અસલી SP ચૌધરી અસલમની પત્નીનો સનસનીખેજ ઇન્ટરવ્યૂ:આદિત્ય ધરને ધમકી, પતિનું દાઉદ સાથે કનેક્શન, લ્યારી અને રહેમાન ડકૈતના અજાણ્યા કિસ્સા, આવતીકાલે સવારે 6 વાગ્યાથી
બોલિવૂડ ફિલ્મ ધૂરંધરમાં સંજય દત્તે જે ખતરનાક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનું પાત્ર ભજવ્યું છે, તે ચૌધરી અસલમની અસલી જિંદગી ફિલ્મ કરતાં પણ વધુ રોમાંચક અને દહેશતભરી હતી. જેમના નામથી આખું કરાચી થરથર કાંપતું, તેવા એસપી અસલમની પત્ની નૌરિન ચૌધરીએ પહેલીવાર મૌન તોડ્યું છે. ફિલ્મની ભૂલોથી લઈને તાલિબાનના આતંક અને રિયલ લાઈફ ગુંડાઓ સાથેની લોહીયાળ જંગના એવા કિસ્સાઓ, જે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જશે. શા માટે નૌરિન આદિત્ય ધરથી નારાજ છે અને આગળ જતા મુશ્કેલી વધારી શકે? એક પત્નીની નજરે જુઓ ચૌધરી અસલમનો અસલી ચહેરો. જુઓ આવતીકાલે સવારે 6 વાગ્યાથી, ધૂરંધર ઇન્ટરવ્યૂ માત્ર દિવ્ય ભાસ્કર પર.
Read Original Article →