જન્મ સમયે બાળકોને, મૃત્યુ પછી મૃતદેહને પાય છે શરાબ:કોયા લોકોમાં સગી ફઈની દીકરી સાથે લગ્ન; નિયમ તોડ્યો તો જીવતે-જી પિંડદાન

DvB Original4/21/2026, 12:30:00 AM
જન્મ સમયે બાળકોને, મૃત્યુ પછી મૃતદેહને પાય છે શરાબ:કોયા લોકોમાં સગી ફઈની દીકરી સાથે લગ્ન; નિયમ તોડ્યો તો જીવતે-જી પિંડદાન
રાતના 8 વાગ્યાનો સમય. ગામડાનું એક ઘર રંગબેરંગી બલ્બ અને હેલોજન લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે. ઢોલ વાગી રહ્યા છે. સ્ત્રીઓ આંગણામાં ફ્લોર પર લાઇનમાં બેઠી છે. દરેકની સામે પાંદડાના બાઉલ મૂકવામાં આવ્યા છે. ત્યાં કોઈ પુરુષ હાજર નથી. એક સ્ત્રી માથા પર માટલું લઈને આવે છે. આ માટલામાં દારૂ છે. જેને "લંદા" અને "ઇદ્દીકુલ" કહે છે. લંદા, વાસી ચોખામાંથી બનાવવામાં આવે છે અને ઇદ્દીકુલ મહુઆમાંથી બનાવવામાં આવે છે. મહિલા તેના માથા પરથી માટલું ઉતારે છે, તેને નીચે મૂકે છે અને બધી સ્ત્રીઓને દારૂ પીરસે છે. બીજી સ્ત્રી બધાને શેકેલા સોયાબીન પીરસે છે. ગીતો ગાઈ રહેલી યુવાન અને વૃદ્ધ બધી ઉંમરની સ્ત્રીઓ પી રહી છે. અહીં સ્ત્રીઓ મહેમાન છે અને યજમાન પણ. ભાસ્કરની સિરિઝ 'હમ લોગ' માં હું, મનીષા ભલ્લા આ વખતે લાવી છું કોયા સમુદાયની કહાની. ઓડિશા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં તેમની કુલ વસ્તી 9 લાખ છે. આમાંથી ૧દોઢ લાખ લોકો ઓડિશાના મલકાનગિરીમાં સ્થાયી વસ્યા છે... મેં ઉપર જે મિજબાનીનો ઉલ્લેખ કર્યો છે તે લગ્ન છે. ચટક પીળી સાડી પહેરેલી, હોઠ પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક અને ગળામાં ચાંદીના સિક્કાઓનો હાર પહેરેલી એક દુલ્હન ધીમે ધીમે આગળ વધે છે. બીજી બાજુ સફેદ પોશાક પહેરેલો વર તેની રાહ જુએ છે. ત્યારે પુજારી આગળ વધે છે અને તેમને બાજુમાં ઉભા રાખે છે. તે વરરાજાના કાંડા પર ઘાસની ગાંઠ બાંધે છે, મંત્રનો પાઠ કરે છે અને પછી કન્યાનો હાથ તેના હાથમાં મૂકે છે. હાજર મહિલાઓ કન્યાનું સ્વાગત કરવા માટે કોયા ગીતો ગાવાનું શરૂ કરે છે. આ લગ્ન ઓડિશાના નક્સલ પ્રભાવિત જિલ્લા મલકાનગિરીમાં લગભગ 35 કિલોમીટર દૂર આવેલા ગામ રાખેલગુડામાં થઈ રહ્યા છે. આદિવાસી નેતા આદમા રાખાના પુત્ર નિરંજન અને તેની નવી પુત્રવધૂ બસંતીના લગ્નની ઉજવણી થઈ રહી છે. લગ્ન થતાં જ સ્ત્રીઓ ફરીથી દારૂ પીવાનું શરૂ કરે છે. થોડા સમય પછી તેઓ એકબીજાની કમરની આસપાસ હાથ જોડીને નાચવાનું શરૂ કરે છે. લગભગ 15 મિનિટ પછી તેઓ થાકી જાય છે અને બેસી જાય છે. આ પછી પુજારી કન્યા અને વરરાજાને બેડરૂમમાં મૂકી આવે છે અને બહારથી દરવાજો બંધ કરી દે છે. બહાર બેઠેલી સ્ત્રીઓ ફરીથી ગાવાનું શરૂ કરે છે. ફઈની દીકરી સાથે લગ્ન ન કરે તો સજા મળે આ દરમિયાન અદમા રાખા આવે છે, જેના દીકરાના લગ્ન છે. મેં તેને કહ્યું, "કન્યા ખૂબ જ સુંદર છે." તેણે કહ્યું, "મારી પુત્રવધૂ બાસંતી તો ઘરની દીકરી છે. તેણે લગભગ તેનું આખું બાળપણ અમારી સાથે વિતાવ્યું." આશ્ચર્યચકિત થઈને મેં પૂછ્યું, - "ઘરની દીકરી એટલે?" તેણે કહ્યું, "મારો દીકરો નિરંજન, તેની સગી ફઈની દીકરી સાથે લગ્ન કરી રહ્યો છે.આ જ અમારો રિવાજ છે." સગી ફઈની દીકરી ન હોય તો? "તો પિતાની દૂરની બહેનની દીકરી સાથે પણ લગ્ન કરી શકે છે." મેં પૂછ્યું, "કોઈ ખાસ કારણ?" અડમાએ સમજાવ્યું, "ઘરની દીકરી છે. તેને અમારા પરિવારના રિવાજોની ખબર છે. તે ક્યારેય અમને નુકસાન નહીં પહોંચાડે, તેથી જ આ પરંપરા ચાલી આવી છે.' 'જો કોઈ આવું ન કરે, તો શું કરો છો?' 'તેઓને સમાજમાંથી બહાર કરી દેવાય છે. તેઓ જીવતા હોય તો પણ પિંડદાન કરી દેવાય છે. કોયા લોકોમાં સમુદાયની બહારની વ્યક્તિ સાથે લગ્ન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.' હવે અડમા મને ઇરમા પાવાસી નામની એક મહિલા સાથે પરિચય કરાવે છે. તે કહે છે, 'જ્યારે પણ લગ્ન કે અન્ય કોઈ ધાર્મિક વિધિ માટે મોટી મિજબાની હોય છે ત્યારે આખું ગામ જમાડાય છે.' ગામના સભ્યો લગ્નગૃહમાં મહુઆ દારૂ, મરઘી, બકરી અને માછલી પહોંચાડે છે. ઉદાહરણ તરીકે આજે તમે જે લગ્નમાં હાજરી આપી હતી, ત્યાં મહિલાઓ ઘણા દિવસોથી જંગલોમાંથી મહુઆના ફૂલો ભેગા કરીને લાવી ને શરાબ બનાવવા લાગી હતી.' ઇરમા મને અને મારા સાથી મુન્નાને જમવા માટે આમંત્રણ આપે છે. પાંદડામાં માછલીનું માથું, મટન, ચિકન, ભાત, રાયતા અને પનીર પ્લેટમાં પીરસવામાં આવે છે. થોડા સમય પછી ગામના બધા લોકો જમ્યા પછી પોતાના ઘરે પાછા ફરે છે પરંતુ મહિલાઓનો મેળાવડો યથાવત રહે છે. કાચું ઘર, પણ સ્વચ્છતા એવી છે કે દરેક ખૂણો ચમકે છે બીજા દિવસે સવારે હું મારા સાથી મુન્ના સાથે ફરીથી ગામ જવા નીકળી. અહીંનું દરેક ઘર માટીનું બનેલું છે પણ તે સરસ રીતે શણગારેલા છે. વાંસની વાડ અને નાના- નાના દરવાજા. ઘરોની છત તાડના પાંદડાઓથી ઢંકાયેલી છે. મહુઆની સુગંધ હવામાં રહે છે. મહુઆ લગભગ દરેક ઘરની સામે સુકાઈ રહ્યો છે. મુન્ના કહે છે, અમારે ત્યાં મહુઆના દારૂ વગર અમારા ઘરમાં કોઈ પણ ધાર્મિક વિધિ પૂર્ણ થતી નથી. મુન્ના સૌથી પહેલા મને તેના ઘરે લઈ જાય છે. બહાર ખૂબ ગરમી હોય છે પણ ઘર ઠંડુ લાગે છે. સ્વચ્છતા એવી છે કે તમે જમીન પર પડેલી કોઈપણ વસ્તુ ઉપાડી શકો છો અને ખચકાટ વિના ખાઈ શકો છો. આંગણાના એક ખૂણામાં, ખુલ્લામાં ભોજન રાંધવામાં આવી રહ્યું છે. આ તેમનું રસોડું છે. રસોડામાં રસોઈ માટે જરૂરી હોય તેટલા જ વાસણો છે. અંદર ફક્ત એક જ ઓરડો છે. સામે રાખેલી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું. ખાટલા પર અનાજ મૂકવામાં આવ્યા છે. ઓરડામાં રસોઈની સુગંધ ફેલાઈ રહી છે. મુન્ના કહે છે, "અમારા ઘરોમાં ફક્ત એક જ ઓરડો છે. અમે અહીં ખાઈએ છીએ અને અહીં સૂઈએ છીએ. આજે અમે ચોખા, દાળ અને માછલીના ઈંડાની ભુરજી બનાવી રહ્યા છીએ." ત્યાં થોડો સમય રહ્યા પછી અમે અડમા રાખાના ઘર તરફ ગયા. અડમા રાખા ત્યાં અમારી રાહ જોઈ રહ્યા હતા. મેં દરેક ઘરની બહાર સુકાઈ રહેલા મહુઆના ફૂલોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "માગા નાખવા આવવું હોય કે કોઈનું મૃત્યુ થયું હોય, દરેક રિવાજમાં અમારે ત્યાં શરાબ જરૂરી છે." એટલા માટે મહુઆનો ઉપયોગ મોટી માત્રામાં થાય છે. જ્યારે વરરાજાના પરિવાર પ્રસ્તાવ લઈને કન્યાના ઘરે જાય છે, ત્યારે તેઓ હંમેશા દારૂ અથવા લંદા અને ઇદ્દીકુલ લે છે. આ વિના વાતચીત આગળ વધતી નથી. ધારો કે વરરાજાના પરિવારે સંબંધ નક્કી કરવા માટે કન્યાના ઘરે પાંચ વખત જવું પડે છે. દરેક વખતે દારૂ વધારે પીવો પડે છે. પહેલી વાર એક બોટલ, બીજી વાર બે બોટલ અને ત્રીજી વાર ત્રણ બોટલ. લગ્ન નક્કી થયા પછી વરરાજાના પરિવારે કન્યાના પરિવારને તેમની સ્થિતિ અનુસાર રોકડ, ચોખા અને દારૂ ભેટમાં આપે છે. બીજો કોઈ પણ શરાબ પીવા પર 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. અડમા સમજાવે છે, " અમારા જીવનના દરેક તબક્કે દારૂ મહત્વનો છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે અમે સૌ પ્રથમ દારૂ આપીએ છીએ. મૃત્યુ સમયે પણ દારૂ મોંમાં રેડવામાં આવે છે." જોકે, અમારા કેટલાક નિયમો ખૂબ જ કડક છે. સમુદાયની બહાર લગ્ન કરવા અથવા પરંપરાગત દારૂ સિવાય અન્ય દારૂ પીવા બદલ 10,000 રૂપિયાનો દંડ લાદવામાં આવે છે. જ્યારે મહિલાઓને દારૂ પીતી હોય તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસીને કહ્યું, "આ અમારી પરંપરા છે. અમારા સમાજમાં, પુરુષો અને સ્ત્રીઓ સમાન છે; દરેકની ખુશી સમાન છે." દિવસના હિસાબે રખાય છે બાળકોના નામ અડમાના ઘરે હાજર ગૌરી કવાસી કહે છે, "અહીં બાળકોના નામકરણની પદ્ધતિ પણ અનોખી છે. બાળકોના નામ દિવસના આધારે રાખવામાં આવે છે - ઉદાહરણ તરીકે, શુક્રવારે જન્મેલા બાળકને 'શુકારી' કહેવામાં આવે છે અને ગુરુવારે જન્મેલાને 'ગુરુ' કહેવામાં આવે છે." વિવાદ થાય તો પોલીસ સ્ટેશન નથી જતા, પોતે જ નિર્ણય લઈ લે છે મુન્ના કહે છે, "કોયાઓ ક્યારેય ઘરેલું કે જાહેર વિવાદો પોલીસ સ્ટેશનમાં લઈ જતા નથી. કોઈ બહારના વ્યક્તિને સમુદાયના મામલામાં દખલ કરવાનો અધિકાર નથી." તેઓ તારીખોની પદ્ધતિનું પાલન કરતા નથી. અમારા સમુદાયના એક વૃદ્ધ વ્યક્તિને જેમના પર ક્યારેય કોઈ આરોપ લાગ્યો નથી તેમને નિર્ણય લેવા માટે પસંદ કરવામાં આવે છે. અમે તેમને પેદ્દા કહીએ છીએ. પેદ્દા જ દંડ નક્કી કરે છે. આ સિરિઝમાં આવતા અઠવાડિયે આવા અનોખા ગાલો લોકોની કહાની…
Read Original Article →