'ભૂત બંગલા'ની એડવાન્સ બુકિંગમાં દર્શકો નીરસ!:રિલીઝના બે દિવસ પહેલાં માત્ર ₹14 લાખની ટિકિટ વેચાઈ; પ્રિયદર્શને છેલ્લી ઘડીએ મોટા ફેરફારો કર્યા

Entertainment4/15/2026, 8:45:21 AM
'ભૂત બંગલા'ની એડવાન્સ બુકિંગમાં દર્શકો નીરસ!:રિલીઝના બે દિવસ પહેલાં માત્ર ₹14 લાખની ટિકિટ વેચાઈ; પ્રિયદર્શને છેલ્લી ઘડીએ મોટા ફેરફારો કર્યા
અક્ષય કુમારની મલ્ટીસ્ટારર હોરર કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' 17 એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મથી 'ભૂલ ભુલૈયા', 'હેરા ફેરી' જેવી ફિલ્મો બનાવી ચૂકેલી અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની આઇકોનિક જોડી વાપસી કરી રહી છે, જેનાથી દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ ટ્રેલરને મળેલા નબળા પ્રતિસાદ અને ધીમી એડવાન્સ બુકિંગથી અપેક્ષાઓ પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, ડિરેક્ટર પ્રિયદર્શને રિલીઝના 2 દિવસ પહેલા સુધી ફિલ્મમાં ફેરફાર કર્યા છે અને તેની લંબાઈ પણ ઓછી કરી છે. અક્ષયની પાછળની ફિલ્મોના કલેક્શનથી 'ભૂત બંગલા' ઘણી પાછળ ઇન્ડસ્ટ્રી ટ્રેકર વેબસાઇટ સેકનિલ્ક અનુસાર, ફિલ્મ 'ભૂત બંગલા'એ અત્યાર સુધીમાં 14.3 લાખનું જ એડવાન્સ બુકિંગ કલેક્શન કર્યું છે. આ ફિલ્મ અક્ષય કુમારની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મો 'જોલી એલએલબી 3', હાઉસફુલ 5 અને કેસરી ચેપ્ટર 2 ના એડવાન્સ કલેક્શનથી હાલમાં ઘણી પાછળ છે. 2025માં આવેલી અક્ષયની ફિલ્મોની ફર્સ્ટ ડે એડવાન્સ બુકિંગ હાલમાં ફિલ્મને રિલીઝ થવામાં 2 દિવસ બાકી છે, તેથી ફિલ્મનું એડવાન્સ કલેક્શન વધવાનો અંદાજ છે. જોવું રહ્યું કે તે અગાઉની ફિલ્મોનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં. સેન્સરે ઘણા સીન પર કાતર ચલાવી 2 એપ્રિલે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. આ માટે મેકર્સને ફિલ્મમાં ઘણા મોટા ફેરફારો કરવાની સલાહ આપવામાં આવી હતી. આ સીન પર સેન્સરની કાતર ચાલી છેલ્લા સમય સુધી ડિરેક્ટર પ્રિયદર્શન ફેરફારો કરતા રહ્યા સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલા કટ લાગુ કર્યા પછી, ફિલ્મનો રનટાઇમ 174.57 મિનિટ (2 કલાક 54 મિનિટ) હતો. જોકે, બાદમાં ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને ફિલ્મના કેટલાક ભાગોથી નાખુશ થઈને સ્વેચ્છાએ તેમાં કટ લગાવ્યા છે. 'બોલિવૂડ હંગામા'ના રિપોર્ટ અનુસાર, તેમણે ફિલ્મ સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ મળ્યાના 10 દિવસ પછી ફિલ્મમાં એક-બે નહીં, પરંતુ પૂરા 63 કટ લગાવ્યા છે. તેમણે ફિલ્મના ગીતો 'ઓ સુંદરી', 'ઓ રે ઓ સાવરિયા'માં પણ ફેરફાર કર્યા અને 27 સેકન્ડના શોટ હટાવી દીધા. આ બધા ફેરફારો પછી ફિલ્મમાંથી 10 મિનિટ 5 સેકન્ડ ઘટાડી દેવામાં આવી છે. ટ્રેલરને પણ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર 6 એપ્રિલે રિલીઝ થયું છે. ફિલ્મના ટ્રેલરથી દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ મેકર્સે તેમાં કોઈ નવીનતા દર્શાવી નથી. અક્ષય કુમાર 'હેરા-ફેરી' અને 'ભૂલ ભુલૈયા' જેવા જ પાત્રમાં જોવા મળ્યો. જ્યારે સેટ ભવ્ય, પરંતુ જૂની ફિલ્મો જેવો જ લાગે છે. ફિલ્મના ડાયલોગ અને ગીતો પણ કોઈ ખાસ કમાલ કરી શક્યા નથી. ‘ધુરંધર-2’ને કારણે વારંવાર બદલવામાં આવી રિલીઝ ડેટ ફિલ્મ 'ભૂત બંગલા' 2 એપ્રિલે રિલીઝ થવા માટે શેડ્યૂલ હતી. જોકે, ‘ધુરંધર 2’ની સફળતા પછી ક્લેશ ટાળવા માટે તેને 15 મેના રોજ રિલીઝ કરવા માટે પોસ્ટપોન કરવામાં આવી હતી. આ પછી તેને પ્રી-પોન કરીને 10 એપ્રિલ માટે શેડ્યૂલ કરવામાં આવી, પરંતુ પછી અંતિમ તારીખ 17 એપ્રિલ નક્કી થઈ.
Read Original Article →