આલિયાએ ઐશ્વર્યાને રિપ્લેસ નથી કરી!:કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં દેખાશે મિસ વર્લ્ડનો જલવો; મા-દીકરીનું ટ્વિનિંગ ચર્ચામાં

Entertainment5/22/2026, 6:30:11 AM
આલિયાએ ઐશ્વર્યાને રિપ્લેસ નથી કરી!:કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં દેખાશે મિસ વર્લ્ડનો જલવો; મા-દીકરીનું ટ્વિનિંગ ચર્ચામાં
બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દર વર્ષની જેમ આ વર્ષે પણ કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છે. તે દર વર્ષે લોરિયલ તરફથી પહોંચતી હતી, પરંતુ ઓપનિંગ સેરેમનીમાં આલિયાના આગમનથી દરેકનું માનવું હતું કે ઐશ્વર્યા આ વર્ષે કાનમાંથી ગેરહાજર રહેશે. જોકે, ઐશ્વર્યા કાન માટે રવાના થઈ ચૂકી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ 12 મેથી શરૂ થયો છે, જે 23 મેના રોજ સમાપ્ત થશે. મુંબઈ એરપોર્ટ પરથી ઐશ્વર્યા રાયનો વીડિયો સામે આવ્યો છે. તે દીકરી સાથે કાન માટે નીકળી હતી. તેણે ઓલ બ્લેક આઉટફિટ પહેર્યો હતો. જ્યારે આરાધ્યાએ પણ માતા સાથે ટ્વિનિંગ કર્યું હતું. એરપોર્ટમાં ઐશ્વર્યા એન્ટર કરી રહી હતી, ત્યારે એક યુવાન ફેને તેને ફોટો માટે રોકી લીધી. તે છોકરો પાછળની તરફ જોઈ રહ્યો હતો, તો ઐશ્વર્યાએ પોતે તેને આગળ જોવા માટે કહ્યું, પરંતુ તે પછી ઉલટા ફેને જ ઐશ્વર્યાને ટોકીને કહ્યું કે તેનો કેમેરો પાછળ જ છે. ગયા વર્ષે ચર્ચામાં રહ્યો કાનમાંથી ઐશ્વર્યાનો લુક ઐશ્વર્યા રાયે વર્ષ 2002માં કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે સતત કાન્સમાં હાજર રહે છે. ગયા વર્ષે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલી સફેદ-ગોલ્ડન સાડી પહેરી હતી. રેડ ડાયમંડ જ્વેલરી અને સિંદૂર સાથે ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેનો ટ્રેડિશનલ લુક ખૂબ ચર્ચામાં રહ્યો હતો. કાનના બીજા લુકમાં ઐશ્વર્યા રાયે ગૌરવ ગુપ્તાના કલેક્શનનો બ્લેક સિક્વિન ગાઉન સાથે ટ્રેલ કેરી કરી હતી. ખુલ્લા વાળ અને મિનિમલ જ્વેલરીમાં એક્ટ્રેસ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઐશ્વર્યા રાયના આ લુક્સ પણ જુઓ- અગાઉ બ્યુટી બ્રાન્ડ લોરિયલ પેરિસ (L’Oréal Paris)એ 10 મેના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક નવો પ્રમોશનલ વીડિયો રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં કાનની ફેમસ 'હોટલ માર્ટિનેઝ'ની છત પરથી બ્રાન્ડ સાથે જોડાયેલી ગ્લોબલ એમ્બેસેડર્સના મોટા પોસ્ટર્સ લહેરાતા જોવા મળ્યા. આ પોસ્ટર્સમાં આલિયા ભટ્ટ, વિયોલા ડેવિસ, ઈવા લોન્ગોરિયા અને હેલેન મિરેન જેવા ચહેરાઓ ચમક્યા હતા, પરંતુ જે ચહેરાની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, તે ઐશ્વર્યા રાય બચ્ચન ક્યાંય દેખાઈ રહી નહોતી. એટલે લોકો માની રહ્યા હતા કે આલિયા ભટ્ટે ઐશ્વર્યાનું સ્થાન લઈ લીધું છે. પરંતુ ઓપનિંગ નહીં ક્લોઝિંગ સેરેમનીમાં 'કાન'ની ક્વિન એટલે કે ઐશ્વર્યા પોતાની સુંદરતા વિખેરશે. આલિયા ભટ્ટના કાન લુક પણ ચર્ચામાં રહ્યો ત્રીજા લુકમાં આલિયા ડિઝાઇનર તરુણ તાહિલિયાનીની આઇવરી સાડીમાં જોવા મળી હતી. તે ફ્રેન્ચ રિવેરામાં ભારત પેવેલિયન પહોંચી હતી, જ્યાં તેણે ફિલ્મ મેકર આશુતોષ ગોવારીકર સાથે 57મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)નું પોસ્ટર અને ક્રિએટિવ વિઝન લોન્ચ કર્યું હતું.
Read Original Article →