83 વર્ષના અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા:દાવો- નાણાવટી હોસ્પિટલના એ-વિંગમાં 2 દિવસથી દાખલ છે, અભિષેક બચ્ચન પણ ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા

Entertainment5/19/2026, 6:35:00 PM
83 વર્ષના અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ થયા:દાવો- નાણાવટી હોસ્પિટલના એ-વિંગમાં 2 દિવસથી દાખલ છે, અભિષેક બચ્ચન પણ ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. પત્રકાર વિકી લલવાણીએ યુટ્યુબ એકાઉન્ટ પરથી દાવો કર્યો છે કે તેમને 16 મેના રોજ દાખલ કરવામાં આવ્યા છે. તેઓ હોસ્પિટલના એ-વિંગમાં છે. યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં વિકી લલવાણીએ જણાવ્યું છે કે તેઓ સમાચાર કન્ફર્મ કરવા પોતે નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને સમાચારની પુષ્ટિ મળી. બિગ બીને એ-વિંગ, ત્રીજા માળે રાખવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે અભિષેક બચ્ચન પણ પિતાને મળવા મંગળવારે સાંજે 4:30 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચન લાંબા સમયથી પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. તેમની તબિયત ખૂબ ખરાબ છે- ડાયરેક્ટર વિવેક શર્મા દૈનિક ભાસ્કરે સમાચારની પુષ્ટિ કરવા માટે ડાયરેક્ટર વિવેક શર્મા સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું, ‘તેમની તબિયત ખૂબ ખરાબ છે. મેં બે અઠવાડિયા પહેલા તેમની પાસે મળવા માટે સમય માંગ્યો હતો, તો તેમણે કહ્યું કે હાલમાં આની પરવાનગી નથી. એટલે કન્ફર્મ થઈ ગયું હતું કે કાં તો તેઓ હોસ્પિટલમાં છે અથવા ડોક્ટર્સની દેખરેખ હેઠળ છે. મને લાગે છે કે તેમની તબિયત ઘણી ખરાબ છે.’ આ ઉપરાંત દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં પરિવારના નજીકના સૂત્રનું કહેવું છે કે અમિતાભ બચ્ચનને રૂટિન ચેકઅપના કારણે દાખલ કરવામાં આવ્યા છે. બિગ બીનું 75% લિવર ખરાબ છે 83 વર્ષના બિગ બી માત્ર 25% લિવર પર જ જીવિત છે, તેમનું 75% લિવર ખરાબ છે. કુલીના સેટ પર થયેલા અકસ્માત બાદ ડોક્ટર્સ ક્લિનિકલી મૃત જાહેર કરી ચૂક્યા છે. 3-4 કલાક જીવિત રહેવું પણ મુશ્કેલ હતું, તે દર્દ અમિતાભે 4 દિવસ વેઠ્યું 26 જુલાઈ 1982ના રોજ અમિતાભ બચ્ચન ફિલ્મ કુલી માટે એક એક્શન સિક્વન્સ શૂટ કરી રહ્યા હતા. શોટની ડિમાન્ડ મુજબ પુનીત ઇસ્સરે અમિતાભને મુક્કો મારવાનો હતો અને તેમણે ટેબલ પર જઈને પડવાનું હતું. આ કામ બોડી ડબલનું હતું, પરંતુ અમિતાભે પરફેક્શન માટે પોતે આ શૂટ કર્યું. મુક્કો જોરથી વાગ્યો જેનાથી ટેબલનો એક ખૂણો અમિતાભના પેટ પર વાગી ગયો. લોહી નહોતું નીકળ્યું, પરંતુ દર્દથી બિગ બીની હાલત ખરાબ હતી. હોસ્પિટલ ગયા તો ડોક્ટર્સ સાચું કારણ સમજી શક્યા નહીં. પેઈન કિલરના સહારે બિગ બીએ બે દિવસ કાઢ્યા, પરંતુ જ્યારે દર્દ બંધ ન થયું તો પછી તેમને બેંગલુરુની સેન્ટ ફિલોમેના હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. ડોક્ટર્સ પણ આપી ચૂક્યા હતા જવાબ એક્સ-રે થયો પરંતુ હજુ પણ સાચું કારણ ખબર પડી શકી નહીં. ઘણા ટેસ્ટ થયા, પરંતુ જ્યારે ઈજાની જ ખબર ન પડી તો ઈલાજ કેવી રીતે થાય. ત્રીજા દિવસે જ્યારે દર્દ અસહ્ય થયું તો ડોક્ટર્સે ફરીથી એક્સ-રે કરીને તેનું ઝીણવટભર્યું પરીક્ષણ કર્યું. જોયું કે એક્સ-રેમાં ડાયાફ્રામની નીચે ગેસ દેખાઈ રહ્યો હતો, જે લીકેજનો સંકેત હતો. અસલમાં ઈજા થવાને કારણે અમિતાભના આંતરડા ફાટી ગયા હતા અને યોગ્ય સમયે ઈલાજ ન મળવાને કારણે ઇન્ફેક્શન ફેલાઈ ચૂક્યું હતું. ચોથા દિવસે જાણીતા સર્જન એચ.એસ.ભાટિયાએ અમિતાભનો કેસ જોયો અને તરત જ ઓપરેશનની સલાહ આપી. ઓપરેશન પહેલા અમિતાભને 102 તાવ આવી ગયો અને તેમના હાર્ટબીટ 72ની જગ્યાએ 180 થઈ ગયા. ઓપરેશન થયું તો જોયું કે અંદરથી આંતરડા ફાટી ચૂક્યા છે. આવી કન્ડિશનમાં 3-4 કલાક જીવિત રહેવું પણ મુશ્કેલ હતું, પરંતુ તેઓ 4 દિવસથી ઝઝૂમી રહ્યા હતા. ચોથા દિવસે બિગ બી કોમામાં જતા રહ્યા. બે ઓપરેશન થયા અને બે મહિના સુધી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. પહેલાથી જ અસ્થમા, લિવર પ્રોબ્લેમ અને ન્યુમોનિયાથી ઝઝૂમી રહ્યા હતા બિગ બી અકસ્માત પહેલાથી જ અમિતાભ બચ્ચનને લિવરની સમસ્યા હતી અને સાથે જ તેઓ અસ્થમેટિક પણ હતા. ઓપરેશનના બીજા જ દિવસે તેમને ન્યુમોનિયા થયો જેનાથી હાલત વધુ બગડી ગઈ. બેંગલોરમાં ઈલાજ બાદ તેમને એરબસથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. ક્રેનથી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સ્ટ્રેચર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. 8 ઓગસ્ટે તેમનું ફરીથી ઓપરેશન થયું. હોસ્પિટલની બહાર તેમના ચાહકોની ચોવીસે કલાક ભીડ રહેતી હતી. આખા દેશમાં ક્યાંક પૂજા કરાવવામાં આવી રહી હતી તો ક્યાંક યજ્ઞ. જયા બચ્ચન પોતે પણ અમિતાભની સલામતી માટે સિદ્ધિવિનાયક ગયા હતા, પરંતુ જ્યારે તેઓ પહોંચ્યા તો જોયું કે તેમના પહેલાથી જ ઘણા લોકો બિગ બી માટે ત્યાં પૂજા કરી રહ્યા હતા. લોકોની પ્રાર્થના રંગ લાવી.
Read Original Article →