માણસ કરતાં AI વધુ ચાપલૂસી કરે છે!:મસ્કામારી AI ટૂલ રોમાન્સ અને ડેટિંગની દુનિયાને બદલી રહ્યા છે, સાયન્સ મેગેઝિનના રિસર્ચમાં ખુલાસો
પોતાની પ્રશંસાથી ખુશ થવું માનવીય સ્વભાવ છે. બજારમાં એવી ડઝનબંધ એપ્સ લોન્ચ થઈ ચૂકી છે જે લોકોની આ નબળાઈનો ફાયદો ઉઠાવે છે. AI આધારિત આ વર્ચ્યુઅલ પાર્ટનર્સ હવે ડેટિંગ અને રોમાન્સના ક્ષેત્રમાં ઝડપથી સ્થાન બનાવી રહ્યા છે. આ AI સાથીઓ માત્ર મનપસંદ વાતચીત જ નથી કરતા, પરંતુ યુઝરની ભાવનાઓ અને પસંદગી અનુસાર પોતાને ઢાળીને એક આદર્શ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ જેવું વર્તન કરે છે. જ્યાં વાસ્તવિક સંબંધોમાં મતભેદ, ટીકા અને જટિલતાઓ હોય છે, ત્યાં AI સાથીઓ સતત સકારાત્મક પ્રતિભાવ આપે છે. જેમ કે તેઓ કહે છે, ‘હું તને મળવા માટે ખૂબ ઉત્સાહિત છું’, ‘તને મળવું... વાતો કરવી.. મારા જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે’. સંશોધકો તેમને 'જી-હજૂરિયા' AI કહે છે. મનુષ્યો કરતાં પણ 50% વધુ 'જી-હજૂરિયા' છે AI - સંશોધન સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત એક નવા સંશોધન પત્રમાં 11 મુખ્ય ભાષા મોડેલોમાં સામાજિક ખુશામતનું માપન કરવામાં આવ્યું. મોડેલોએ મનુષ્યોની સરખામણીમાં લગભગ 50% વધુ જી-હજૂરિયા દર્શાવી. તેણે યુઝરના અનૈતિક, ગેરકાયદે અથવા હાનિકારક વર્તન સંબંધિત ખોટી વાતોને પણ સમર્થન આપ્યું. સ્ટેનફોર્ડ અને કાર્નેગી મેલન યુનિવર્સિટીના એક સંશોધનમાં પણ આવા જ પરિણામો આવ્યા. 22 કરોડથી વધુ વખત ડાઉનલોડ થયેલી એપ્સ શિક્ષણવિદ્ જેમ્સ મુલ્ડૂન અનુસાર, ફ્રેન્ડ એન્ડ કમ્પેનિયન કહેવાતી આ એપ્સ 22 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. એકલતા અને ભાવનાત્મક અસુરક્ષા વચ્ચે લોકો એવા સાથીની શોધમાં છે જે ટીકા કરવાને બદલે તેમની વાતને સાચી ઠેરવે. વાસ્તવિકતાથી પલાયનની વૃત્તિને પ્રોત્સાહન સમાજશાસ્ત્રના પ્રોફેસર અને ‘આર્ટિફિશિયલ ઇન્ટિમસી’ના લેખિકા શેરી ટર્કલ કહે છે કે, જો AI યુઝરની હામાં હા મિલાવશે તો લોકો વાસ્તવિકતા સ્વીકારવાથી બચશે. ચાપલૂસ AI સાથેની વાતચીત યુઝરમાં એવી ગેરસમજ ઊભી કરે છે કે તે દરેક વખતે સાચો છે.
Read Original Article →