58નો અક્ષય 26 વર્ષ નાની ભોજપુરી સુંદરી સાથે નોટી થયો:5 ફ્લોપ ફિલ્મ બાદ અશ્લીલ લિરિક્સવાળા ગીત પર લગાવ્યા ઠુમકા; 'ઘીસ ઘીસ' સોન્ગ પર વિવાદના વાદળો!
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ગીત ‘ઘીસ ઘીસ ઘીસ..’ આજે રિલીઝ થઈ ગયું છે. આ એક ભોજપુરી ગીત છે, જેમાં અક્ષય કુમાર ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ સાથે, વલગર અને ડબલ મિનિંગ લિરિક્સ પર થિરકતા જોવા મળ્યો છે. દેખીતી રીતે, સતત ફ્લોપ ફિલ્મો આપી રહેલા અક્ષય કુમાર હવે આ નવી સ્ટ્રેટેજી સાથે ભોજપુરી પ્રેક્ષકોને ટાર્ગેટ કરતા ભોજપુરી સ્ટાર્સનો સહારો લઈ રહ્યો છે. અક્ષય કુમારે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ ગીતની એક ઝલક શેર કરી છે. ગીતના કેપ્શનમાં અક્ષય કુમારે લખ્યું છે, સ્પીકર ફાટશે અને આખો ડાન્સ ફ્લોર બ્રેક થશે. ‘ઘીસ ઘીસ ઘીસ’ ગીત આજે રિલીઝ થઈ રહ્યું છે. અક્ષય કુમારના ભોજપુરી ગીત પર એક નજર- જુઓ સંપૂર્ણ ગીત:- ફ્લોપના ડરથી અક્ષય કુમારને ભોજપુરી સ્ટાર્સની મદદ લેવી પડી! અક્ષય કુમાર લાંબા સમયથી એક હિટ ફિલ્મની શોધમાં છે. આ વર્ષે રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ભૂત બંગલા’ બોક્સ ઓફિસ પર થોડી અસર બતાવી શકી બાકીની ફિલ્મ કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ પહેલા 2025માં આવેલી તેમની ફિલ્મો ‘કનપ્પા’, ‘સ્કાય ફોર્સ’, ‘હાઉસફુલ 5’ અને ‘જોલી LLB 3’ પણ કોઈ ખાસ અસર છોડી શકી નથી. આવા સંજોગોમાં સવાલ ઊભો થાય છે કે શું અક્ષય કુમાર હવે હિટની શોધ માટે ભોજપુરી સ્ટાર્સ અને ભોજપુરી ગીતોનો સહારો લઈ રહ્યા છે. અક્ષય કુમારની છેલ્લી 6 ફિલ્મો અને તેમનું બજેટ ગીત વિશે- ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ ગીતનું ટાઇટલ છે, ઘીસ ઘીસ ઘીસ. ગીતના લિરિક્સમાં 'રગડકે નહલા દેબ સાબુન સે', 'હોંઠવા પે કાટે જૈસે મધુમક્ખી', 'રગડે જવાની જૈસે ભર-ભર કે' જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીતને વિક્રમ મોંતરોજ, સુપ્રિયા પાઠકે અવાજ આપ્યો છે, જ્યારે તેના લિરિક્સ અભિનવ શેખરે લખ્યા છે. આવા જ ગીતથી ફસાયા સંજય દત્ત-નોરા ફતેહી નોરા ફતેહી અને સંજય દત્ત પણ આવા જ બોલવાળા ગીત 'સરકે ચુનરિયા તેરી'ને કારણે વિવાદોમાં છે. બંને વિરુદ્ધ ફરિયાદો નોંધાવીને સમન પણ કરવામાં આવ્યા હતા અને મહિલા આયોગ દ્વારા બંનેને ઠપકો પણ આપવામાં આવ્યો છે. મહિલા આયોગ સમક્ષ હાજર થયેલા સંજય દત્ત અને નોરા ફતેહી બંનેએ કહ્યું કે તેમને ગીતના શબ્દોની જાણકારી નહોતી. આયોગ સમક્ષ માફી માંગતા તેમણે 50 આદિવાસી બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવી. જ્યારે બીજી તરફ નોરાએ જાહેરાત કરી કે તે હવેથી આઈટમ સોંગમાં કામ નહીં કરે. વિવાદ બાદ આ ગીતને ડિલીટ કરવામાં આવ્યું હતું.
Read Original Article →