આવતીકાલથી શરૂ થાય છે નવી વીડિયો સિરીઝ ‘લતીફ’:ગુજરાતના ‘રઈસ’ની અસલી કહાની, રોજેરોજ જુઓ નવો થ્રિલિંગ એપિસોડ

Gujarat6/7/2026, 12:30:00 AM
આવતીકાલથી શરૂ થાય છે નવી વીડિયો સિરીઝ ‘લતીફ’:ગુજરાતના ‘રઈસ’ની અસલી કહાની, રોજેરોજ જુઓ નવો થ્રિલિંગ એપિસોડ
અમદાવાદના દરિયાપુરની ગલીઓમાં રમતો એક છોકરો ગંજીફાની બાજી ખેલતો ખેલતો બની ગયો ગુજરાતનો સૌથી મોટો બૂટલેગર, અંધારી આલમનો બેતાજ બાદશાહ. એક સમયે ગુજરાતમાં વેચાતી દારૂની એકેએક ‘બાટલી’ પર એનું જ નામ લખેલું રહેતું. જેની સાથે દુશ્મની કરવી મુંબઈના ડોન દાઉદ ઇબ્રાહિમને પણ મોંઘી પડી અને તેના પર પણ ગોળીબાર કરાવ્યો. કોઇ એને રોબિનહૂડ માનતું તો કોઈ ગેંગસ્ટર. જેના નામે સાબરમતીના કિનારે દારૂની નદીઓ વહેતી, તેણે અમદાવાદમાં લોહીની નદીઓ પણ વહાવી. જે જેલમાંથી ચૂંટણી લડ્યો અને એકસાથે પાંચ-પાંચ બેઠકો પર જીત્યો. રાજકારણથી લઇને પોલીસ અને અંધારી આલમ સુધી દરેક ઠેકાણે જેનું નામ ગાજતું, તે હતો અબ્દુલ લતીફ. ‘દિવ્ય ભાસ્કર’ લઇને આવી રહ્યું છે નવી ધમાકેદાર વીડિયો સિરીઝ ‘લતીફઃ ગુજરાતના રઈસની અસલી કહાની’. આવતીકાલે રિલીઝ થશે પહેલા 5 એપિસોડ એકસાથે. ત્યારબાદ દરરોજ એક એપિસોડ, સિલસિલેવાર, થ્રિલિંગ, એન્ગેજિંગ. આ વીડિયો સિરીઝમાં હશે એવી વાતો જે અગાઉ ક્યારેય પ્રકાશમાં નથી આવી. ઇતિહાસમાં ધરબાઈ ગયેલા લતીફની કહાની માત્ર એક અપરાધીની ક્રાઇમ કથા નથી, બલકે ગુજરાતના એક કાળખંડનો આયનો છે, જેમાં ગુનાખોરીને છુટ્ટો દોર હતો અને માણસના જીવની કોઈ કિંમત નહોતી. તો તૈયાર થઈ જાઓ, ‘લતીફ’ની થ્રિલિંગ દાસ્તાન જોવા-જાણવા-માણવા માટે. ‘દિવ્ય ભાસ્કર’ એપનાં નોટિફિકેશન ઑન કરી રાખશો, જેથી તમને દરેક નવા એપિસોડની માહિતી મળતી રહે. તો મળીએ આવતી કાલે, નવી વીડિયો સિરીઝ ‘લતીફ’ સાથે...
Read Original Article →