શ્રીદેવીની દીકરી હોવાને કારણે જાન્હવી કપૂરને બોલિવૂડમાં કામ મળ્યું?:મહારાષ્ટ્રના પૂર્વ CMના ઘરની પુત્રવધૂ બનશે! મમ્મીના મોત બાદ સાવકા ભાઈ-બહેનો સાથેના સંબંધો ગાઢ બન્યા

DvB Original6/5/2026, 12:30:00 AM
શ્રીદેવીની દીકરી હોવાને કારણે જાન્હવી કપૂરને બોલિવૂડમાં કામ મળ્યું?:મહારાષ્ટ્રના પૂર્વ CMના ઘરની પુત્રવધૂ બનશે! મમ્મીના મોત બાદ સાવકા ભાઈ-બહેનો સાથેના સંબંધો ગાઢ બન્યા
રામચરણ તેજાની ફિલ્મ 'પેૃડ્ડી' ચાર જૂને રિલીઝ થઈ છે. ફિલ્મમાં રામચરણ તેજા દમદાર અંદાજમાં જોવા મળ્યો છે. ફિલ્મમાં રામચરણ તેજાએ બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર સાથે જોડી જમાવી છે. ફિલ્મમાં જાન્હવી પોતાના નખરાળા અંદાજમાં જોવા મળી છે. જાન્હવીના પેરેન્ટ્સ બોલિવૂડમાં ટોચનું સ્થાન ધરાવે છે અને આ જ કારણે અવારનવાર નેપોકિડ્સ હોવાને કારણે એક્ટ્રેસને ટ્રોલ કરવામાં આવે છે. 'ફિલ્મી ફેમિલી'માં વાત કરીશું જાન્હવી કપૂરની. જાન્હવીએ એક્ટિંગ કરવાની વાત કરી તો મમ્મી શ્રીદેવીએ કેમ ના પાડી? જાન્હવી ને ઇશાન ખટ્ટર વચ્ચે કેમ બ્રેક અપ થયું? જાન્હવીનો બોયફ્રેન્ડ શિખર કોણ છે? માત્ર 15 વર્ષની ઉંમરે જાન્હવીએ પોર્ન સાઇટ પર પોતાની તસવીરો જોઈ તો તેને આંચકો લાગ્યો હતો. જાન્હવી કઈ રીતે લગ્ન કરવા માગે છે? જાન્હવી કપૂરે કઈ કઈ કોસ્મેટિક સર્જરી કરાવી? જાન્હવીના પેરેન્ટ્સ અંગે ફરી ક્યારેક વાત કરીશું... પૃથ્વીરાજ ને સુરીન્દર પિતરાઈ ભાઈઓ જાન્હવીની વાત કરતા પહેલા કપૂર પરિવારના મોભીની વાત કરીએ. જાન્હવીના દાદા સૂરીન્દર કપૂરનો જન્મ 1923માં પેશાવરમાં થયો હતો. એ સમયગાળામાં તેમના કઝિન પૃથ્વીરાજ કપૂર (બોલિવૂડના શોમેન સ્વ.રાજ કપૂરના પિતા) મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. સૂરીન્દરે થોડા મોટા થયા બાદ પેશાવરમાં 'જનતા વીકલી' ન્યૂઝપેપરમાં સેલ્સમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ પેપર પેશાવરની સોશિયાલિસ્ટ પાર્ટી સાથે જોડાયેલું હતું. જોકે સૂરીન્દર કપૂરને આ નોકરીમાં મન લાગતું નહોતું, આથી તેમણે પૃથ્વીરાજ કપૂરને મુંબઈમાં પોતાના માટે નોકરી શોધવા કહ્યું હતું. આખરે પૃથ્વીરાજના કહેવાથી સૂરીન્દર કપૂર 1950માં માત્ર 27 વર્ષની ઉંમરે ફ્રન્ટિયર મેલમાં ભારત આવી ગયા. સૂરીન્દર મુંબઈ આવ્યા બાદ પૃથ્વીરાજ કપૂર તેમને કે. આસિફ પાસે મળવા લઈ ગયા હતા અને એ સમયે કે. આસિફ 'મુઘલ-એ-આઝમ' બનાવી રહ્યા હતા. સૂરીન્દર કપૂર આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાયા. આ બધું ખૂબ ઝડપે થયું, કેમ કે સૂરીન્દરે સપનેય વિચાર્યું નહોતું કે મુંબઈ આવીને તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાશે. તેઓ કામ કરતા રહ્યાં. જોકે 'મુઘલ-એ-આઝમ' ફિલ્મને બનતાં 10 વર્ષથી પણ વધુ સમય પસાર થઈ ગયો, આથી કંટાળીને સૂરીન્દર કપૂરે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી. ત્યાર બાદ સૂરીન્દર કપૂર મોટા ભાગનો સમય પત્તાં રમવામાં જ પસાર કરતા. આ દરમિયાન સૂરીન્દર કપૂરના સંબંધો પૃથ્વીરાજ કપૂરના ભાઈ શમ્મી કપૂર તથા ગીતા બાલી સાથે ગાઢ થયા. ગીતા બાલીએ સૂરીન્દર કપૂરને પ્રોડ્યુસર બનવા પ્રોત્સાહિત કર્યા. આખરે ગીતા બાલીની મદદથી જ સૂરીન્દરે પોતાની પહેલી ફિલ્મ 'જબ સે તુમ્હે દેખા' (1963) બનાવી હતી. આ ફિલ્મમાં મધુબાલા તથા પ્રદીપ કુમાર લીડ રોલમાં હતાં. ગીતા બાલીએ જ સૂરીન્દર કપૂરને ફાઇનાન્સર શોધવામાં મદદ કરી હતી. કમનસીબી એ રહી કે સૂરીન્દરની આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. મુંબઈ આવ્યાનાં ત્રણ-ચાર વર્ષ બાદ સૂરીન્દર કપૂર ફરી પેશાવર ગયા અને ત્યાં નિર્મલા દેવી સાથે લગ્ન કર્યા. એ પછી થોડા સમયમાં જ મુંબઈ પરત ફર્યા. મુંબઈ આવ્યા બાદ તે સિઓન અને પછી ચેમ્બુરમાં રહ્યા હતા. સૂરીન્દર કપૂરે પોતાના કરિયરમાં એકપણ સુપરડુપર હિટ ફિલ્મ આપી નહોતી. સૂરીન્દર કપૂર જીવનના અંતિમ દિવસોમાં દીકરા અનિલ કપૂરના બંગલે પત્ની સાથે રહેતા હતા. સૂરીન્દર કપૂરનું અવસાન કાર્ડિયેક અરેસ્ટને કારણે સપ્ટેમ્બર, 2011માં થયું હતું. નિર્મલા દેવીનું ગયા વર્ષે એટલે કે મે, 2025માં 90 વર્ષની ઉંમરે અવસાન થયું. ત્રણ દીકરા અને એક દીકરી સૂરીન્દર કપૂર તથા નિર્મલા દેવીને ત્રણ દીકરા, જેમાં સૌથી મોટો દીકરો બોની કપૂર છે. અનિલ કપૂર બીજા નંબરે, ત્રીજા નંબરે સંજય કપૂર અને ચોથા ક્રમે દીકરી રીના કપૂર છે. બોની કપૂરે 10 વર્ષ નાની મોના સાથે લગ્ન કર્યા બોની કપૂરે પોતાનાથી 10 વર્ષ નાની મોના શૌરી સાથે લગ્ન 1983માં કર્યાં હતાં. બોની કપૂર તથા મોના લગ્ન બાદ 13 વર્ષ સાથે રહ્યાં. આ દરમિયાન બંને દીકરા અર્જુન તથા દીકરી અંશુલાનાં પેરેન્ટ્સ બન્યાં. બોની કપૂરને એ સમયની ટોચની એક્ટ્રેસ શ્રીદેવી પહેલી નજરે જ ગમી ગઈ હતી. આ સમયે બોની માત્ર પરિણીત જ નહીં, પરંતુ બે સંતાનોના પિતા પણ હતા. આટલું જ નહીં, શ્રીદેવી પ્રોડ્યુસર બોની કપૂરને પોતાનો ભાઈ માનતી હતી અને રાખડી પણ બાંધતી હતી. આ બધી વાતોથી અજાણ મોનાને શ્રીદેવી સાથે ફ્રેન્ડશિપ થઈ હતી. વળી, એ સમયે શ્રીદેવીનું અફેર મિથુન ચક્રવર્તી સાથે ચાલતું હોવાની ચર્ચાઓ પણ હતી. મોનાને શ્રીદેવી પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો મિથુનથી અલગ થયા બાદ શ્રીદેવી ક્યારે બોની કપૂરના પ્રેમમાં પડી એની ખબર મોનાને ન રહી, પરંતુ મોનાના ધ્યાન પર જ્યારે આ વાત આવી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોનાના આઘાતનો પાર ન રહ્યો. જે શ્રીદેવી રક્ષાબંધન પર બોની કપૂરને રાખડી બાંધતી હતી તે જ હવે તેના પતિના બાળકની માતા બનવાની હતી. 1996માં બોની કપૂરે મોનાને ડિવોર્સ આપ્યા વગર જ શ્રીદેવી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. આ જ કારણે શ્રીદેવીને હંમેશાં એ વાતનો ડર રહેતો કે તે બોની કપૂરની 'લીગલ વાઇફ' નથી. બોની કપૂર પત્ની શ્રીદેવી સાથે અલગ ઘરમાં રહેવા જતા રહ્યા હતા. મોના બંને સંતાનો અને સાસુ-સસરા સાથે સાસરે જ રહેતી હતી. શ્રીદેવી લગ્ન કર્યા વગર જ પ્રેગ્નન્ટ થઈ હતી ને પછી તાત્કાલિક લગ્ન કર્યા હતા. બોની તથા શ્રીદેવીને દીકરીઓ જાન્હવી અને ખુશી છે. બોની કપૂરે પહેલી પત્ની ને બાળકો સાથેના સંબંધો તોડ્યા શ્રીદેવીએ બોની કપૂરને પહેલી પત્ની અને સંતાનો સાથેના તમામ સંબંધો તોડી નાખવાનું કહ્યું હતું. આ જ કારણે અર્જુન કપૂર તથા શ્રીદેવી વચ્ચે ક્યારેય સારા સંબંધો નહોતા. આ ઉપરાંત મોના તથા શ્રીદેવીના સંતાનો વચ્ચે પણ બોલવાના સંબંધો પણ રહ્યા નહોતા. પિતાના આ વલણથી આઘાત પામેલા અર્જુન કપૂરે કરન જોહરના ચેટ શો 'કૉફી વિથ કરન'માં કહ્યું હતું કે તેના સંબંધો શ્રીદેવી સાથે ક્યારેય નોર્મલ થઈ શકે નહીં. શ્રીદેવી તેના માટે માત્ર 'પિતાની પત્ની' જ છે અને એનાથી વધારે કંઈ જ નથી. વાત જો શ્રીદેવીના કરિયરની કરવામાં આવે તો એક્ટ્રેસે ચાર વર્ષની ઉંમરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તેનું સાચું નામ શ્રી અમ્મા યંગર અય્યપ્પન છે. તેણે સ્ક્રીનનેમ 'શ્રીદેવી' રાખ્યું હતું. એક્ટ્રેસે 92 તેલુગુ, 73 તમિળ, 72 હિંદી, 25 મલયાલમ તથા 5 કન્નડ ફિલ્મ સહિત 271થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. શ્રીદેવીના પિતાને પહેલા લગ્નથી દીકરો સતીશ હતો અને શ્રીદેવીની માતા રાજેશ્વરીને પહેલા લગ્નથી દીકરી સૂર્યકલા હતી. શ્રીદેવીના સંબંધો સાવકા ભાઈ સાથે ખાસ રહ્યા નહોતા, પરંતુ સાવકી બહેન સાથે તેના સંબંધો ઘણા જ સારા હતા. સૂર્યકલાએ મોહન રેડ્ડી સાથે લગ્ન કર્યાં અને તેમને દીકરી મહેશ્વરી તથા દીકરો અવિષેક કાર્તિક છે. મહેશ્વરી તથા અવિષેક બંને સાઉથમાં એક્ટર છે. શ્રીદેવીની સગી બહેન શ્રીલથાએ રાજકારણી સંજય રામાસામી સાથે લગ્ન કર્યાં છે. બાથટબમાં ડૂબવાથી મોત શ્રીદેવીની નણંદ રીના કપૂર મારવાહના દીકરા મોહિત મારવાહના લગ્ન ફેબ્રુઆરી, 2018માં દુબઈમાં હતા. શ્રીદેવી પતિ અને નાની દીકરી ખુશી સાથે દુબઈ ગઈ હતી. લગ્ન બાદ બોની કપૂર અને ખુશી ભારત પરત ફર્યાં અને શ્રીદેવી ત્યાં જ રોકાઈ ગઈ હતી. 24 ફેબ્રુઆરીના રોજ 54 વર્ષીય શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાને કારણે અવસાન થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દારૂના નશાને કારણે શ્રીદેવી બાથટબમાં ડૂબી ગઈ. ત્રણ દિવસ બાદ શ્રીદેવીની ડેડબોડી ભારત આવી હતી. જે અર્જુન કપૂરે શ્રીદેવી માત્ર પિતાની પત્ની છે એવું કહ્યું હતું તે જ અર્જુન કપૂર સાવકી માતાની ડેડબોડી લેવા પિતા સાથે અનિલ અંબાણીના ચાર્ટર્ડ પ્લેનમાં દુબઈ ગયો હતો. શ્રીદેવીના 28 ફેબ્રુઆરીના રોજ રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. શ્રીદેવીના અવસાન બાદ અર્જુન-અંશુલાના સંબંધો સાવકી બહેનો જાન્હવી-ખુશી સાથે સુધરી ગયા હતા અને તેઓ સાથે પણ રહે છે અને અવાર-નવાર આઉટિંગ પણ કરતા હોય છે. મમ્મી શ્રીદેવી જેવી સફળતા મળી નથી 6 માર્ચ, 1997માં જન્મેલી જાન્હવીના પિતા બોની કપૂર બોલિવૂડમાં જાણીતા પ્રોડ્યુસર છે ને માતા શ્રીદેવી ભારતની પહેલી ફીમેલ સુપરસ્ટાર હતી. જાન્હવીની નાની બહેન ખુશી પણ એક્ટ્રેસ છે. અલબત્ત, જાન્હવી ને ખુશીને હજી મમ્મી જેવી સફળતા મળી નથી. જાન્હવીને સાવકો ભાઈ અર્જુન કપૂર તથા બહેન અંશુલા કપૂર છે. અર્જુન કપૂર બોલિવૂડમાં એક્ટર તરીકે કાર્યરત પણ છે, પરંતુ તેને પણ ખાસ સફળતા મળી નથી. અંશુલા કપૂર બોલિવૂડથી દૂર છે અને તે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. જાન્હવી કપૂરે મુંબઈની ઇકોલ મોન્ડિઆલે વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. બોલિવૂડ ડેબ્યૂ પહેલા જાન્હવીએ કેલિફોર્નિયાના વર્લ્ડ ફેમસ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કર્યો. દીકરી ફિલ્મમાં કામ કરે તે શ્રીદેવીને પસંદ નહોતું એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવીએ પોતાના મનની વાત કરતા કહ્યું હતું, 'જાન્હવીએ જ્યારે ફિલ્મમાં કામ કરવાની વાત કરી તો મને આ ગમ્યું નહોતું. મેં તેને સમજાવી પણ હતી કે ફિલ્મમાં કામ કરવાને બદલે તું લગ્ન કરીને સામાન્ય જીવન પસાર કર. મારું માનવું છે કે જાન્હવી ઘણી જ ભોળી છે અને તે ગ્લેમર વર્લ્ડની લાઇમલાઇટ ને ચકાચૌંધમાં ક્યાંક ખોવાઈ જશે. અલબત્ત, મને જ્યારે તેના સિનેમા પ્રત્યેના પ્રેમ ને સમર્પણનો અહેસાસ થયો ત્યારથી મેં તેને હંમેશાં સપોર્ટ કર્યો છે. એવું નથી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખરાબ છે. હું આ જ ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું, પરંતુ પેરેન્ટ્સ તરીકે મને જાન્હવી લગ્ન કરીને ઠરીઠામ થઈ હોત તો વધારે આનંદ થાત. મારા માટે દીકરીની ખુશી વધારે મહત્ત્વની છે. એક્ટર તરીકે તે સારું કામ કરશે તો મને તેના પર ગર્વ જ થશે.' 2018માં ડેબ્યૂ કર્યું પણ માતા ફિલ્મ રિલીઝ જોઈ ના શકી જાન્હવી કપૂરે કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'ધડક'થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મ બ્લોકબસ્ટર મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની હિંદી રીમેક હતી. ફિલ્મમાં જાન્હવી કપૂર ને ઇશાન ખટ્ટર લીડ રોલમાં હતાં. બંનેની આ ડેબ્યૂ ફિલ્મ હતી. ફિલ્મને શંશાક ખૈતાને ડિરેક્ટર કરી હતી. અલબત્ત, ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ શ્રીદેવીનું આકસ્મિક અવસાન થયું. શ્રીદેવીએ ફિલ્મના રૉ ફૂટેજ જોયા હતા. શ્રીદેવીની ઈચ્છા દીકરીને મોટા પડદે જોવાની હતી, પરંતુ તે ઈચ્છા હંમેશના માટે અધૂરી જ રહી. માતાના અંતિમસંસ્કારના નવમા દિવસે જાન્હવીએ ફિલ્મ 'ધડક'નું શૂટિંગ શરૂ કરી દીધું હતું. જાન્હવીની ડેબ્યૂ ફિલ્મ બોક્સઑફિસ પર એવરેજ રહી. અલબત્ત, જાન્હવીની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. 2020માં સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અવસાન બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મનો મુદ્દો ખાસ્સો ચગ્યો હતો. આ જ કારણે તે સમયે જાન્હવીને નેપોકિડ હોવાને કારણે ઘણી જ ટ્રોલ કરવામાં આવતી. અલબત્ત, જાન્હવીએ આ ટ્રોલિંગને ઘણી જ સમજદારીથી હેન્ડલ કર્યું હતું. જાન્હવીએ સ્વીકાર્યું હતું કે બોલિવૂડમાંથી આવતી હોવાને કારણે તેને સરળતાથી પ્રોજેક્ટ મળે છે, પરંતુ સફળ ના જાય તો તેને પણ કામ મળે નહીં. તે ફિલ્મ માટે એટલી જ મહેનત કરે છે જેટલી નોન ફિલ્મી લોકો કરે છે. માત્ર 15 વર્ષની ઉંમરે પોર્ન સાઇટ પર ફોટો જાન્હવી જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે દસમા ધોરણમાં કમ્પ્યુટરનો પણ ક્લાસ આવતો. જાન્હવીએ એકવાર પોર્ન સાઇટ પર પોતાની અશ્લીલ મોર્ફ્ તસવીરો જોઈ હતી. તે આ જોઈને હચમચી ગઈ હતી. સ્કૂલના છોકરાઓ તે સાઇટ્સ પર ફન માટે જતા હતા. આ સમયે જાન્હવીની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તે આ ઘટનાથી ઘણી જ ડરી ગઈ હતી. તેને ખ્યાલ જ નહોતો કે આવતો કે તેની સાથે આવું કેમ થયું? તેને લાગ્યું કે તેનો પરિવાર પબ્લિક ફિગર હોવાને કારણે તેની કિંમત તે ચૂકવી રહી છે. જાન્હવી સ્વીકાર છે કે AIથી ક્રિએટ કરેલાં તેના અઢળક ફોટોઝ હાલમાં અનેક સાઇટ્સ પર સર્ક્યુલેટ થાય છે. જાન્હવીએ અલગ-અલગ રોલ્સ પ્લે કર્યા જાન્હવીએ 'ધડક' બાદ અલગ-અલગ રોલ્સ પ્લે કર્યા. જાન્હવીએ 'ગુંજન સેક્સનાઃ કારગિલ ગર્લ'માં એરફોર્સ પાઇલોટનો રોલ પ્લે કર્યો હતો. આ માટે જાન્હવીએ ઘણી જ મહેનત કરી હતી. આ ઉપરાંત જાન્હવી 'મિલી', 'બવાલ', 'ગુડ લક જેરી', 'રુહી', 'ઉલઝ', 'પરમ સુંદરી' જેવી ઘણી ફિલ્મ કરી. અલબત્ત, આમાંથી મોટાભાગની ફિલ્મમાં જાન્હવીના હિસ્સે ખાસ કરવાનું આવતું નહીં. ફિલ્મમાં તે રોમેન્ટિક અંદાજમાં જ જોવા મળે. જાન્હવીએ હજી સુધી માતા શ્રીદેવીની જેમ ચેલેન્જિંગ રોલ પ્લે કર્યા નથી. આઠ વર્ષમાં કરોડોની સંપત્તિ બનાવી જાન્હવીએ બોલિવૂડ ડેબ્યૂના માત્ર આઠ વર્ષમાં કરોડોની સંપત્તિ બનાવી છે. જાન્હવી એક ફિલ્મમાં કામ કરવાના પાંચથી દસ કરોડ રૂપિયા છે. જ્યારે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી ત્રણથી ચાર કરોડ રૂપિયા છે. સો.મીડિયામાં પોસ્ટ કરવા માટે એક કરોડ રૂપિયા વસૂલે છે. 29 વર્ષની ઉંમરમાં જ જાન્હવી પાસે મુંબઈના બાંદ્રામાં 65 કરોડનું ડુપ્લેક્સ છે. આ ઉપરાંત ચેન્નઇમાં 35 કરોડનો વીલા છે. લવ અફેરમાં પણ પાછળ નથી જાન્હવીએ સ્કૂલમાં ભણતી ત્યારે ક્લાસમેટ સાથે તેનું અફેર હતું. તે બોયફ્રેન્ડ સાથે દર મહિને બ્રેકઅપ કરતી અને પછી પાછું પેચઅપ કરી લેતી. જોકે, આ સંબંધો બહુ લાંબા ના ચાલ્યા. બોલિવૂડમાં જાન્હવીના સંબંધો પોતાની ડેબ્યૂ ફિલ્મના લીડ હીરો ઇશાન ખટ્ટર સાથે હતા. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. આટલું જ નહીં એકવાર ઇશાન, જાન્હવીના ઘરે હતો અને તેણે પહેલા માળેથી કૂદકો માર્યો હતો. આ વીડિયો તે સમયે ખાસ્સો વાઇરલ થયો હતો. જાન્હવી ઇશાન ખટ્ટરના સાવકા ભાઈ શાહિદ કપૂરના ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો અચૂકથી હાજર રહેતી. ઇશાન વીકેન્ડ કપૂર પરિવાર સાથે જ પસાર કરતો. અલબત્ત, થોડા સમય બાદ જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ઇશાન ને જાન્હવીએ કરિયર પર ફોકસ કરવાનું હોવાથી અલગ થયાની વાત કહી હતી. શિખર પહરિયા સાથે સંબંધો જાન્હવીના ઇશાન સાથે સંબંધો હતાં તેની પહેલાં શિખર પહરિયા સાથે અફેર હતું. અલબત્ત, જાન્હવી આ રિલેશનશિપને ગંભીરતાથી લેતી નહોતી. તે દર મહિને બ્રેકઅપ કરતી ને પછી શિખર મનાવે એટલે બોલવા લાગતી. અલબત્ત, ફિલ્મ ડેબ્યૂ દરમિયાન જાન્હવીના સંબંધો ઇશાન સાથે બંધાતા બંને અલગ થઈ ગયા. અલબત્ત, 2022માં જાન્હવી ને શિખર ફરી એકવાર મળ્યા અને બંનેએ સંબંધોની નવી શરૂઆત કરી. શિખર ને જાન્હવી અવારનવાર સાથે જોવા મળતા. આટલું જ નહીં, બંને સાથે વેકેશન પણ મનાવતા. કપૂર પરિવારમાં નાનો એવો પ્રસંગ હોય તો પણ શિખરની હાજરી જોવા જ મળે. જાન્હવી બોયફ્રેન્ડ શિખરને સપોર્ટ સિસ્ટમ માને છે. જાન્હવી પણ શિખરના ઘરે અવાર-નવાર જતી હોય છે. શિખરના મોટા ભાઈ વીરની ડેબ્યૂ ફિલ્મ 'સ્કાયફોર્સ'ના પ્રીમિયરમાં જાન્હવી આવી હતી. જાન્હવીએ લગ્ન અંગે કહ્યું હતું કે તે તિરુપતિ બાલાજીમાં એકદમ સાદાઈથી ને માત્ર પરિવાર-મિત્રોની હાજરીમાં લગ્ન કરશે. જાન્હવી શિખરને પ્રેમથી શીખૂ કહીને બોલાવે છે. શિખર પહરિયાની વાત કરીએ તો, તે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ને કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદેની દીકરી સ્મૃતિનો દીકરો છે. સ્મૃતિ ફિલ્મ પ્રોડ્યુસર છે અને પિતા સંજય બિઝનેસમેન છે. શિખરે મુંબઈની બોમ્બે સ્કોટિશ સ્કૂલ તથા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલમાંથી સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ લંડનની રિજેન્ટ યુનિવર્સિટીમાંથી ગ્લોબલ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કમ્પ્લિટ કર્યું. શિખર પણ પિતાની જેમ જ બિઝનેસમેન છે. શિખરને હોર્સ રાઈડિંગનો ઘણો જ શોખ છે. તેને પોલો રમવું પણ પસંદ છે. 2013માં શિખરે રોયલ જયપુર પોલો ટીમમાં ભાગ લીધો હતો. આટલું જ નહીં, બર્કશાયર પોલો ક્લબ લંડનમાં ભારતને રિપ્રેઝન્ટ પણ કર્યું હતું. બંનેના પરિવારને આ સંબંધ સામે સહેજ પણ વાંધો નથી. આથી જ માનવામાં આવે છે કે ભવિષ્યમાં જાન્હવી ને શિખર લગ્નના તાંતણે બંધાશે. જાન્હવી કપૂરે પણ કોસ્મેટિક સર્જરી કરાવી છે જાન્હવી કપૂરે પણ અન્ય બોલિવૂડ એક્ટ્રેસની જેમ જ કોસ્મેટિક સર્જરીની મદદ લીધી છે. અલબત્ત, જાન્હવીએ સર્જરીની વાત સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે મમ્મી શ્રીદેવીની સલાહ માનીને તેણે કોસ્મેટિક સર્જરી કરાવી હતી. જાન્હવીએ નાક એકદમ પાતળું કરાવ્યું છે. આ ઉપરાંત ભરાવદાર હોઠ માટે લિપ ફિલર્સ કરાવ્યું છે. આંખોને મોટી બતાવવા માટે તેણે બ્લફ્રોપ્લાસ્ટી કરાવી છે. ચહેરાને વધુ શાર્પ ને વી-શેપ આપવા જૉલાઇન સર્જરીની મદદ લીધી છે. જાન્હવીએ સ્પષ્ટતા કરી હતી કે તેણે જે પણ નિર્ણય લીધો તે સમજી વિચારીને લીધો છે. યુવાનોએ ડૉક્ટર્સની સલાહ વગર ક્યારેય કોસ્મેટિક સર્જરી કરાવવી જોઈએ નહીં તેવી સલાહ આપી હતી.
Read Original Article →