વન વિભાગમાં 'સાફ સફાઇ'ની ઇનસાઇડ સ્ટોરી:વર્ષોથી એક જગ્યાએ જામેલા RFOને હટાવવા CMનો કડક નિર્ણય, જયપાલસિંઘને પ્રમોટ કરવા એ.પી.સિંઘની પાંખો કપાઇ

Gujarat4/7/2026, 1:00:00 PM
વન વિભાગમાં 'સાફ સફાઇ'ની ઇનસાઇડ સ્ટોરી:વર્ષોથી એક જગ્યાએ જામેલા RFOને હટાવવા CMનો કડક નિર્ણય, જયપાલસિંઘને પ્રમોટ કરવા એ.પી.સિંઘની પાંખો કપાઇ
ગુજરાતમાં વર્ષોથી પેન્ડિંગ રહેલી RFOની બદલીઓએ વનવિભાગમાં પલિતો ચાંપ્યો છે. 30મી માર્ચે એકસાથે 365 જેટલા RFOની બદલીઓ થઇ હતી. જેમાં વિસ્તરણ અધિકારીઓને ગીરમાં અને ગીરના અધિકારીઓને વિસ્તરણમાં મૂકી દેવાતા વનવિભાગમાં સન્નાટો વ્યાપી ગયો હતો. હકીકતમાં આ 'સાફ સફાઇ' પાછળ મુખ્યમંત્રીનો સીધો આદેશ હતો. મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતો ટોચના સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વર્ષોથી પોતાની જગ્યા પર જામી ગયેલા RFOને હટાવવા માટે મુખ્યમંત્રીએ કડક આદેશ આપ્યો હતો. જેના પછી બદલીનો આખો પ્લાન તૈયાર થયો હતો અને ઇતિહાસમાં પહેલી વખત આ રીતે બદલીઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત IFS અધિકારીઓની પણ બદલી કરાઇ હતી. ગીરમાં અનુભવ વગરના અધિકારીઓ મૂકાતા વિરોધનો વંટોળ સામાન્ય રીતે ગીર જંગલમાં એવા અધિકારીઓને મૂકવામાં આવતા હોય છે જે પ્રાણીઓની બાબતમાં અનુભવી હોય પરંતુ આ વખતની બદલીઓમાં આવું નથી થયું. આ વખતે નોર્મલ રેન્જના અધિકારીઓને ગીર જંગલમાં મૂકી દેવાયા હતા એટલે વિરોધનો વંટોળ શરૂ થયો હતો. પૈસા લઇને બદલી કરાતી હોવાનું ખૂલ્યું હતું ગીરના અધિકારીઓને હટાવવામાં વન વિભાગના વડા દ્વારા જ પૈસાનો વહીવટ કર્યાની રજૂઆત RFO એસોસિએશને મુખ્યમંત્રી અને વનમંત્રીને કરી હતી. જેના પછી મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ તપાસ કરાવી તો ખૂલ્યું કે મોટાભાગની બદલીઓ વહીવટથી કરાય છે. જેથી મુખ્યમંત્રી નારાજ થયા હતા.જેના કારણે વન વિભાગના મુખ્ય વન સંરક્ષક તેમજ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ તરીકે ફરજ બજાવતા એ.પી.સિંઘને તેમના પદ પરથી હટાવીને ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના સ્થાને જયપાલસિંઘને ચાર્જ સોંપાયો હતો. જો કે આંતરિક ગણગણાટ મુજબ વહીવટની વાતો ચાલે છે પણ ટોચના સૂત્રોએ તેનો ઇન્કાર કર્યો હતો. જયપાલસિંઘને પ્રમોટ કરવાની કવાયત જયપાલસિંઘને ચાર્જ સોંપાવા પાછળનું એક કારણ એ પણ છે કે સરકારે તેમને પ્રમોટ કરવાની તૈયારી કરી લીધી છે. જયપાલસિંઘનું નામ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ (DG ફોરેસ્ટ) તરીકે મોકલાયું છે. જેથી તેમને અત્યારે ચાર્જ સોંપાય તો તે અપગ્રેડ થાય અને તેમના ચાન્સ વધી જાય. નાયબ સચિવને સાઇડ પોસ્ટિંગ! સચિવાલયના અન્ય અધિકારીઓમાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ તરીકે કરવામાં આવી છે. જેને સાઇડ પોસ્ટિંગ તરીકે જોવામાં આવી રહી છે. આને વન વિભાગના માળખામાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. જો કે સરકારનો આ નિર્ણય વનવિભાગની સાથોસાથ ઉચ્ચ અધિકારીઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Read Original Article →