો સામે આવ્યા બાદ અક્ષયને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, '30 વર્ષની કારકિર્દી પછી પણ જો 60 વર્ષનો એક્ટર ડાયલોગ યાદ ન રાખે, તો તે વિચિત્ર કે શરમજનક લાગી શકે છે.' જોકે, ઘણા કલાકારો કામની ઝડપ અને વ્યવહારિક કારણોસર ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે. નોંધનીય છે કે, અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ભૂત બંગલા' 17 એપ્રિલે રિલીઝ થઈ રહી છે, જેને એકતા કપૂરે અક્ષય કુમાર સાથે કો-પ્રોડ્યુસ કરી છે. આ જ કારણ છે કે એક્ટર એકતાના ટેલિવિઝન શોમાં ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યો છે. 'ભૂત બંગલા'ની એડવાન્સ બુકિંગમાં દર્શકો નીરસ! આ ફિલ્મથી 'ભૂલ ભુલૈયા', 'હેરા ફેરી' જેવી ફિલ્મો બનાવી ચૂકેલી અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની આઇકોનિક જોડી વાપસી કરી રહી છે, જેનાથી દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ટ્રેલરને મળેલા નબળા પ્રતિસાદ અને ધીમી એડવાન્સ બુકિંગથી અપેક્ષાઓ પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ડિરેક્ટર પ્રિયદર્શને રિલીઝના 2 દિવસ પહેલા સુધી ફિલ્મમાં ફેરફાર કર્યા છે અને તેની લંબાઈ પણ ઓછી કરી છે. 'ભૂત બંગલા'એ અત્યાર સુધીમાં 14.3 લાખનું જ એડવાન્સ બુકિંગ કલેક્શન કર્યું છે. આ ફિલ્મ અક્ષય કુમારની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મો 'જોલી એલએલબી 3', 'હાઉસફુલ 5' અને 'કેસરી ચેપ્ટર 2' ના એડવાન્સ કલેક્શનથી હાલમાં ઘણી પાછળ છે. સેન્સરે ઘણા સીન પર કાતર ચલાવી 2 એપ્રિલે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. આ માટે મેકર્સને ફિલ્મમાં ઘણા મોટા ફેરફારો કરવાની સલાહ આપવામાં આવી હતી. આ સીન પર સેન્સરની કાતર ચાલી 26મી મિનિટે આવતા એક વાંધાજનક શબ્દને બદલવામાં આવ્યો છે. એક કલાકની આસપાસ આવતા અશ્લીલ શબ્દને બદલવામાં આવ્યો છે. છેલ્લા ભાગના અશ્લીલ શબ્દને હટાવવામાં આવ્યો છે. ફર્સ્ટ હાફમાં મહિલાઓ પર આપવામાં આવેલા વાંધાજનક નિવેદનને બદલવામાં આવ્યું છે. ધર્મ અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલું ડિસ્ક્લેમર ઉમેરવાનું કહેવામાં આવ્યું છે. છેલ્લા સમય સુધી ડિરેક્ટર પ્રિયદર્શન ફેરફારો કરતા રહ્યા સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલા કટ લાગુ કર્યા પછી, ફિલ્મનો રનટાઇમ 174.57 મિનિટ (2 કલાક 54 મિનિટ) હતો. જોકે, બાદમાં ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને ફિલ્મના કેટલાક ભાગોથી નાખુશ થઈને સ્વેચ્છાએ તેમાં કટ લગાવ્યા છે. 'બોલિવૂડ હંગામા'ના રિપોર્ટ અનુસાર, તેમણે ફિલ્મ સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ મળ્યાના 10 દિવસ પછી ફિલ્મમાં એક-બે નહીં, પરંતુ પૂરા 63 કટ લગાવ્યા છે. તેમણે ફિલ્મના ગીતો 'ઓ સુંદરી', 'ઓ રે ઓ સાવરિયા'માં પણ ફેરફાર કર્યા અને 27 સેકન્ડના શોટ હટાવી દીધા. આ બધા ફેરફારો પછી ફિલ્મમાંથી 10 મિનિટ 5 સેકન્ડ ઘટાડી દેવામાં આવી છે.
Read Original Article →