અમદાવાદી છોકરીએ આલિયાને ચમકાવી!:160 કલાકની મહેનત 'રંગ' લાવી, હીરોઈનને 'પ્રિન્સેસ' બનાવી ભૂરિયાઓના દિલ જીત્યા; બોલિવૂડની 'ગંગુબાઈ'ના 5 કાન લુક
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત 'કાન ફિલ્મ ફેસ્ટિવલ'ની 79મી આવૃત્તિનો ફ્રાન્સમાં ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેડ કાર્પેટ પર બોલિવૂડ સુંદરીઓનો દબદબો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે ગુજરાત ખાસ ગર્વથી ફૂલાઈ રહ્યું છે, કારણ છે - આલિયા ભટ્ટનો મનમોહક લૂક અને તેના પર કંડારાયેલી કલા એક અમદાવાદી છોકરી દ્વારા કરવામાં આવી છે! અમદાવાદની બાસુરી ચોકસીએ ગાઉનને બનાવ્યું 'કેનવાસ' આલિયા ભટ્ટે જ્યારે ગ્રીનમિન્ટ અને પેસ્ટલ શેડના આલિશાન ગાઉનમાં એન્ટ્રી કરી, ત્યારે સૌની નજર તેના પર અટકી ગઈ હતી. આ કોઈ સાધારણ ગાઉન નહોતું, પણ રેશમી ઓર્ગેન્ઝા ફેબ્રિક પર ઉતરેલી એક જીવંત કવિતા હતી. આ સુંદર ગાઉન પર પ્રકૃતિ, ફૂલો અને લેન્ડસ્કેપની થીમ પર હેન્ડ-પેઇન્ટિંગ કરનાર બીજું કોઈ નહીં પણ અમદાવાદની જાણીતી મ્યુરલિસ્ટ અને આર્ટિસ્ટ બાસુરી ચોકસી છે. દિવાલો પર મ્યુરલ્સ બનાવવા માટે જાણીતા બાસુરીએ આલિયાના આઉટફિટ પર એવી બારીકાઈથી પીંછી ચલાવી છે કે ફ્રાન્સના રિવિએરાની વનસ્પતિ અને કુદરતી સૌંદર્ય જીવંત થઈ ઉઠ્યું હોય તેવું લાગે છે. 160 કલાકની સખત મહેનત અને 'ડિટેલિંગ' ગાઉનને તૈયાર કરવું એ કોઈ પડકારથી ઓછું નહોતું. તેના પર બારીક હેન્ડ-પેઇન્ટિંગ કરવામાં 160થી વધુ કલાકોની મહેનત લાગી છે. આઈવરી, મોસ ગ્રીન અને સ્લેટ બ્લુ જેવા રંગોના મિશ્રણથી લેન્ડસ્કેપ તૈયાર કરાયા છે. લવન્ડર કલરના સોફ્ટ સ્ટ્રોક્સ અને જટિલ લેસ વર્ક તેને એક પરફેક્ટ 'પ્રિન્સેસ લૂક' આપ્યો. ઈન્ટિરિયર ડિઝાઇનરથી કાન સુધીની સફર બાસુરી ચોકસી એક ઈન્ટિરિયર ડિઝાઇનર છે, પરંતુ કલા તેના લોહીમાં છે. પિતાના જ્વેલરી સ્કેચ અને માતાની પિછવાઈ પેઇન્ટિંગ પ્રત્યેની રુચિ જોઈને ઉછરેલી બાસુરીએ 2012માં નક્કી કર્યું કે તે માત્ર ડિઝાઇનિંગ નહીં, પણ આર્ટ ક્રિએટ કરશે. આજે તેની એ જ મહેનત કાન જેવા ગ્લોબલ પ્લેટફોર્મ પર ચમકી રહી છે. કોણે તૈયાર કર્યો આ પ્રિન્સેસ લૂક? બાસુરીના આ અદભૂત આર્ટને પહેરવા લાયક માસ્ટરપીસમાં બદલવાનું કામ સેલિબ્રિટી કૉર્સેટ ડિઝાઇનર યશ પાટિલ દ્વારા કરવામાં આવ્યું છે. યશ પાટિલ અગાઉ પણ આલિયા માટે મેટાલિક ગોટા જેકેટ અને સિલ્ક ઓર્ગેન્ઝા કૉર્સેટ બનાવી ચૂક્યા છે. આલિયાના આ ગાઉનમાં ફિટ્ડ ટોપ બોડિસ અને ફ્લોર-લેન્થ સ્કર્ટનું મિશ્રણ તેને એક મોર્ડન ફેરીટેલ જેવો લૂક આપી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા હોટલ માર્ટિનેઝની બહાર જ્યારે આલિયા આ પેસ્ટલ ગાઉનમાં જોવા મળી, ત્યારે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વાર ન લાગી. લોકો આલિયાના 'સિમ્પલ અને ડ્રિમી' લૂકના વખાણ કરી રહ્યા છે. 12 મેથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ 23 મે સુધી ચાલશે. અત્યાર સુધીમાં આલિયાના પાંચ લુક સામે આવ્યા છે. આલિયા ભટ્ટના પાંચ લુક:-
, કાન સંબંધિત આ સમાચાર પણ વાંચો… કાન 2026ની સફર: આલિયાની ફેશનનો જલવો, સલમાનની રૂમર્ડ GF ગુજ્જુ એક્ટર સાથે પહોંચી વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ અને કલ્ચરલ ઇવેન્ટ કાન 12 મેથી શરૂ થયો છે. આ ફેસ્ટિવલ 23 મે સુધી ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરામાં યોજાશે. આલિયાથી લઈને સલમાનની રૂમર્ડ યૂલિયા વંતૂરના લુકની ઝલક જોવા અહીં ક્લિક કરો…
Read Original Article →