ત્રિશા ક્રિશ્નનનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન:માત્ર પાંચ મહિનામાં સગાઈ તોડી, એક્ટ્રેસના તમિળનાડુના CM- 'ભલ્લાલદેવ' સાથે સંબંધો હોવાની ચર્ચા

DvB Original5/15/2026, 12:30:00 AM
ત્રિશા ક્રિશ્નનનું ગુજરાતી સાથે ખાસ કનેક્શન:માત્ર પાંચ મહિનામાં સગાઈ તોડી, એક્ટ્રેસના તમિળનાડુના CM- 'ભલ્લાલદેવ' સાથે સંબંધો હોવાની ચર્ચા
તમિળનાડુમાં જ્યારથી એક્ટર વિજયે પોતાની રાજકીય સફર શરૂ કરી છે, ત્યારથી જ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ ત્રિશા ક્રિશ્નનની ચર્ચાઓ થઈ રહી છે. વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેની પત્ની ને બાળકો આવ્યા નહોતા, પરંતુ ત્રિશાની સૂચક હાજરી હતી. આટલું જ નહીં, વિજય જ્યારે શપથ લેતા હતા ત્યારે ત્રિશા પોતાની લાગણી પર કંટ્રોલ રાખી શકી નહીં અને તે ભીની થઈ ગઈ હતી. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું ત્રિશાના પરિવારની. ત્રિશાએ કોલેજ દરમિયાન શું બનવાનું વિચાર્યું હતું? ત્રિશાના પેરેન્ટ્સ શું કરે છે? ત્રિશાએ કેમ પાંચ મહિનાની અંદર જ સગાઈ તોડી નાખી? કરિયર અંગે ત્રિશાએ શું વાત કરી? વિજયના શપથ સમારંભ બાદ વિવાદ થતાં એક્ટ્રેસે શું જવાબ આપ્યો? ફાલ્ગુની પાઠકના કયા આલ્બમ સોંગમાં કામ કરીને ત્રિશા લોકપ્રિય થઈ? મોડલિંગથી કરિયરની શરૂઆત કરી ચાર મે, 1983માં ચેન્નઇમાં તમિળ પલક્કડ ઐયર પરિવારમાં જન્મેલી ત્રિશાના પિતા ક્રિશ્નન ઐયર ફાઇવ સ્ટાર હોટલમાં મેનેજર તરીકે કામ કરતા હતા. ત્રિશાએ ચેન્નઇના ચર્ચ પાર્ક સ્થિત સેક્રેડ હાર્ટ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી સ્કૂલિંગ પૂરું કર્યું. ત્યારબાદ એથીરાજ કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ડિગ્રી લીધી. આ દરમિયાન જ ત્રિશાએ મોડલિંગમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. મિસ ચેન્નઇ ટાઇટલ જીત્યું ત્રિશા પ્રિન્ટ ને ટીવી જાહેરાતોમાં જોવા મળતી. 1999માં ત્રિશાએ બ્યૂટી કોન્ટેસ્ટ મિસ સાલેમનો ખિતાબ જીત્યો. ત્યારબાદ તેણે એ જ વર્ષે મિસ ચેન્નઇ સ્પર્ધામાં ભાગ લીધો અને તે વિનર બની. મિસ ચેન્નઇ બનતાં જ ત્રિશાનું મોડલિંગ કરિયર સડસડાટ ચાલવા લાગ્યું. 2001માં ત્રિશાએ મિસ ઇન્ડિયા બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને તેને બ્યૂટીફૂલ સ્માઇલનો અવૉર્ડ મળ્યો, પરંતુ અફસોસ એ વાતનો કે તે મિસ ઇન્ડિયાનું ટાઇટલ જીતી શકી નહીં. તે વર્ષે સેલિના જેટલી મિસ ઇન્ડિયા બની હતી. ફર્સ્ટ રનરઅપ સારા કોર્નર ને સેકન્ડ રનર અપ મહેશ્વરી કોચર હતી. ક્રિમિનલ સાયકોલોજિસ્ટ બનવું હતું ત્રિશા ભણવામાં પણ હોંશિયાર હતી. અભ્યાસ દરમિયાન ત્રિશાએ ક્યારેય મોડલિંગ કે એક્ટિંગ વિશે વિચાર્યું નહોતું. તે અભ્યાસ પૂરો કરીને ક્રિમિનલ સાયકોલોજિસ્ટ બનવા માગતી હતી. 1999માં 16 વર્ષની ત્રિશાએ ફિલ્મ 'જોડી'માં એક્ટ્રેસ સિમરનની ફ્રેન્ડનો નાનકડો રોલ કર્યો હતો. મિસ ચેન્નઇ બન્યા બાદ ત્રિશા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક વીડિયો સોંગ 'મેરી ચુનર ઉડ ઉડ જાયે'માં આયેશા ટાકિયા સાથે જોવા મળી હતી. આ ગીત જે-તે સમયે ખાસ્સું લોકપ્રિય થયું હતું. આ ગીત ગરબામાં અચૂક ગવાય છે. શૂટિંગ-અભ્યાસ વચ્ચે મેળ ના પડતા ઉનાળામાં ક્લાસ ભર્યા 2003 સુધી ત્રિશાએ પ્રિન્ટ ને ટીવી જાહેરાતોમાં કામ કર્યું. 2003માં આવેલી પ્રિયદર્શનની તમિળ ફિલ્મ 'લીસા લીસા' ત્રિશાને ઑફર કરવામાં આવી. આ ફિલ્મમાં ત્રિશાએ લીડ રોલ પ્લે કર્યો. સતત શૂટિંગ વચ્ચે ત્રિશા માટે ભણવું ઘણું જ અઘરું થઈ પડતું હતું. આ જ કારણે ત્રિશાએ ઉનાળા વેકેશનમાં સ્પેશિયલ ક્લાસ અટેન્ડ કરીને ભણવાનું પૂરું કર્યું. 2003માં ત્રિશાને ઓળખ મળી ત્રિશાએ 2002માં ફિલ્મ 'મોનમ પેસીયાદે'માં લીડ રોલ પ્લે કર્યો હતો. અલબત્ત, ત્રિશા 2003માં આવેલી ફિલ્મ 'સામી'થી સફળ થઈ હતી. ત્યારબાદ તે એકથી ચઢિયાતી એક ફિલ્મમાં જોવા મળી હતી. તમિળ-તેલુગુ ફિલ્મ 'ગિલ્લી', 'આરુ', 'અનાક્કુમ એનાક્કુમ', 'વર્ષ'મ, 'નવ્વુોસ્તનાન્તે નેનોદ્દાન્તાના', 'અથાદુ', 'ક્રિશ્ના' સહિતમાં જોવા મળી. બોલિવૂડમાં જોઈએ તેવી સફળતા ના મળી ત્રિશાએ 2010માં ફિલ્મ 'ખટ્ટા મીઠ્ઠા'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું, પરંતુ આ ફિલ્મ ખાસ સફળ થઈ નહોતી. આ ફિલ્મ બાદ ત્રિશા પછી એક પણ હિંદી ફિલ્મમાં જોવા મળી નથી. ચાહકો ત્રિશાને બોલિવૂડ ફિલ્મમાં જોવા આતુર છે. 2014માં ત્રિશાએ કન્નડ ફિલ્મ 'પાવર'થી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને 2018માં મલાયલમ સિનેમામાં ફિલ્મ 'હે જુડ'થી ડેબ્યૂ કર્યું. ત્રિશાએ એક્શનથી લઈ કોમેડી, રોમેન્ટિક, પોલિટિકલ થ્રિલર, ઐતિહાસિક ફિલ્મ, ક્રાઇમ થ્રિલર સહિત વિવિધ પ્રકારની ફિલ્મમાં કામ કર્યું છે. ત્રિશા છેલ્લે કમલ હાસન સાથે 'ઠગ લાઇફ'માં જોવા મળી હતી. મણિરત્નમની આ ફિલ્મમાં ઐશ્વર્યા લક્ષ્મી, અભિરામી, અશોક સેલ્વન, જોજુ જ્યોર્જ, નાસર તથા મહેશ માંજરેકર મહત્ત્વના રોલમાં છે. હવે ત્રિશા 'કરુપ્પુ'માં એક્ટર સૂર્યા સાથે જોવા મળી છે. 14 મેએ રિલીછ થયેલી આ ફિલ્મના સવારના શો માટે તમિળનાડુના મુખ્યમંત્રી વિજયે સ્પેશિયલ પરમિશન આપી છે. તમિળનાડુમાં છેલ્લા ઘણા સમયથી મોર્નિંગ શો બંધ હતા. વિજયના વિરોધીએ ફિલ્મ ઑફર કરી! વિજયના વિરોધી ઉદયનિધિ સ્ટાલિને ત્રિશાને આગામી ફિલ્મ માટે 12 કરોડની ફી ઑફર કરી છે. ઉદયનિધિ સ્ટાલિન પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે અને તેઓ ચીફ મિનિસ્ટર એમ. કે. સ્ટાલિનના પુત્ર છે. વિજય ને એમ. કે. સ્ટાલિન રાજકીય વિરોધી છે ને વિજય-ત્રિશા વચ્ચે ગાઢ સંબંધ હોવાની ચર્ચા છે. આ સમયે ઉદયનિધિએ ત્રિશાને ફિલ્મ ઑફર કરતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે. જોકે, હજી સુધી ત્રિશાએ આ ફિલ્મની ઑફર રિજેક્ટ પણ કરી નથી અને સ્વીકારી પણ નથી. રાની-પ્રીટિને રિપ્લેસ કરી ફેન્ટા ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર ત્રિશા બની ત્યારે બોલિવૂડ ચાહકોને નવાઈ લાગી હતી, કારણ કે ત્રિશા પહેલાં આ બ્રાન્ડને રાની મુખર્જી એન્ડોર્સ કરતી હતી. આ જ રીતે ત્રિશાએ પ્રીટિ પાસેથી સ્કૂટી પેપની બ્રાન્ડ આંચકી લીધી હતી. બોલિવૂડ ચાહકોને લાગતું હતું કે ત્રિશા સાઉથની જેમ જ બોલિવૂડમાં સુપરસ્ટાર બનશે. ત્રિશાએ સાઉથ એક્ટ્રેસ અસીન પાસેથી ફેરએવર ફેરનેસ ક્રીમની બ્રાન્ડ છીનવી હતી. ત્રિશા પાસે વોલિની, જોયાલુક્કાસ, અર્બનરાઇઝ જેવી અલગ-અલગ બ્રાન્ડ છે. અંગત જીવનની વાત કરીએ તો, પિતાનું આકસ્મિક અવસાન ત્રિશા 29 વર્ષની હતી ત્યારે ઓક્ટોબર 2012માં પિતાનું આકસ્મિક અવસાન થયું. પિતાના અવસાનથી પૂરો પરિવાર ભાંગી પડ્યો. માતા સાથે ગાઢ બોન્ડિંગ ત્રિશાની માતા ઉમા દીકરી સાથે સતત સેટ પર રહેતાં. પછી તે ફિલ્મના શૂટિંગ હોય, ઇવેન્ટ્સ હોય, બ્રાન્ડ શૂટ હોય કે ફંક્શન હોય. ત્રિશા પોતાની માતા સાથે કેટલીક ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી છે. આટલું જ નહીં, તમિળ ફિલ્મમેકર્સે ઉમાને ફિલ્મ્સ પણ ઑફર કરી હતી. સાઉથ સુપરસ્ટાર કમલ હાસને પણ ઉમાને પોતાની ફિલ્મમાં રોલ આપ્યો હતો, પરંતુ તેઓ પોતાની દીકરીની કરિયર પર ફોકસ કરવા માગતા હતા અને તેમણે તમામ ફિલ્મ્સ રિજેક્ટ કરી નાખી. ત્રિશા અનેકવાર ઇન્ટરવ્યૂમાં માતા સાથેના બોન્ડિંગ અંગે વાત કરતી હોય છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, મમ્મીએ મારા જીવનમાં પિલ્લરની જેમ દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો છે. જીવનના ચઢાવ-ઉતારમાં તેઓ પથ્થરની જેમ મારી સાથે ઊભા રહ્યાં છે. ઇન્ડસ્ટ્રી ને નિકટના મિત્રોને ખ્યાલ છે કે અમે બંને એકબીજાની કેટલાં નજીક છીએ. 43 વર્ષેય ત્રિશાએ હજી લગ્ન કર્યા નથી ત્રિશાનું નામ સાઉથ એક્ટર ને 'બાહુબલી' ફૅમ ભલ્લાલદેવ એટલે કે રાણા દગ્ગુબાતી સાથે જોડાઈ ચૂક્યું હતું. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાણા ને ત્રિશાના અફેરની જોરશોરથી ચર્ચા થતી હતી. આટલું જ નહીં, રાણા એક્ટ્રેસને કિસ કરતો હોય તેવી તસવીર પણ વાઇરલ થઈ હતી. તે સમયે ચાહકો ને ઇન્ડસ્ટ્રીને એમ જ હતું કે બંને લગ્ન કરશે, પરંતુ થોડા સમય બાદ જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. રાણા દગ્ગુબાતી જ્યારે 'કૉફી વિથ કરન'માં આવ્યો ત્યારે તેણે ત્રિશા સાથેના સંબંધોનો સ્વીકાર કરતા કહ્યું હતું કે તેણે થોડો સમય ત્રિશાને ડેટ કરી હતી, પરંતુ પછી બંને અલગ પડી ગયા હતા. એ વાત અલગ છે કે રાણાએ બ્રેકઅપ કેમ થયું તે અંગે કોઈ વાત કરી નહોતી. પાંચ મહિનામાં સગાઈ તોડી નાખી 2015માં ત્રિશાએ બિઝનેસમેન વરુણ મનિયન સાથે સગાઈ કરી હતી. અલબત્ત, સગાઇના પાંચ મહિનામાં જ ત્રિશાએ આ સંબંધ તોડી નાખ્યો હતો. 2017માં ત્રિશાએ એક ઇન્ટરવ્યૂમાં સગાઈ તોડવા અંગે વાત કરતાં કહ્યું હતું, 'જેની સાથે મારા લગ્ન થવાના હતા, તેણે સગાઇના થોડા દિવસો બાદ જ મને એક્ટિંગ છોડવાનું કહ્યું હતું. મેં એક્ટિંગને બદલે સગાઈ જ તોડી નાખી. હું જ્યારે પ્રેગ્નન્ટ થઈશ ત્યારે જ એક્ટિંગમાંથી બ્રેક લઈશ. ઉંમર વધવાની સાથે લીડ રોલ નહીં મળે તો હું કેરેક્ટર રોલ પ્લે કરીશ પણ એક્ટિંગ તો જીવનના અંત સમય સુધી ચાલુ જ રાખીશ. હું મારા છેલ્લા શ્વાસ સુધી અભિનય કરતી હોઈશ.' કોણ છે વરુણ? વરુણ મનિયનની વાત કરીએ તો, તે રેડિન્સ મીડિયા ગ્રુપમાં મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપની તમિળ ફિલ્મ ઇન્ડિયા ને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિસ્ટ્રીબ્યૂટ કરે છે. વરુણે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી બિઝનેસમાં બેચલર ડિગ્રી લીધી છે. વરુણ મૂળ તો કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તમિળનાડુમાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ બનાવે છે. પરિણીત વિજયના પ્રેમમાં પડી થલાપતિ વિજયે પોતાની ફૅન સંગીતા સાથે 1999માં લગ્ન કર્યા હતા. શરૂઆતમાં તેમનો સંસાર કંસારની માફક ગળ્યો રહ્યો, પરંતુ થોડા સમય પછી વિજયનું નામ એક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન સાથે જોડાવા લાગ્યું. 2026માં સંગીતાએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ કરીને પતિ પર એકસ્ટ્રા મેરિટલ અફેરનો આક્ષેપ મૂક્યો. સંગીતાએ એમ પણ કહ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે વિજય ને ત્રિશાએ સૌ પહેલા 2004માં ફિલ્મ 'ગિલ્લી', પછી 'તિરુપાચી' (2005), 'આથી' (2006) ને 'કુરુવી' (2008)માં કામ કર્યું હતું. ત્યારબાદ 15 વર્ષ બાદ 2023માં લોકેશ કનાગરાજની ફિલ્મ 'લિયો'માં બંને સાથે જોવા મળ્યા હતા. 52 વર્ષીય વિજય નવ વર્ષ નાની એટલે કે 43 વર્ષીય ત્રિશાના પ્રેમમાં છે. છેલ્લા પાંચ વર્ષથી વિજય-ત્રિશા વચ્ચે અફેર! સંગીતાએ ફાઇલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને એપ્રિલ, 2021માં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. પિટિશનમાં સંગીતાએ પતિને વ્યભિચારી ગણાવ્યો છે અને તેને કારણે તે ઇમોશનલી ભાંગી પડી છે. સંગીતાએ એવું પણ કહ્યું છે કે વિજય સતત તે એક્ટ્રેસ સાથે જોવા મળે છે અને તેને કારણે બાળકો માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. એક જ ઘરમાં રહેતા હોવા છતાં બંને અલગ-અલગ રહેતા હોય તેવી સ્થિતિ ઉત્પન્ન કરવામાં આવી હતી. પતિ સતત ટ્રાવેલિંગમાં બિઝી ને તે એક્ટ્રેસ સાથે પબ્લિકમાં જોવા મળે છે. શપથ સમારંભમાં ત્રિશાની હાજરીથી અનેક સવાલો થયા વિજયે તમિળનાડુના ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા ત્યારે પત્ની ને બાળકોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી, પરંતુ પહેલી જ લાઇનમાં ત્રિશા સજીધજીને બેઠી હતી અને આ વાત વિજયના ઘણા ચાહકોને પસંદ આવી નહોતી. આ જ કારણે ચાહકોએ સો.મીડિયામાં ત્રિશાને 'હોમ બ્રેકર' (ઘર ભાંગનારી) પણ કહી હતી. ત્રિશાએ પછી સો.મીડિયામાં પોતાની તસવીરો શૅર કરીને કહ્યું હતું કે પ્રેમનો અવાજ હંમેશાં બુલંદ હોય છે. ભાજપ પ્રમુખે વિવાદાસ્પદ કમેન્ટ કરતાં ભડકી તમિળનાડુની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ નૈનાર નાગેદ્રને વિજય-ત્રિશાના સંબંધો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે વિજય અંગે એવું કહ્યું હતું કે પહેલા વિજયે ત્રિશાના ઘરની બહાર આવવું પડે અને પછી તેણે રાજકારણની વાતો કરવી જોઈએ. ત્રિશાએ આ નિવેદનનો વિરોધ કર્યો હતો અને તેણે કાયદાકિય પગલાં ભર્યા હતા અને નોટિસ ઇશ્યૂ કરી હતી. ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખે પોતાના નિવેદન અંગે અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમનાથી ભૂલથી આવું બોલાઈ ગયું. સો.મીડિયામાં ડિરેક્ટર પાસે માફી મગાવી માર્ચ, 2026માં એક્ટર-ડિરેક્ટર આર. પાર્થીબાને એક ઇવેન્ટમાં ત્રિશા અંગે વિવાદાસ્પદ વાત કરી હતી. તેમણે ત્રિશાની ફિલ્મ 'પોન્નીયન સેલ્વન' ફિલ્મના ભજવેલા પાત્ર કુંદવાઇનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સમસ્યાના ઉકેલ માટે થોડો સમય આ કુંદવાઇને ઘરની અંદર જ રાખવાની જરૂર છે. ત્રિશાએ સો.મીડિયામાં કમેન્ટ કરતાં કહ્યું હતું કે માઇક્રોફોન ક્યારેય કોઈ કમેન્ટને વધુ પડતી બૌદ્ધિક કે પછી હાસ્યજનક બનાવી શકતી નથી, તે માત્ર મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. ત્રિશા પર કરેલી કમેન્ટનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે આર. પાર્થીબાને જાહેરમાં ત્રિશાની માફી માગી હતી. મહિલા વિરોધ કમેન્ટ કરવી મન્સૂરને ભારે પડી ફિલ્મ 'લિયો'માં ત્રિશા ને મન્સૂર અલી ખાને સાથે કામ કર્યું હતું. થોડા સમય પહેલા મન્સૂર અલી ખાને ત્રિશા અંગે મહિલા વિરોધી કમેન્ટ કરીને વિવાદ ઊભો કર્યો હતો. તેણે એવું કહ્યું હતું કે ફિલ્મ 'લિયો'માં તેની ઈચ્છા હતી કે ત્રિશા સાથે બેડરૂમ ને રેપ સીન્સ શૂટ કરવામાં આવે. મદ્રાસ હાઇકોર્ટે આ વાતને ગંભીરતાથી લીધી હતી અને શરતી માફી માંગવા એક્ટરને મજૂબર કર્યો હતો. હૈદરાબાદ-ચેન્નઇમાં લૅવિશ ઘર ત્રિશા સામાન્ય રીતે એક ફિલ્મના પાંચથી છ કરોડ રૂપિયા ફી લે છે. એક ચર્ચા એવી પણ છે કે ત્રિશાએ અચાનક જ પોતાની ફિલ્મની ફીમાં વધારો કર્યો છે. એક સમયે પાંચ કરોડ લેતી ત્રિશા 10-12 કરોડ રૂપિયા માગી રહી છે. આ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફી અંદાજે 9 કરોડની આસપાસ છે. ત્રિશા ચેન્નઇમાં 12 કરોડના આલીશાન બંગલામાં રહે છે. આ ઉપરાંત હૈદરાબાદમાં પણ સાત કરોડનો ફ્લેટ છે.
Read Original Article →