11મીએ આકૃતિની ધરપકડ, 13 એપ્રિલે હિંસા કેવી રીતે ભડકાવી:નોઇડા પ્રોટેસ્ટ કેસ; વકીલે કહ્યું- પોલીસનો હાથ ખાલી, 1 કરોડના ટ્રાન્ઝેક્શનના પુરાવા નથી

DvB Original5/22/2026, 12:30:00 AM
11મીએ આકૃતિની ધરપકડ, 13 એપ્રિલે હિંસા કેવી રીતે ભડકાવી:નોઇડા પ્રોટેસ્ટ કેસ; વકીલે કહ્યું- પોલીસનો હાથ ખાલી, 1 કરોડના ટ્રાન્ઝેક્શનના પુરાવા નથી
13 એપ્રિલ, 2026ના રોજ યુપીના નોઈડામાં મજૂરોનું હિંસક પ્રદર્શન થયું હતું. આ કેસમાં લખનઉના જર્નાલિસ્ટ સત્યમ વર્મા અને એક્ટિવિસ્ટ આકૃતિ ચૌધરી પર NSA લગાવવામાં આવ્યો છે. તેમના પર સોશિયલ મીડિયા પર મજૂરોને ભડકાવવા અને વિદેશી ફંડિંગ જેવા આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, યુપી પોલીસે આ આખા મામલામાં જે વાર્તા જણાવી છે, તેમાં કેટલીક ખામી પણ જોવા મળી રહી છે. પોલીસની આ થિયરીમાં 4 વાતો ખટકી રહી છે: 1. આકૃતિને 11 એપ્રિલના રોજ જ મેટ્રો સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી, તો તેણે 13 એપ્રિલના રોજ હિંસા કેવી રીતે ભડકાવી દીધી? 2. સત્યમ વર્માને પોલીસ લખનૌથી 17 એપ્રિલના રોજ લઈ ગઈ હતી, પરંતુ ધરપકડ 19 એપ્રિલના રોજ દર્શાવવામાં આવી. સત્યમ નોઈડામાં નહોતા. તેઓ પોલીસના સંપર્કમાં હતા અને તેમના કહેવા પર આર્ટિકલ પણ હટાવી દીધો હતો. 3. પોલીસે પ્રેસ નોટ જાહેર કરીને દાવો કર્યો છે કે સત્યમને વિદેશોમાંથી 1 કરોડ રૂપિયાનું ફંડિંગ મળ્યું છે, આનાથી જોડાયેલા પુરાવા પોલીસે કોર્ટમાં રજૂ કેમ ન કર્યા? 4. FIRમાં વિલંબ કેમ થયો, એક જ કેસમાં ઘણી બધી FIR કેમ નોંધવામાં આવી? પ્રેસ નોટના ફોટાનું કેપ્શન: ગૌતમબુદ્ધ નગર પોલીસ કમિશનરેટે 15 મેના રોજ નિવેદન જાહેર કરીને કહ્યું કે સત્યમના બેંક ખાતામાં 1 કરોડ જમા કરવામાં આવ્યા. આ રકમ ડૉલર, પાઉન્ડ અને યુરો જેવી કરન્સીમાં કેટલાય બીજા દેશોમાંથી જમા કરાવવામાં આવી હતી. હવે વાંચો આ ધરપકડો કેવી રીતે થઈ અને સવાલો કેમ ઉઠ્યા… સીન-1 તારીખ: 10 એપ્રિલ જગ્યા: જનચેતના પબ્લિકેશન હાઉસ, લખનૌ 65 વર્ષના સત્યમ વર્મા ઓફિસમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ હસનગંજ પોલીસ ત્યાં પહોંચી અને તેમને એક આર્ટિકલ ડિલીટ કરવા માટે કહ્યું. સત્યમ જર્નાલિસ્ટ અને એક્ટિવિસ્ટ છે. તેઓ મજૂરોના અધિકારો માટે કામ કરે છે. તેમનો આ આર્ટિકલ 'મજદૂર બિગુલ' અખબારમાં છપાયો હતો. નોઈડામાં 9 એપ્રિલથી મજૂરોનું પ્રદર્શન ચાલી રહ્યું હતું. પોલીસને ડર હતો કે આ આર્ટિકલથી પરિસ્થિતિ બગડી શકે છે. સત્યમે પોલીસની વાત માની લીધી અને આર્ટિકલ હટાવી દીધો. આશરે 7 દિવસ પછી હસનગંજ પોલીસ ફરીથી પબ્લિકેશન હાઉસ પહોંચી. સત્યમ વર્મા અને તેમના સહયોગી કાત્યાયની સિન્હાને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ. પછી 19 મેના રોજ બંનેની ધરપકડ કરી લીધી. 1 કરોડના ટ્રાન્ઝેક્શનના પુરાવા કોર્ટમાં કેમ ન આપ્યા? સત્યમ વર્માના વકીલ અલી ઝિયા કબીર ચૌધરીનો દાવો છે કે તેમને અત્યાર સુધી માત્ર પોલીસની મીડિયા સેલમાંથી જ ખબર પડી છે કે NSA લગાવવામાં આવ્યો છે. તેઓ કહે છે, ‘અમને આનાથી જોડાયેલા કોઈ ડોક્યુમેન્ટ્સ મળ્યા નથી. જ્યારે કાનૂની રીતે પોલીસે કોર્ટમાં કાગળો રજૂ કરીને ડિફેન્સના (બચાવ પક્ષના) વકીલને જણાવવાનું હોય છે, પરંતુ એવું કંઈ કરવામાં આવ્યું નથી.’ વિદેશી ફંડિંગના આરોપ પર કબીર કહે છે, ‘સત્યમના પરિવારે વિદેશી એકાઉન્ટ્સમાંથી 1 કરોડ રિસીવ થયા હોવાની વાત નકારી કાઢી છે. તેઓ ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે, તેથી શક્ય છે કે વિદેશી પબ્લિકેશન તરફથી પેમેન્ટ આવ્યું હોય. પરિવારે જણાવ્યું છે કે તેઓ માત્ર 30 હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન વિશે જ જાણે છે. પોલીસે એક કરોડ રૂપિયાના વિદેશી ફંડિંગને લઈને પણ અત્યાર સુધી કોઈ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા નથી.’ તેઓ આગળ કહે છે, ‘પોલીસે કોર્ટમાં જે ચેટ પુરાવા તરીકે રજૂ કરી છે, તે 'બિગુલ' ગ્રુપની છે. આમાં તે જ પબ્લિકેશનમાં કામ કરતા કેટલાક બીજા જર્નાલિસ્ટ સામેલ છે. આમાં વર્મા પોતાના સહયોગીઓ સાથે નોઈડા મજૂર પ્રોટેસ્ટ પર વાત કરી રહ્યા હતા. શું આ બાબતે પત્રકારો એકબીજા સાથે વાત ન કરી શકે, શું વાત કરવાનો મતલબ હિંસા ભડકાવવાનો છે?’ 12 મેના રોજ યુપી પોલીસે સત્યમ વર્મા અને આકૃતિ વિરુદ્ધ NSA લગાવ્યો છે. ગૌતમબુદ્ધ નગરના પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે જણાવ્યું કે, 'જેમના પર NSA લગાવવામાં આવ્યો છે, તે બંને ન તો મજૂર છે, ન તો નોઈડામાં રહે છે. આ બહારના લોકો છે, જેમણે હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો.' મિત્રએ જણાવ્યું- સર્ચ વોરંટ વગર આવી હતી પોલીસ સત્યમ વર્મા સાથે કામ કરનારી તેમની મિત્ર પોલીસ પર ખોટી રીતે કાર્યવાહી કરવાનો આરોપ લગાવે છે. નામ ન લખવાની શરતે તેમણે જણાવ્યું, ‘પોલીસ પાસે માત્ર જનચેતના ઓફિસના એક જ ફ્લોરનું સર્ચ વોરંટ હતું, પરંતુ તેમણે આખી ઓફિસની તલાશી લીધી. તેમણે સત્યમની ધરપકડ કરવાની સાથે તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પણ સીઝ કરી લીધા. પોલીસે ન તો કોઈ વોરંટ બતાવ્યું, ન તો ડિવાઈસ માટે સીઝર મેમો બતાવ્યો.’ આકૃતિની ધરપકડ પર કેમ ઉઠ્યા સવાલો… સીન-2 તારીખ: 12 એપ્રિલ જગ્યા: બોટેનિકલ મેટ્રો સ્ટેશન, નોઈડા 11 એપ્રિલના રોજ પણ એક ધરપકડ થઈ. આ ધરપકડ પોલીસે નોઈડા પ્રોટેસ્ટ હિંસક થવાના બે દિવસ પહેલા કરી હતી. અહીંથી દિલ્હી યુનિવર્સિટીની પૂર્વ સ્ટુડન્ટ આકૃતિ ચૌધરીની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપ લગાવ્યો કે તેઓ ‘મજદૂર બિગુલ દસ્તા’ સંગઠન સાથે જોડાયેલા છે. નોઈડા પોલીસ કથિત રીતે સાદા કપડામાં મેટ્રો સ્ટેશન પહોંચી હતી. આકૃતિ તે સમયે એક ફેક્ટરી મજૂર મનીષા અને સોફ્ટવેર એન્જિનિયર અદિત આનંદ સાથે હતી. આકૃતિની મિત્ર પ્રિયંવદા કહે છે, ‘આખા પ્રદર્શન દરમિયાન આકૃતિ મજૂરોને શાંતિપૂર્ણ અને અહિંસક પ્રદર્શન કરવાની અપીલ કરતી રહી. આનો વીડિયો પણ છે. તેના પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આકૃતિ માત્ર ભણવામાં જ સારી નહોતી, તે દેશ-દુનિયામાં ચાલી રહેલા મુદ્દાઓ પર સ્પષ્ટપણે બોલતી રહી છે. તે ભગતસિંહને આદર્શ માને છે.’ જ્યારે તેના સાથી ચિરાંશુએ જણાવ્યું, ‘અમે બધા આકૃતિને 12 એપ્રિલથી સતત કોલ કરી રહ્યા હતા, પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. પછી ખબર પડી કે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.’ હિંસાના બે દિવસ પહેલા અરેસ્ટ, તો પછી કેવી રીતે ભડકાવી? વકીલ કબીર પણ કહે છે કે જો પોલીસે આકૃતિની 11 એપ્રિલના રોજ જ ધરપકડ કરી લીધી હતી, તો તે 13 એપ્રિલના રોજ હિંસા કેવી રીતે ભડકાવી શકે? તેમનું કહેવું છે કે તેઓ જેવી બેલ એપ્લિકેશન દાખલ કરે છે, કે તરત જ પોલીસ કેસમાં કેટલીક નવી કલમો ઉમેરી દે છે, જેનાથી કેસની સુનાવણીમાં વિલંબ થઈ રહ્યો છે. પોલીસે NSA પણ એટલા માટે લગાવ્યો છે, જેથી બંનેને જામીન ન મળી શકે અને તેમને વધુમાં વધુ દિવસ જેલમાં રાખી શકાય. ડિફેન્સ વકીલ કબીરના આરોપો પર વાત કરવા અને કેસની તપાસની વિગતો મેળવવા માટે અમે નોઈડાના એડિશનલ સીપી લો એન્ડ ઓર્ડર રાજીવ નારાયણ મિશ્રાનો સંપર્ક કર્યો, પરંતુ વાત થઈ શકી નહીં. તેમણે કોલ અને વોટ્સએપ પર અમારા મેસેજનો પણ જવાબ આપ્યો નથી. જવાબ મળશે ત્યારે સ્ટોરીમાં સામેલ કરીશું.
Read Original Article →